Vav-Tharad: થરાદ પાસેની મુખ્ય કેનાલમાં માતાએ બે બાળકો સાથે ઝંપલાવતા ચકચાર, એક બાળકનો બચાવ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાવ-થરાદ જિલ્લાના થરાદ પંથકમાંથી અત્યંત હૃદયદ્રાવક અને ચકચાર મચાવી દે તેવી ઘટના સામે આવી છે. થરાદ પાસેથી પસાર થતી મુખ્ય કેનાલમાં એક માતાએ પોતાના બે માસૂમ બાળકો સાથે ઝંપલાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ કરુણ દુર્ઘટનામાં માતાનું મોત નીપજ્યું છે, જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો છે અને બીજું બાળક કેનાલના ઊંડા પાણીમાં ડૂબી ગયું છે.
થરાદની મુખ્ય કેનાલમાં માતાએ બે બાળકો સાથે લગાવી મોતની છલાંગ
મળતી વિગતો અનુસાર, થરાદની મુખ્ય કેનાલ પર આ ગંભીર ઘટના બની હતી, જ્યાં એક મહિલાએ અગમ્ય કારણોસર પોતાના બે બાળકો સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને તંત્ર દોડી આવ્યા હતા. આ ઘટનામાં સદનસીબે એક બાળકનો આબાદ બચાવ થયો છે, જ્યારે પાણીમાં ગરકાવ થઈ જવાથી માતાનું મોત નીપજ્યું છે અને કેનાલમાંથી માતાનો મૃતદેહ મળી આવ્યો છે.
ડૂબેલા બાળકની શોધખોળ માટે ફાયર વિભાગની ટીમ કામે લાગી
બીજી તરફ, કેનાલમાં ડૂબી ગયેલા બીજા બાળકની ભાળ મેળવવા માટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ડૂબેલા બાળકની શોધખોળ માટે થરાદ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કેનાલમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. માતાએ પોતાના બે બાળકો સાથે કેનાલમાં કયા કારણોસર ઝંપલાવ્યું તે હજુ જાણી શકાયું નથી અને ઘટનાનું કારણ અકબંધ છે. હાલ આ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આ પણ વાંચો: Sabarkantha: બાયડ તાલુકાના પશુપાલકોએ સાબરડેરીના MDને મળી ઠાલવી વ્યથા; દાણના ભાવ વધારા સામે દૂધના ભાવ નહિવત હોવાનો રોષ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

