Gujarat Rain News: છેલ્લા 70 વર્ષમાં ચેરાપૂંજી બાદ ઉમરગામમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો, 24 કલાકમાં 41 ઈંચ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચાલુ વર્ષે રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબક્યો છે. સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ખાડી પૂરની ભયંકર સ્થિતિ જોવા મળી છે. બીજી બાજુ વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ દેશમાં વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ પડવાનો રેકોર્ડ નોંધાયો છે. ઉમરગામમાં એક જ દિવસમાં 1064 મીમી એટલે કે 41 ઈંચ વરસાદ ખાબક્યો છે.
24 કલાકમાં સૌથી વધુ 41 ઈંચ વરસાદ ખાબક્યો
ગુજરાતના વલસાડ જિલ્લામાં છેલ્લા 48 કલાકથી મુશળધાર વરસાદ ચાલુ છે.ઉમરગામ સ્ટેશન પર 23 જુલાઈના રોજ 24 કલાકમાં 1064 મીમી વરસાદ નોંધાયો હતો, જે દેશનો ત્રીજો સૌથી વધુ એક દિવસીય વરસાદનો રેકોર્ડ છે.આ પહેલા મેઘાલયના ચેરાપુંજીમાં 16 જૂન 1995ના રોજ 1563.3 મીમી અને અમીનીદીવી (લક્ષદ્વીપ)માં 6 મે 2024ના રોજ 1168.4 મીમી વરસાદ થયો હતો.મધ્યપ્રદેશ પર બનેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, દક્ષિણ તરફ નમેલી મોન્સૂન ટ્રફ અને જમ્મુ ક્ષેત્રના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંયુક્ત અસરને કારણે આ ભારે વરસાદ થયો છે. વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોમાં પૂરના ખતરાને ધ્યાનમાં રાખીને સતર્કતા દાખવવાની અપીલ કરી છે.

દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા
દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થતાં સ્થિતિ ગંભીર બની છે. જેના પગલે રાહત અને બચાવ કામગીરી માટે આર્મીને બોલાવવામાં આવી છે.આર્મીના 70 જવાનો અને 5 બોટ સહિત NDRFની 3 ટીમો અને SDRFની 5 ટીમોને તાત્કાલિક વલસાડ ખાતે રેસ્ક્યુ કામગીરી માટે રવાના કરવામાં આવી છે.આ ઉપરાંત,પરિસ્થિતિને પહોંચી વળવા માટે દિલ્હીથી NDRFની વધુ 2 ટીમો પણ ગુજરાત આવી રહી છે.જેથી નીચાણવાળા અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય.

દિલ્હીથી NDRFની 2 ટીમ ગુજરાત આવશે
વલસાડમાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા અને રાહત-બચાવ કામગીરીને વેગ આપવા માટે મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.આ કામગીરી માટે દિલ્હીથી NDRFની 2 ટીમો, આર્મીના 70 જવાનોની ટીમ તેમજ 5 બોટ સાથે 25 સભ્યોની ફાયર બ્રિગેડની ટીમ ગુજરાત આવી રહી છે.આ તમામ ટીમોને તાત્કાલિક વલસાડ ખાતે તૈનાત કરવામાં આવશે.જ્યાં તેઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને ઉગારવા માટે સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરશે.
આ પણ વાંચોઃ Surat Rain Update: ઓલપાડમાં 10 ઇંચ વરસાદ, 800 થી વધુ લોકોનું સ્થળાંતર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

