Chandipura Virus: નવા વાયરસથી ખળભળાટ, નાના બાળકોએ જાણો શું રાખવી તકેદારી

ચાંદીપુરા વાયરસથી નાના બાળકોને જોખમ ચાંદીપુરા વાયરસ માખી, મચ્છરથી ફેલાય છે તકેદારીના ભાગરૂપે સતત હાથ ધોતા રહેવું જોઇએ રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી ખળભળાટ મચ્યો છે. જેમાં ચાંદીપુરા વાયરસથી નાના બાળકોને જોખમ છે. સોલા સિવિલના તબીબ દીપ્તિ શાહનું નિવેદન સામે આવ્યું છે તેમાં જણાવ્યું છે કે ચાંદીપુરા વાયરસ માખી, મચ્છરથી ફેલાય છે. 9 મહિનાથી 14 વર્ષના બાળકોમાં રોગ જોવા મળે છે. તેમજ યોગ્ય સારવાર ન મળે તો બાળકને ખેંચ આવે છે. તેમાં તકેદારીના ભાગરૂપે સતત હાથ ધોતા રહેવું જોઇએ. ફળ, શાકભાજી ધોઈને સાફ કરીને ઉપયોગ કરવો જોઇએ ખોરાક અને પાણી ઢાંકીને રાખવા જોઈએ. તેમજ ફળ, શાકભાજી ધોઈને સાફ કરીને ઉપયોગ કરવો જોઇએ. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી નાના બાળકોમાં જોખમ વધ્યુ છે. ચાંદીપૂરા વાયરસ માખી અને મચ્છરથી ફેલાય છે. નાના 9 મહિનાથી 14 વર્ષના બાળકોમાં થતો રોગ છે. આ વાયરસમાં કફ, શરદી, તાવ અને માથું દુખવું જેવા લક્ષણ છે. આ વાયરસમાં યોગ્ય સારવાર ન મળે તો બાળકોને ખેંચ પણ આવતી હોય છે. આ વાયરસમાં તકેદારીના ભાગરૂપે સતત હાથ ધોતા રહેવું, બાથરૂમ ગયા પછી તેમજ સ્કૂલોમાં પણ સતત હાથ ધોતા રહેવું જોઇએ. જમવાનો ખોરાક અને પાણી ઢાંકીને રાખવા જોઈએ જમવાનો ખોરાક અને પાણી ઢાંકીને રાખવા જોઈએ. આ સિઝનમાં શાકભાજી, ફળો અને અન્ય કોઈપણ ખાદ્ય પદાર્થો જે પાણીથી ધોઇ શકાતા હોય તે ધોઇ સાફ કરી ઉપયોગમાં લેવા જોઈએ. ચાંદીપુરા વાયરસ શું છે તેના વિશે એપિડેમિયોલોજિસ્ટ ડોક્ટર કહે છે કે આ વાઇરસ સૌથી પહેલા તાવનું કારણ બને છે. આ પછી શરીરમાં ફ્લૂ જેવા લક્ષણો દેખાવા લાગે છે. કેટલાક કિસ્સાઓમાં મગજમાં સોજો આવી શકે છે. જેના કારણે સોજો આવે છે અને જે જીવલેણ બની શકે છે. આ વાયરસ મચ્છરો અને જંતુઓના કારણે ફેલાય છે. વરસાદની મોસમમાં આ તાવ ફેલાવાનું જોખમ વધારે છે. સાબરકાંઠામાં ચાંદીપુરા વાઇરસે કહેર વર્તાવ્યો ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં એક તરફ કોલેરા અને ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે ત્યારે સાબરકાંઠામાં ચાંદીપુરા વાઇરસે કહેર વર્તાવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના લીધે 4 બાળકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ચાંદીપુરા વાઇરસના આતંકને જોતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અને મૃતક બાળકોના રિપોર્ટ તપાસ માટે પૂના મોકલવામાં આવ્યા છે. કોરોના વાઇરસની મહામારીને લોકો હજુ માંડ માંડ ભૂલ્યું છે, ત્યારે એક નવો વાઇરસ આતંક મચાવી રહ્યો છે. જોકે આ વખતે સફાળું જાગી ગયું છે. સાબરકાંઠામાં આરોગ્યની ટીમે સર્વે કામગીરી હાથ ધરી દીધી છે. સર્વે દરમિયાન અરવલ્લીમાં આ શંકાસ્પદ વાઇરસના લીધે 2 દર્દીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું, તો બીજી તરફ ભિલોડાના કંથારિયા વિસ્તારમાં આરોગ્ય ટીમે દ્વારા કરવામાં આવેલા સર્વેમાં હાલમાં 2 દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

Chandipura Virus: નવા વાયરસથી ખળભળાટ, નાના બાળકોએ જાણો શું રાખવી તકેદારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચાંદીપુરા વાયરસથી નાના બાળકોને જોખમ
  • ચાંદીપુરા વાયરસ માખી, મચ્છરથી ફેલાય છે
  • તકેદારીના ભાગરૂપે સતત હાથ ધોતા રહેવું જોઇએ

રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી ખળભળાટ મચ્યો છે. જેમાં ચાંદીપુરા વાયરસથી નાના બાળકોને જોખમ છે. સોલા સિવિલના તબીબ દીપ્તિ શાહનું નિવેદન સામે આવ્યું છે તેમાં જણાવ્યું છે કે ચાંદીપુરા વાયરસ માખી, મચ્છરથી ફેલાય છે. 9 મહિનાથી 14 વર્ષના બાળકોમાં રોગ જોવા મળે છે. તેમજ યોગ્ય સારવાર ન મળે તો બાળકને ખેંચ આવે છે. તેમાં તકેદારીના ભાગરૂપે સતત હાથ ધોતા રહેવું જોઇએ.

ફળ, શાકભાજી ધોઈને સાફ કરીને ઉપયોગ કરવો જોઇએ

ખોરાક અને પાણી ઢાંકીને રાખવા જોઈએ. તેમજ ફળ, શાકભાજી ધોઈને સાફ કરીને ઉપયોગ કરવો જોઇએ. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી નાના બાળકોમાં જોખમ વધ્યુ છે. ચાંદીપૂરા વાયરસ માખી અને મચ્છરથી ફેલાય છે. નાના 9 મહિનાથી 14 વર્ષના બાળકોમાં થતો રોગ છે. આ વાયરસમાં કફ, શરદી, તાવ અને માથું દુખવું જેવા લક્ષણ છે. આ વાયરસમાં યોગ્ય સારવાર ન મળે તો બાળકોને ખેંચ પણ આવતી હોય છે. આ વાયરસમાં તકેદારીના ભાગરૂપે સતત હાથ ધોતા રહેવું, બાથરૂમ ગયા પછી તેમજ સ્કૂલોમાં પણ સતત હાથ ધોતા રહેવું જોઇએ.

જમવાનો ખોરાક અને પાણી ઢાંકીને રાખવા જોઈએ

જમવાનો ખોરાક અને પાણી ઢાંકીને રાખવા જોઈએ. આ સિઝનમાં શાકભાજી, ફળો અને અન્ય કોઈપણ ખાદ્ય પદાર્થો જે પાણીથી ધોઇ શકાતા હોય તે ધોઇ સાફ કરી ઉપયોગમાં લેવા જોઈએ. ચાંદીપુરા વાયરસ શું છે તેના વિશે એપિડેમિયોલોજિસ્ટ ડોક્ટર કહે છે કે આ વાઇરસ સૌથી પહેલા તાવનું કારણ બને છે. આ પછી શરીરમાં ફ્લૂ જેવા લક્ષણો દેખાવા લાગે છે. કેટલાક કિસ્સાઓમાં મગજમાં સોજો આવી શકે છે. જેના કારણે સોજો આવે છે અને જે જીવલેણ બની શકે છે. આ વાયરસ મચ્છરો અને જંતુઓના કારણે ફેલાય છે. વરસાદની મોસમમાં આ તાવ ફેલાવાનું જોખમ વધારે છે.

સાબરકાંઠામાં ચાંદીપુરા વાઇરસે કહેર વર્તાવ્યો

ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં એક તરફ કોલેરા અને ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે ત્યારે સાબરકાંઠામાં ચાંદીપુરા વાઇરસે કહેર વર્તાવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના લીધે 4 બાળકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ચાંદીપુરા વાઇરસના આતંકને જોતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અને મૃતક બાળકોના રિપોર્ટ તપાસ માટે પૂના મોકલવામાં આવ્યા છે. કોરોના વાઇરસની મહામારીને લોકો હજુ માંડ માંડ ભૂલ્યું છે, ત્યારે એક નવો વાઇરસ આતંક મચાવી રહ્યો છે. જોકે આ વખતે સફાળું જાગી ગયું છે. સાબરકાંઠામાં આરોગ્યની ટીમે સર્વે કામગીરી હાથ ધરી દીધી છે. સર્વે દરમિયાન અરવલ્લીમાં આ શંકાસ્પદ વાઇરસના લીધે 2 દર્દીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું, તો બીજી તરફ ભિલોડાના કંથારિયા વિસ્તારમાં આરોગ્ય ટીમે દ્વારા કરવામાં આવેલા સર્વેમાં હાલમાં 2 દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.