Gujarat News: લો બોલો હવે ખેરાલુના ડાવોલ ગામે ભેંસોની ચોરી થઇ

ખેરાલુના ડાવોલ ગામે ભેંસોની ચોરી થતાં ફરિયાદ તબેલામાંથી અજાણ્યો શખ્સ 4 ભેંસો લઈ ફરાર થયો ખેરાલુ પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી લો બોલો હવે ખેરાલુના ડાવોલ ગામે ભેંસોની ચોરી થઇ છે. જેમાં CCTVમાં ચોર કેદ થયા છે. ખેરાલુના ડાવોલ ગામે ભેંસોની ચોરી થતાં ફરિયાદ થઇ છે. જેમાં તબેલામાંથી અજાણ્યો શખ્સ 4 ભેંસો લઈ ફરાર થયો હતો. જેમાં ચોરીની ઘટના CCTVમાં કેદ થઇ છે. તેમાં ખેરાલુ પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે. પશુપાલકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી મહેસાણાના ખેરાલુના ડાવોલ ગામેથી રાત્રીના સમયે ચાર ભેંસોની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે. જેમાં ખેરાલુ તાલુકાના ડાવોલ ગામે ગત રાત્રીના બેથી અઢીના સમયમાં તબેલામાંથી ચાર ભેંસની ચોરી થઇ છે. ખેરાલુના ડભાડ રોડ પર આવેલા ખેતરમાં તબેલામાંથી ચાર ભેંસો અજાણ્યા તસ્કરો પીક અપ ડાલામાં ભરી ચોરી ગયા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના અંગે ખેરાલુ પોલીસમાં ચાર ભેંસો ચોરી અંગે પશુપાલકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. અજાણ્યા લોકો પીક અપ ડાલું લઈ ફરાર થઇ ગયા મૂળ બનાસકાંઠા જિલ્લાના રાણી ઉમરી ગામના અને હાલ છેલ્લા 30 વર્ષથી ખેરાલુ તાલુકામાં આવેલા માલપુર ગામના ચૌધરી ગણેશભાઈની જમીન ભાગે વાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ખોખરીયા લાલુભાઈ જેઓ ગણેશ ભાઈના ખેતરમાં રહે છે. જેમાં ખેતરમાં આવેલા ખાલી તબેલામાં ફરિયાદીએ પોતાના 14 પશુઓ બાંધ્યા હતા. જ્યાં 8 મેં ના રાત્રી ફરિયાદી પોતાના પરિવાર સાથે જમી પરવારી સુઈ રહ્યા હતા. એ દરમિયાન રાત્રે અઢી વાગે તબેલામાં અવાજ આવતા ફરિયાદી ઉઠી ગયા હતા. અવાજ આવતા જ ફરિયાદી ઉઠીને તબેલા બાજુ જતા અજાણ્યા ઈસમો પીક અપ ડાલામા પશુઓ ભરી રહ્યા હતા. જ્યાં ફરિયાદીએ અવાજ કરતા અજાણ્યા લોકો પીક અપ ડાલું લઈ ફરાર થઇ ગયા હતા. 

Gujarat News: લો બોલો હવે ખેરાલુના ડાવોલ ગામે ભેંસોની ચોરી થઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખેરાલુના ડાવોલ ગામે ભેંસોની ચોરી થતાં ફરિયાદ
  • તબેલામાંથી અજાણ્યો શખ્સ 4 ભેંસો લઈ ફરાર થયો
  • ખેરાલુ પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી

લો બોલો હવે ખેરાલુના ડાવોલ ગામે ભેંસોની ચોરી થઇ છે. જેમાં CCTVમાં ચોર કેદ થયા છે. ખેરાલુના ડાવોલ ગામે ભેંસોની ચોરી થતાં ફરિયાદ થઇ છે. જેમાં તબેલામાંથી અજાણ્યો શખ્સ 4 ભેંસો લઈ ફરાર થયો હતો. જેમાં ચોરીની ઘટના CCTVમાં કેદ થઇ છે. તેમાં ખેરાલુ પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે.

પશુપાલકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી

મહેસાણાના ખેરાલુના ડાવોલ ગામેથી રાત્રીના સમયે ચાર ભેંસોની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે. જેમાં ખેરાલુ તાલુકાના ડાવોલ ગામે ગત રાત્રીના બેથી અઢીના સમયમાં તબેલામાંથી ચાર ભેંસની ચોરી થઇ છે. ખેરાલુના ડભાડ રોડ પર આવેલા ખેતરમાં તબેલામાંથી ચાર ભેંસો અજાણ્યા તસ્કરો પીક અપ ડાલામાં ભરી ચોરી ગયા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના અંગે ખેરાલુ પોલીસમાં ચાર ભેંસો ચોરી અંગે પશુપાલકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અજાણ્યા લોકો પીક અપ ડાલું લઈ ફરાર થઇ ગયા

મૂળ બનાસકાંઠા જિલ્લાના રાણી ઉમરી ગામના અને હાલ છેલ્લા 30 વર્ષથી ખેરાલુ તાલુકામાં આવેલા માલપુર ગામના ચૌધરી ગણેશભાઈની જમીન ભાગે વાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ખોખરીયા લાલુભાઈ જેઓ ગણેશ ભાઈના ખેતરમાં રહે છે. જેમાં ખેતરમાં આવેલા ખાલી તબેલામાં ફરિયાદીએ પોતાના 14 પશુઓ બાંધ્યા હતા. જ્યાં 8 મેં ના રાત્રી ફરિયાદી પોતાના પરિવાર સાથે જમી પરવારી સુઈ રહ્યા હતા. એ દરમિયાન રાત્રે અઢી વાગે તબેલામાં અવાજ આવતા ફરિયાદી ઉઠી ગયા હતા. અવાજ આવતા જ ફરિયાદી ઉઠીને તબેલા બાજુ જતા અજાણ્યા ઈસમો પીક અપ ડાલામા પશુઓ ભરી રહ્યા હતા. જ્યાં ફરિયાદીએ અવાજ કરતા અજાણ્યા લોકો પીક અપ ડાલું લઈ ફરાર થઇ ગયા હતા.