Gujarat Police: PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, કયા જોઈ શકશો પરિણામ?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત પોલીસ ભરતી માટે લેવામાં પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારોની યાદી વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. gprb.gujarat.gov.in અને lrdgujarat2021.in પર યાદી મુકવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ લેવામાં આવી હતી અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષ 2026 સુધીમાં ગુજરાત પોલીસના તમામ પદો પર ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે
ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ વિભાગમાં ભરતીને લઈને રાજ્ય સરકારે 2 મહિના પહેલા જ હાઈકોર્ટ સમક્ષ મોટી જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં ભરતી કેલેન્ડર રજૂ કર્યુ હતું અને હાઈકોર્ટને ખાતરી આપી હતી કે વર્ષ 2026 સુધીમાં ગુજરાત પોલીસના તમામ પદો પર ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે. સમગ્ર કેસને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ખાતરી આપવામાં આવી હતી, જેમાં સરકારે કહ્યું હતું કે વર્ષ 2026 સુધીમાં ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે. તેમજ ફિઝિકલ ટેસ્ટ નવેમ્બર - ડિસેમ્બર મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે. વર્ષ 2025ના જાન્યુઆરીમાં પરિણામ જાહેર કરાશે તો લેખિત પરીક્ષા ડિસેમ્બર-જાન્યુઆરીમાં પૂર્ણ કરાશે તેમજ OMR પરીક્ષાનું પરિણામ ફેબ્રુઆરી સુધીમાં જાહેર કરી દેવામાં આવશે.
પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે IPS નીરજા ગોટરૂની નિમણૂંક
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે આઈપીએસ નીરજા ગોટરૂની નિમણૂંક કરવામાં આવેલી છે. નીરજા ગોટરૂ પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન બન્યા છે. બીજી તરફ હસમુખ પટેલના રાજીનામા બાદ ચેરમેન પદ ખાલી હતુ.
What's Your Reaction?






