Gujarat Palika Panchayat Result 2025: ભાજપે વિરોધીઓના સુપડા સાફ કર્યા તો ક્યાંક....

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો અત્યારે આવી રહ્યા છે. જેમાં મોટાભાગની બેઠકો પર ભાજપ જીતતી જોવા મળી રહી છે. ભાજપે સ્થાનિક ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું. નગરપાલિકાની અનેક બેઠક પર ભાજપે કલીન સ્વીપ કરી ભવ્ય વિજય નોંધાવ્યો છે. માણસા, બીલીમોરા ભચાઉ અને સાબરકાંઠામાં ભાજપે કલીન સ્વીપ કરી વિરોધીઓના સૂપડા સાફ કર્યા છે. કોંગ્રેસના ગઢ મનાતા રાધનપુરમાં વર્ષો બાદ ભાજપે જીત નોંધાવી.
- ચલાલા નપામાં ભાજપનો ભવ્ય વિજય
- માણસા વોર્ડનં.1માં ભાજપની પેનલનો વિજય
- બીલીમોરા વોર્ડ નંબર 1 માં ભાજપ ની પેનલનો વિજય
- ભચાઉમાં ભાજપની પેનલની જીત, 28 બેઠકો પર વિજય
- સાબરકાંઠાના ખેડબ્રહ્મા વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
- ચલાલા નગરપાલિકામાં ભાજપના 4 ઉમેદવારોની ભવ્ય જીત
- જામજોધપુરમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા
- મહુધા નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી
- સાણંદમાં 28 પૈકી 25 પર ભાજપનો વિજય
- જસદણમાં 28માંથી 22 બેઠકો કબજે કરી
આ બેઠકો ભાજપને નુકસાન
પાલિકા ચૂંટણીમાં એવી પણ કેટલીક બેઠકો છે જે ભાજપ માટે મોટી મુશ્કેલી બની. સલાયા અને ગારિયાધારમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. સલાયા અને ગારિયાધારમાં ભાજપ ખાતું પણ ના ખોલાવી શકી. સલાયામાં નગરપાલિકા અને તાલુકાપંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપની હાર થઈ. કઠલાલમાં તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસે જીત મેળવી. કઠલાલમાં તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસે જીત મેળવી. તો રાણાવાવ બેઠક પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો. સાણંદમાં 3 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો. વલસાડમાં કુલ 44 બેઠકોમાંથી 1 બેઠક પર કોંગ્રેસના નામે થઈ. ડાકોર અને સૌરાષ્ટ્રમાં કોઈ પક્ષની જીત ના થતા ટાઈ પડી છે. જૂનાગઢમાં નગરપાલિકાની એક બેઠક સમાજવાદી પાર્ટીની જીત થઈ.
રાણાવાવમાં 16 બેઠકો પર સમાજવાદી પાર્ટીનો ઉમેદવારોની જીત થઈ. અને ભાજપ માત્ર 8માં સમેટાઈ ગયું. ધંધુકા નગરપાલિકામાં કોંગ્રેસનો ઉમેદવારોનો વિજય થયો. કોંગ્રેસના ફાળે 129 તો અપક્ષે 94 પર મેદાન માર્યું. ભાણાવડમાં 3 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે. પોરબંદર કુતિયાણા બેઠક પર પાલિકા ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો. કેટલીક બેઠક પર આમ આદમી પાર્ટીની પેનલની જીત થઈ રહી છે. કોંગ્રેસે જસદણમાં સારું પ્રદર્શન કરતાં 6 બેઠકો પોતાના નામે કરતાં ભાજપને કલીન સ્વીપ કરતા રોક્યું.
પાલિકા ચૂંટણી પર ભાજપનો કબજો
પાલિકા ચૂંટણીમાં મોટાભાગની બેઠક પર ભાજપે કબજો મેળવ્યો છે જ્યારે કેટલીક બેઠકો પર ભાજપ ખાતુ ખોલવામાં પણ નિષ્ફળતા મળી. પાલિકા ચૂંટણીમાં કુલ 5,084 બેઠકોમાંથી 203 પૈકી ભાજપના જ 195 ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. સ્થાનિક સ્વરાજમાં ભાજપ ની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. આ સાથે ગુજરાત ભાજપ સી.આર.પાટિલના નેતૃત્વમાં સળંગ ચાર વર્ષમાં આ પાંચમી વખત ચૂંટણી જીતવાનો નવો ઈતિહાસ રચશે.
What's Your Reaction?






