Gujarat News: GMERSના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર

GMERSની મેડિકલ ફીમાં કરાયો ઘટાડો ગવર્નમેન્ટ ક્વોટોમાં 3.75 લાખ ફી રહેશે મેનેજમેન્ટ ક્વોટોમાં 12 લાખ ફી રહેશે GMERSના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં GMERSની મેડિકલ ફીમાં ઘટાડો કરાયો છે. તેથી ગવર્નમેન્ટ ક્વોટોમાં રૂપિયા 3.75 લાખ ફી રહેશે અને મેનેજમેન્ટ ક્વોટોમાં રૂપિયા 12 લાખ ફી રહેશે. જાણો સમગ્ર મામલો: ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રીસર્ચ સોસાયટી (GMERS) દ્વારા 13 મેડિકલ કોલેજની ફીમાં 89 ટકા જેટલો તોતિંગ ફી વધારો કરતા વાલીઓમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો. આ ફી વધારાના બોજને પરત ખેંચવા મેડિકલ એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવવામાં આવ્યો હતો.ફીમાં તોતિંગ વધારો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ ચિંતાનો અને રોષનો વિષય બન્યો હતો ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA) દ્વારા તેની રજૂઆતમા જણાવ્યું છે કે, વાર્ષિક ફીમાં તોતિંગ વધારો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ ચિંતાનો અને રોષનો વિષય બન્યો છે. આ ફી વધારાના કારણે ઘણા બધા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી વંચિત રહેશે. જે વિદ્યાર્થીઓ અને તેમના કુટુંબના ભવિષ્ય માટે ચિંતાનો વિષય બનશે. આથી વિદ્યાર્થી, વાલીઓ અને તબીબી શિક્ષણના વ્યાપક હિતને ધ્યાનમાં રાખી આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદબાતલ કરવામાં આવે.રાતોરાત ગત વર્ષે જેટલો ફી વધારો જાહેર કર્યો હતો રાજ્યની સોલા-અમદાવાદ, ગોત્રી-વડોદરા, ગાંધીનગર, ધારપુર-પાટણ, હિંમતનગર, જુનાગઢ, વડનગર, વલસાડ, મોરબી, પોરબંદર, નવસારી, રાજપીપળા અને ગોધરા સહિત કુલ 13 GMERS કોલેજમાં MBBSની વાર્ષિક ફીમાં 89 ટકાનો તોતિંગ વધારો ઝીંકી દીધો છે. સરકારી ક્વોટાની બેઠકોમાં અત્યાર સુધીમાં વાર્ષિક રૂ.3.30 લાખ ફી લેવાતી હતી, જેમાં 66.66 ટકાના વધારા સાથે રૂ.5.50 લાખ ફી કરાઈ છે. મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ.9 લાખથી વધારીને રૂ.17 લાખ કરવામાં આવી છે, જેમાં 88.88 ટકાનો વધારો કરાયો છે. NRI ક્વોટાની બેઠકમાં 22,000 ડોલર ફી હતી જે વધારીને 25,000 ડોલર કરાઈ છે, જેમાં 13.63 ટકા વધારો કરાયો છે. ગત વર્ષે પણ આ મુજબ જ ફી વધારો કરી દેવાયો હતો, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આક્રોસ ફેલાતાં થોડા જ દિવસોમાં ફી વધારો પરત ખેંચવાનો નિર્ણય લેવાયો હતો. જોકે આ વખતે વિદ્યાર્થીઓના પ્રવેશ શરૂ થાય એ પહેલા જ રાતોરાત ગત વર્ષે જેટલો ફી વધારો જાહેર કર્યો હતો.

Gujarat News: GMERSના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • GMERSની મેડિકલ ફીમાં કરાયો ઘટાડો
  • ગવર્નમેન્ટ ક્વોટોમાં 3.75 લાખ ફી રહેશે
  • મેનેજમેન્ટ ક્વોટોમાં 12 લાખ ફી રહેશે

GMERSના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં GMERSની મેડિકલ ફીમાં ઘટાડો કરાયો છે. તેથી ગવર્નમેન્ટ ક્વોટોમાં રૂપિયા 3.75 લાખ ફી રહેશે અને મેનેજમેન્ટ ક્વોટોમાં રૂપિયા 12 લાખ ફી રહેશે. 

જાણો સમગ્ર મામલો: 

ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રીસર્ચ સોસાયટી (GMERS) દ્વારા 13 મેડિકલ કોલેજની ફીમાં 89 ટકા જેટલો તોતિંગ ફી વધારો કરતા વાલીઓમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો. આ ફી વધારાના બોજને પરત ખેંચવા મેડિકલ એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવવામાં આવ્યો હતો.

ફીમાં તોતિંગ વધારો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ ચિંતાનો અને રોષનો વિષય બન્યો હતો

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA) દ્વારા તેની રજૂઆતમા જણાવ્યું છે કે, વાર્ષિક ફીમાં તોતિંગ વધારો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ ચિંતાનો અને રોષનો વિષય બન્યો છે. આ ફી વધારાના કારણે ઘણા બધા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી વંચિત રહેશે. જે વિદ્યાર્થીઓ અને તેમના કુટુંબના ભવિષ્ય માટે ચિંતાનો વિષય બનશે. આથી વિદ્યાર્થી, વાલીઓ અને તબીબી શિક્ષણના વ્યાપક હિતને ધ્યાનમાં રાખી આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદબાતલ કરવામાં આવે.

રાતોરાત ગત વર્ષે જેટલો ફી વધારો જાહેર કર્યો હતો

રાજ્યની સોલા-અમદાવાદ, ગોત્રી-વડોદરા, ગાંધીનગર, ધારપુર-પાટણ, હિંમતનગર, જુનાગઢ, વડનગર, વલસાડ, મોરબી, પોરબંદર, નવસારી, રાજપીપળા અને ગોધરા સહિત કુલ 13 GMERS કોલેજમાં MBBSની વાર્ષિક ફીમાં 89 ટકાનો તોતિંગ વધારો ઝીંકી દીધો છે. સરકારી ક્વોટાની બેઠકોમાં અત્યાર સુધીમાં વાર્ષિક રૂ.3.30 લાખ ફી લેવાતી હતી, જેમાં 66.66 ટકાના વધારા સાથે રૂ.5.50 લાખ ફી કરાઈ છે. મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ.9 લાખથી વધારીને રૂ.17 લાખ કરવામાં આવી છે, જેમાં 88.88 ટકાનો વધારો કરાયો છે. NRI ક્વોટાની બેઠકમાં 22,000 ડોલર ફી હતી જે વધારીને 25,000 ડોલર કરાઈ છે, જેમાં 13.63 ટકા વધારો કરાયો છે. ગત વર્ષે પણ આ મુજબ જ ફી વધારો કરી દેવાયો હતો, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આક્રોસ ફેલાતાં થોડા જ દિવસોમાં ફી વધારો પરત ખેંચવાનો નિર્ણય લેવાયો હતો. જોકે આ વખતે વિદ્યાર્થીઓના પ્રવેશ શરૂ થાય એ પહેલા જ રાતોરાત ગત વર્ષે જેટલો ફી વધારો જાહેર કર્યો હતો.