આ દાદીમા 85 વર્ષે જીત્યા ગોલ્ડ મેડલ, જાણો શું છે આ ઉંમરે પણ તેમની જબરદસ્ત ફિટનેસનું રહસ્ય

85-Year-Old Woman Won Gold Medal in Junagadh: ગુજરાત માસ્ટર ખેલકુદ મંડળ દ્વારા 7મી અને 8મી સપ્ટેમ્બરના નડીયાદ સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની નવમી માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં જૂનાગઢના 85 વર્ષીય ભાનુમતીબેન પટેલે ઝડપી ચાલ અને દોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.આ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યાનડીયાદ સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની નવમી માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં રાજ્યભરમાંથી સિનિયર સિટીઝને ભાગ લીધો હતો. જેમાં 85 વર્ષની વયે પણ યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિ ધરાવતા જૂનાગઢના ભાનુમતીબેન પટેલે 1500 મીટર, 5 હજાર મીટર દોડ તેમજ 5 હજાર મીટર ઝડપી ચાલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમણે આ ત્રણેય સ્પર્ધા નિયત સમયમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જે બદલ માસ્ટર ખેલકુદ મંડળ દ્વારા ભાનુમતીબેન પટેલને ત્રણ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.આ પણ વાંચો: અમરેલીમાં કમ્પ્યુટર ઓપરેટરોનો અનોખો વિરોધ, ભાજપના સભ્ય બની કાર્ડ પર લખાવ્યું 'પગાર વિહોણા VCE'જાણો ભાનુમતીબેન પટેલની ફિટનેસનું રહસ્ય85 વર્ષીય ભાનુમતીબેન પટેલ ફિટ રહેવા માટે નિયમિત ચાલવું, કસરત કરવાની ટેવ ધરાવે છે. આ ઉપરાંત તેઓ પૌષ્ટિક આહાર લે છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના 85 વર્ષીય ભાનુમતીબેન પટેલે અત્યાર સુધીમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દોડ તેમજ ઝડપી ચાલ સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે.

આ દાદીમા 85 વર્ષે જીત્યા ગોલ્ડ મેડલ, જાણો શું છે આ ઉંમરે પણ તેમની જબરદસ્ત ફિટનેસનું રહસ્ય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Bhanumati ben patel

85-Year-Old Woman Won Gold Medal in Junagadh: ગુજરાત માસ્ટર ખેલકુદ મંડળ દ્વારા 7મી અને 8મી સપ્ટેમ્બરના નડીયાદ સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની નવમી માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં જૂનાગઢના 85 વર્ષીય ભાનુમતીબેન પટેલે ઝડપી ચાલ અને દોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

આ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા

નડીયાદ સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની નવમી માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં રાજ્યભરમાંથી સિનિયર સિટીઝને ભાગ લીધો હતો. જેમાં 85 વર્ષની વયે પણ યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિ ધરાવતા જૂનાગઢના ભાનુમતીબેન પટેલે 1500 મીટર, 5 હજાર મીટર દોડ તેમજ 5 હજાર મીટર ઝડપી ચાલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમણે આ ત્રણેય સ્પર્ધા નિયત સમયમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જે બદલ માસ્ટર ખેલકુદ મંડળ દ્વારા ભાનુમતીબેન પટેલને ત્રણ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમરેલીમાં કમ્પ્યુટર ઓપરેટરોનો અનોખો વિરોધ, ભાજપના સભ્ય બની કાર્ડ પર લખાવ્યું 'પગાર વિહોણા VCE'

જાણો ભાનુમતીબેન પટેલની ફિટનેસનું રહસ્ય

85 વર્ષીય ભાનુમતીબેન પટેલ ફિટ રહેવા માટે નિયમિત ચાલવું, કસરત કરવાની ટેવ ધરાવે છે. આ ઉપરાંત તેઓ પૌષ્ટિક આહાર લે છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના 85 વર્ષીય ભાનુમતીબેન પટેલે અત્યાર સુધીમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દોડ તેમજ ઝડપી ચાલ સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે.