ગીરના સાવજ: કોણ કહે છે સિંહના ટોળા નથી હોતા? જોવો આ દ્રશ્યો

ગીર જંગલ બોર્ડરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના ધામાસોશિયલ મીડિયામાં સિંહોનો વીડિયો વાયરલ ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં એક સાથે 13 સિંહોનો સમુહએશિયાટિક લાયન એટલે ગીરનું ઘરેણું કહેવામાં આવે છે કે સિંહના ટોળા ના હોય પણ આ તો ફિલ્મી ડાયલોગ છે. જ્યારે ગુજરાતમાં અને તેમાં પણ ગીર પંથક અને ગિરનારના જંગલની આસપાસ વસવાટ કરતાં લોકો જ જાણે છે કે સત્ય શું છે. હકીકતમાં સિંહ એક સામાજિક પ્રાણી છે અને વિશ્વમાં બરબરી લાયન, આફ્રિકન લાયન અને એશિયાટિક લાયન એવી રીતે ત્રણ પ્રકાર હતા. ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના ધામા ગીર જંગલ બોર્ડરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના ધામા જોવા મળ્યા હતા. જેમાં એક સાથે 13 સિંહોનો સમુહ ગ્રામ્ય વિસ્તારોમાં લટાર મારતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વાયરલ વીડિયો ઉના નજીક જશાધારગીરનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એશિયાટિક લાયન એટલે ગીર અને ગુજરાતનું ઘરેણું એશિયાટિક લાયન એટલે આપણા ગીરનું અને ગુજરાતનું ઘરેણું. જ્યારે આફ્રિકન લાયન મસાઇમારા સેરેંગેટીમાં છે. પણ કદમાં સૌથી મોટા દેખાવમાં સૌથી સુંદર અને સ્વભાવના સૌથી હિંસક બરબરી લાયન દુર્ભાગ્યવશ લુપ્ત થઇ ગયા છે. હાલમાં જે બરબરી લાયનની પ્રજાતી છે તે આફ્રિકન અને બરબરી લાયનની DNA મિક્સ કરીને તૈયાર કરવામાં આવેલી પ્રજાતી છે. સિંહને સ્વાહિલી ભાષામાં સિમ્બા કહેવામાં આવે છે. જેને તુર્કી અને મોંગોલિયન ભાષાઓમાં અસલાન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વાત સિંહના સામાજીક જીવનની. એશિયાટીક લાયન એટલે કે આપણા ડાલામથ્થા સાવજ કુટુંબમાં રહે છે. જેમાં એક નર સિંહ ચારથી પાંચ સિંહણ અને બાકીના બચ્ચા હોય છે. રેર કેસમાં કેટલાક પરિવારમાં બે નર સિંહ હોય છે. આફ્રિકન સિંહનું કુટુંબ કમઠાણ મોટું હોય છે. જેમાં એક બે અથવા ચાર નર સિંહ હોય છે. તેમના પરિવારમાં પાંચથી લઇને 15 સિંહણ અને વચ્ચા એમ મળી આફ્રિકન સિંહનું કુટુંબ કમઠાણ 40 સભ્યો સુઘીનું હોઇ શકે છે. સિંહ અને તેના પરિવારની ટેરેટરી એક સિંહ અને તેના પરિવારની ટેરેટરી 18 થી લઇને 22 કિલોમીટર સુધીની હોય છે. નર સિંહનું કામ તેની ટેરેટીર અને પરિવારને પ્રોટેક્ટ કરવાનું હોય છે. સિંહણનું કામ બચ્ચાઓને ઉછેરવાનું અને શિકાર કરવાનું હોય છે. કુટુંબ કમઠાણ સાથે રહેતો નર સિંહ ભાગ્યે જ શિકાર કરે છે. નર સિંહ બાળ જ્યારે 2 થી 3 વર્ષના થાય એટલે કે પુખ્ત ઉમરે પહોંચવા આવે ત્યારે તેને કુટુંબમાંથી બહાર કાઢી મુકવામાં આવે છે અને આગળનું જીવન તેણે પોતાની રીતે ગાળવાનું હોય છે. કુદરતનો એક ક્રૂર મિજાજ એક સિંહની ટેરેટરીમા જ્યારે બીજો નર સિંહ આવી ચડે ત્યારે ઇનફાઇટ થાય છે. અહિંયા કુદરતનો એક ક્રૂર મિજાજ પણ દેખાય છે. બે માંથી એક સિંહ સરેન્ડર કરે અથવા મૃત્યુ પામે ત્યારે ઇનફાઇટ ખતમ થાય છે. જેની ટેરેટરી છે જો એ સિંહ હાર માની લે અથવા ફાટમાં મૃત્યુ પામે તો બહારથી આવેલો સિંહ કુટુંબનો નવો મોભી બને છે અને તે સૌથી પહેલું આગળના સિંહથી જન્મેલા બચ્ચાએને મારી નાખવાનુ કરે છે. અને પછી સિંહણો સાથે સહેવાસ કરી પોતાના બચ્ચા સ્વરૂપે પોતાના વંશને આગળ ધપાવે છે. સિંહ વિશેના કેટલાક રસપ્રદ તથ્યો સિંહનો શિકાર કરવાનો સમય સાંજનો રહે છે; તેમ છતાં રાત્રી દરમિયાન સફળતા વધુ મળે છે. સિંહની ગર્જના લાક્ષણિક હોય છે. ટોળામાં રહેલા પુખ્ત સિંહો વારાફરતી ગર્જે છે. તેમના અવાજની માત્રા 114 ડેસિબલ જેટલી તીવ્ર હોય છે. આથી ગર્જનાનો અવાજ 5 માઈલ દૂર સુધી સંભળાય છે. આવી ગર્જનાનો સમય સૂર્યોદય અને સૂર્યાસ્તનો વધુ હોય છે. સિંહનું સરેરાશ આયુષ્ય 10 થી 15 વર્ષ હોય છે દુનીયામાં લગભગ 2000 વર્ષ પહેલા સિંહોની 10 લાખથી વધુ વસ્તી હતી. સિંહનું સરેરાશ આયુષ્ય લગભગ 10 થી 15 વર્ષ જેટલું હોય છે. સિંહો 25 વર્ષ સુધી જીવી શકે છે, પરંતુ તેઓ કુદરતી રીતે આ ઉંમરે પહોંચતા નથી. સિંહો 32 ફૂટ લાંબે અને અને 12 ફૂટ ઊંચે કૂદી શકે છે. સિંહો લગભગ 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. ઘણા દેશોમાં સિંહને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળ્યો સિંહની ગર્જના 8 કિમી દૂર સુધી સંભળાય છે. સિંહની ગર્જનાનો અવાજ એટલો મોટો છે કે તે લગભગ 1 મીટરના અંતરે 114 ડેસિબલ સુધી પહોંચી શકે છે. સિંહોની આંખોની રેશની ખૂબ તેજ હોય છે, તેઓ અંધારામાં પણ મનુષ્ય કરતાં 6 ગણી સારી રીતે જોઈ શકે છે. સિંહો દિવસના 24 કલાકમાંથી 20 કલાક ઊંઘવામાં વિતાવે છે. ઈરાન, બેલ્જિયમ, યુનાઈટેડ કિંગડમ જેવા ઘણા દેશોમાં સિંહને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળ્યો છે.

ગીરના સાવજ: કોણ કહે છે સિંહના ટોળા નથી હોતા? જોવો આ દ્રશ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગીર જંગલ બોર્ડરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના ધામા
  • સોશિયલ મીડિયામાં સિંહોનો વીડિયો વાયરલ
  • ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં એક સાથે 13 સિંહોનો સમુહ

એશિયાટિક લાયન એટલે ગીરનું ઘરેણું કહેવામાં આવે છે કે સિંહના ટોળા ના હોય પણ આ તો ફિલ્મી ડાયલોગ છે. જ્યારે ગુજરાતમાં અને તેમાં પણ ગીર પંથક અને ગિરનારના જંગલની આસપાસ વસવાટ કરતાં લોકો જ જાણે છે કે સત્ય શું છે. હકીકતમાં સિંહ એક સામાજિક પ્રાણી છે અને વિશ્વમાં બરબરી લાયન, આફ્રિકન લાયન અને એશિયાટિક લાયન એવી રીતે ત્રણ પ્રકાર હતા.

ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના ધામા

ગીર જંગલ બોર્ડરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના ધામા જોવા મળ્યા હતા. જેમાં એક સાથે 13 સિંહોનો સમુહ ગ્રામ્ય વિસ્તારોમાં લટાર મારતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વાયરલ વીડિયો ઉના નજીક જશાધારગીરનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

એશિયાટિક લાયન એટલે ગીર અને ગુજરાતનું ઘરેણું

એશિયાટિક લાયન એટલે આપણા ગીરનું અને ગુજરાતનું ઘરેણું. જ્યારે આફ્રિકન લાયન મસાઇમારા સેરેંગેટીમાં છે. પણ કદમાં સૌથી મોટા દેખાવમાં સૌથી સુંદર અને સ્વભાવના સૌથી હિંસક બરબરી લાયન દુર્ભાગ્યવશ લુપ્ત થઇ ગયા છે. હાલમાં જે બરબરી લાયનની પ્રજાતી છે તે આફ્રિકન અને બરબરી લાયનની DNA મિક્સ કરીને તૈયાર કરવામાં આવેલી પ્રજાતી છે. સિંહને સ્વાહિલી ભાષામાં સિમ્બા કહેવામાં આવે છે. જેને તુર્કી અને મોંગોલિયન ભાષાઓમાં અસલાન તરીકે પણ ઓળખવામાં આવે છે.

હવે વાત સિંહના સામાજીક જીવનની.

એશિયાટીક લાયન એટલે કે આપણા ડાલામથ્થા સાવજ કુટુંબમાં રહે છે. જેમાં એક નર સિંહ ચારથી પાંચ સિંહણ અને બાકીના બચ્ચા હોય છે. રેર કેસમાં કેટલાક પરિવારમાં બે નર સિંહ હોય છે. આફ્રિકન સિંહનું કુટુંબ કમઠાણ મોટું હોય છે. જેમાં એક બે અથવા ચાર નર સિંહ હોય છે. તેમના પરિવારમાં પાંચથી લઇને 15 સિંહણ અને વચ્ચા એમ મળી આફ્રિકન સિંહનું કુટુંબ કમઠાણ 40 સભ્યો સુઘીનું હોઇ શકે છે.

 સિંહ અને તેના પરિવારની ટેરેટરી

એક સિંહ અને તેના પરિવારની ટેરેટરી 18 થી લઇને 22 કિલોમીટર સુધીની હોય છે. નર સિંહનું કામ તેની ટેરેટીર અને પરિવારને પ્રોટેક્ટ કરવાનું હોય છે. સિંહણનું કામ બચ્ચાઓને ઉછેરવાનું અને શિકાર કરવાનું હોય છે. કુટુંબ કમઠાણ સાથે રહેતો નર સિંહ ભાગ્યે જ શિકાર કરે છે. નર સિંહ બાળ જ્યારે 2 થી 3 વર્ષના થાય એટલે કે પુખ્ત ઉમરે પહોંચવા આવે ત્યારે તેને કુટુંબમાંથી બહાર કાઢી મુકવામાં આવે છે અને આગળનું જીવન તેણે પોતાની રીતે ગાળવાનું હોય છે.

કુદરતનો એક ક્રૂર મિજાજ

એક સિંહની ટેરેટરીમા જ્યારે બીજો નર સિંહ આવી ચડે ત્યારે ઇનફાઇટ થાય છે. અહિંયા કુદરતનો એક ક્રૂર મિજાજ પણ દેખાય છે. બે માંથી એક સિંહ સરેન્ડર કરે અથવા મૃત્યુ પામે ત્યારે ઇનફાઇટ ખતમ થાય છે. જેની ટેરેટરી છે જો એ સિંહ હાર માની લે અથવા ફાટમાં મૃત્યુ પામે તો બહારથી આવેલો સિંહ કુટુંબનો નવો મોભી બને છે અને તે સૌથી પહેલું આગળના સિંહથી જન્મેલા બચ્ચાએને મારી નાખવાનુ કરે છે. અને પછી સિંહણો સાથે સહેવાસ કરી પોતાના બચ્ચા સ્વરૂપે પોતાના વંશને આગળ ધપાવે છે.

સિંહ વિશેના કેટલાક રસપ્રદ તથ્યો

સિંહનો શિકાર કરવાનો સમય સાંજનો રહે છે; તેમ છતાં રાત્રી દરમિયાન સફળતા વધુ મળે છે. સિંહની ગર્જના લાક્ષણિક હોય છે. ટોળામાં રહેલા પુખ્ત સિંહો વારાફરતી ગર્જે છે. તેમના અવાજની માત્રા 114 ડેસિબલ જેટલી તીવ્ર હોય છે. આથી ગર્જનાનો અવાજ 5 માઈલ દૂર સુધી સંભળાય છે. આવી ગર્જનાનો સમય સૂર્યોદય અને સૂર્યાસ્તનો વધુ હોય છે.

સિંહનું સરેરાશ આયુષ્ય 10 થી 15 વર્ષ હોય છે

દુનીયામાં લગભગ 2000 વર્ષ પહેલા સિંહોની 10 લાખથી વધુ વસ્તી હતી. સિંહનું સરેરાશ આયુષ્ય લગભગ 10 થી 15 વર્ષ જેટલું હોય છે. સિંહો 25 વર્ષ સુધી જીવી શકે છે, પરંતુ તેઓ કુદરતી રીતે આ ઉંમરે પહોંચતા નથી. સિંહો 32 ફૂટ લાંબે અને અને 12 ફૂટ ઊંચે કૂદી શકે છે. સિંહો લગભગ 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

ઘણા દેશોમાં સિંહને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળ્યો

સિંહની ગર્જના 8 કિમી દૂર સુધી સંભળાય છે. સિંહની ગર્જનાનો અવાજ એટલો મોટો છે કે તે લગભગ 1 મીટરના અંતરે 114 ડેસિબલ સુધી પહોંચી શકે છે. સિંહોની આંખોની રેશની ખૂબ તેજ હોય છે, તેઓ અંધારામાં પણ મનુષ્ય કરતાં 6 ગણી સારી રીતે જોઈ શકે છે. સિંહો દિવસના 24 કલાકમાંથી 20 કલાક ઊંઘવામાં વિતાવે છે. ઈરાન, બેલ્જિયમ, યુનાઈટેડ કિંગડમ જેવા ઘણા દેશોમાં સિંહને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળ્યો છે.