Gujarat News: રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં LBD એજ્યુકેશનલ લેબ બનશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર વધુ ઊંચું લાવવા અને વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્યની 4700 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં LBD (Learning by Doing) એજ્યુકેશનલ લેબની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ યુગ સાથે સુસંગત શિક્ષણ પૂરું પાડવાનો છે.
સમગ્ર શિક્ષણ દ્વારા તમામ જિલ્લાઓને સૂચના
LBD લેબના માધ્યમથી વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકિયા જ્ઞાન સુધી સીમિત ન રહેતા, પ્રાયોગિક અને ડિજિટલ લર્નિંગ દ્વારા વિષયોને વધુ સરળતાથી સમજી શકશે. આ લેબમાં આધુનિક ઉપકરણો અને ડિજિટલ લર્નિંગ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓમાં તર્કશક્તિ અને સર્જનાત્મકતાનો વિકાસ થાય.સમગ્ર શિક્ષા દ્વારા રાજ્યના તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને આ અંગે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. હાલમાં જે તે શાળાઓમાં લેબની સ્થાપના અને તેની જાળવણીની પ્રાથમિક કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
વિદ્યાર્થીઓને મળશે આધુનિક ડિજિટલ લર્નિંગનો લાભ
આ પ્રોજેક્ટના અમલીકરણ માટે શાળાઓને તાત્કાલિક તૈયારીઓ પૂર્ણ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.આ લેબના સફળ સંચાલન માટે માત્ર સાધનો જ નહીં, પરંતુ શિક્ષકોની કુશળતા પણ એટલી જ જરૂરી છે. આથી, શાળાઓમાં કાર્યરત શિક્ષકોને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો અને વિદ્યાર્થીઓને કેવી રીતે માર્ગદર્શન આપવું, તે અંગેની તાલીમ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓને આધુનિક ડિજિટલ લર્નિંગનો લાભ મળશે, જે રાજ્યના શિક્ષણ માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મોટું અને પ્રગતિશીલ પગલું સાબિત થશે.
આ પણ વાંચોઃ Ahmedabad News: જગન્નાથ મંદિરથી લઈને રાયપુર સુધી પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, રૂટ પર 2200 કેમેરા કાર્યરત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

