Gujarat Policeમાં ફરજ બજાવતા 233 PSIને PI તરીકે મળી બઢતી

ગુજરાત પોલીસમાં 233 પીએસઆઈને મળી પીઆઈ તરીકેને બઢતી ગુજરાત રાજયના ડીજીપી વિકાસ સહાયે આપી બઢતી ટૂંક સમયમાં તમામ પીએસઆઈને પીઆઈ તરીકે ફળવાશે પોલીસ સ્ટેશન ગુજરાત પોલીસમાં બિનહથિયારી પોલીસ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા 233 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે,તમામ પીએસઆઈને ટૂંક સમયમાં પોલીસ સ્ટેશનની ફાળવણી કરવામાં આવશે,અને તેઓ પીઆઈ તરીકે ફરજ બજાવશે,લાંબા સમયથી પીએસઆઈમાથી પીઆઈના પ્રમોશન મેળવવા માટે જોવાતી હતી રાહ. પોલીસબેડામાં ખુશીનો માહોલ ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ-3 ના પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2 નું પ્રમોશન આપવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી હથિયારધારી પીએસઆઇ પોતાની પીઆઇ તરીકેની બઢતીની આશા રાખીને બેઠા હતા.ડીજી ઓફિસ દ્વારા બઢતીના આદેશ કરતા પીએસઆઇ આલમમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.જણાવી દઈએ કે હાલમાં બઢતી પામેલા પીએસઆઇઓને જે સ્થળે ફરજ પર હતા તે સ્થળે જ ફરજ પર રાખવામાં આવ્યા છે. ગઈકાલે આઈપીએસની પણ થઈ બદલી 8 IPS અધિકારીઓની બદલી અને નિમણૂંક કરવામાં આવી છે. જેમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના ADGP બનાવ્યા છે.રાજ્યના 18 IAS અને 8 IPS અધિકારીઓની બદલી, ડેપ્યુટેશન પરથી 3 અધિકારીઓની ગુજરાત કેડરમાં વાપસી. અધિકારીઓને એવોર્ડથી સન્માનિત કરાયા રાજ્યભરમાં ઉત્તમ કામગીરી કરવા માટે પોલીસ કર્મચારીઓનું એવોર્ડ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. DGP કમેન્ડેશન ડિસ્ક દ્વારા પોલીસ કર્મચારીઓને એવોર્ડ એનાયત કરાયાં છે. રાજ્યભરમાંથી 110 જેટલા પોલીસ કર્મચારીઓને ઉત્તમ કામગીરી બદલ DGP ના વિકાસ સહાય હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે સુભાષ ત્રિવેદી, આર.બી. બ્રહ્મભટ્ટ સહિતનાં અધિક પોલીસ મહાનિર્દેશક અધિકારીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા હતા. ઉપરાંત, રૂપલ સોલંકી પોલીસ અધિક્ષકને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Gujarat Policeમાં ફરજ બજાવતા 233 PSIને PI તરીકે મળી બઢતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાત પોલીસમાં 233 પીએસઆઈને મળી પીઆઈ તરીકેને બઢતી
  • ગુજરાત રાજયના ડીજીપી વિકાસ સહાયે આપી બઢતી
  • ટૂંક સમયમાં તમામ પીએસઆઈને પીઆઈ તરીકે ફળવાશે પોલીસ સ્ટેશન

ગુજરાત પોલીસમાં બિનહથિયારી પોલીસ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા 233 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે,તમામ પીએસઆઈને ટૂંક સમયમાં પોલીસ સ્ટેશનની ફાળવણી કરવામાં આવશે,અને તેઓ પીઆઈ તરીકે ફરજ બજાવશે,લાંબા સમયથી પીએસઆઈમાથી પીઆઈના પ્રમોશન મેળવવા માટે જોવાતી હતી રાહ.

પોલીસબેડામાં ખુશીનો માહોલ

ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ-3 ના પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2 નું પ્રમોશન આપવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી હથિયારધારી પીએસઆઇ પોતાની પીઆઇ તરીકેની બઢતીની આશા રાખીને બેઠા હતા.ડીજી ઓફિસ દ્વારા બઢતીના આદેશ કરતા પીએસઆઇ આલમમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.જણાવી દઈએ કે હાલમાં બઢતી પામેલા પીએસઆઇઓને જે સ્થળે ફરજ પર હતા તે સ્થળે જ ફરજ પર રાખવામાં આવ્યા છે.

ગઈકાલે આઈપીએસની પણ થઈ બદલી

8 IPS અધિકારીઓની બદલી અને નિમણૂંક કરવામાં આવી છે. જેમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના ADGP બનાવ્યા છે.રાજ્યના 18 IAS અને 8 IPS અધિકારીઓની બદલી, ડેપ્યુટેશન પરથી 3 અધિકારીઓની ગુજરાત કેડરમાં વાપસી.

અધિકારીઓને એવોર્ડથી સન્માનિત કરાયા

રાજ્યભરમાં ઉત્તમ કામગીરી કરવા માટે પોલીસ કર્મચારીઓનું એવોર્ડ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. DGP કમેન્ડેશન ડિસ્ક દ્વારા પોલીસ કર્મચારીઓને એવોર્ડ એનાયત કરાયાં છે. રાજ્યભરમાંથી 110 જેટલા પોલીસ કર્મચારીઓને ઉત્તમ કામગીરી બદલ DGP ના વિકાસ સહાય હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે સુભાષ ત્રિવેદી, આર.બી. બ્રહ્મભટ્ટ સહિતનાં અધિક પોલીસ મહાનિર્દેશક અધિકારીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા હતા. ઉપરાંત, રૂપલ સોલંકી પોલીસ અધિક્ષકને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.