Ahmedabad: ગ્યાસપુર મેટ્રો સ્ટેશન પાસેની ઝુંપડપટ્ટીમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી, ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ સ્થળ પર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરના ગ્યાસપુર વિસ્તારમાં આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે. ગ્યાસપુરમાં આવેલા મેટ્રો સ્ટેશન નજીકની ઝુંપડપટ્ટીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.
ગ્યાસપુર વિસ્તારમાં આગ લાગવાની મોટી ઘટના
ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ (AFES)નો કાફલો એક્શનમાં આવી ગયો હતો. આગ વધુ ન પ્રસરે અને મોટી જાનહાનિ ટાળી શકાય તે માટે ફાયર વિભાગે તાત્કાલિક 10 જેટલા ફાયર ફાઇટર વાહનો ઘટનાસ્થળે રવાના કર્યા હતા. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
આગ લાગવાનું કારણ હજુ અકબંધ
મેટ્રો સ્ટેશન નજીક આવેલી આ ઝુંપડપટ્ટીમાં કયા કારણોસર આગ લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી અને આગનું કારણ અકબંધ છે. હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા આગને સંપૂર્ણપણે બુઝાવવાની કામગીરી ચાલી રહી છે, જે બાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનીની વિગતો બહાર આવી શકશે.
આ પણ વાંચો: Ahmedabad: પ્રજાના પૈસે નેતાઓના નામનો પ્રચાર! AMCના 192 કોર્પોરેટરોએ બાંકડા અને નામની તકતીઓ પાછળ 50 કરોડનું આંધણ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

