Gujarat News: નોન કેટેગરીમાં આવતા એકપણ મંત્રીને કાફલો નહીં મળે : ગુજરાત સરકારનો નિર્ણય

May 13, 2026 - 12:00
Gujarat News: નોન કેટેગરીમાં આવતા એકપણ મંત્રીને કાફલો નહીં મળે : ગુજરાત સરકારનો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડાપ્રધાન મોદીએ પેટ્રોલ અને ડીઝલના ઉપયોગ પર કાપ મુકવા માટે અપીલ કરી છે. વડાપ્રધાનની આ અપીલને લઈને ગુજરાતમાં અમલ પણ શરૂ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાના કાફલાનો ઉપયોગ નહીં કરે. તેઓ બસ કે ટ્રેનમાં મુસાફરી કરશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના કાફલામાંથી ચાર ગાડીઓ હટાવવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ગુજરાત સરકારે અન્ય તમામ મંત્રીઓના કાફલાને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં નોન કેટેગરીમાં આવતા મંત્રીઓને કાફલો નહીં મળે.

રાજ્યના એક પણ મંત્રીને નહી મળે કોન્વોય

ગુજરાત રાજ્ય સરકારે વહીવટી પ્રોટોકોલમાં મોટો ફેરફાર કરતા નિર્ણય લીધો છે કે હવે રાજ્યના એક પણ મંત્રીને સત્તાવાર રીતે 'કોન્વોય' (કાફલો) આપવામાં આવશે નહીં. નવા નિયમ મુજબ, માત્ર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જ કોન્વોય કેટેગરી ધરાવે છે, જ્યારે અન્ય તમામ મંત્રીઓને 'નોન-કેટેગરી'માં મૂકવામાં આવ્યા છે. આ નિર્ણયને પગલે હવે મંત્રીઓના પ્રવાસ દરમિયાન જોવા મળતી ગાડીઓની લાંબી કતારો અને સુરક્ષા કાફલો જોવા મળશે નહીં. સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓ ઘટાડવા અને સાદગી અપનાવવાના હેતુથી સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ અને કડક પગલું લેવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કાફલો ઘટાડ્યો

વડાપ્રધાને કરેલી પેટ્રોલ અને ડીઝલ બચાવવાની અપીલનો ગુજરાતમાં અમલ શરૂ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હવે પોતાના કાફલાનો ઉપયોગ નહીં કરે. તેઓ બસ કે ટ્રેનમાં જ મુસાફરી કરશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાંથી ચાર ગાડી હટાવવાનો નિર્ણય લીધો છે. હવે મુખ્યમંત્રીના કાફલામાં માત્ર ત્રણ જ ગાડીઓ રહેશે. આ ઉપરાંત તેઓ જે તે જિલ્લાના પ્રવાસ દરમિયાન સ્થાનિક કક્ષાએથી મળતા કાફલાને પણ નહીં સ્વીકારે. આજે સવારે તેમણે પોતાના નિવાસ સ્થાનેથી નિકળતા જ આ નિર્ણયનો અમલ શરૂ કર્યો છે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો છે. તેઓ પોતાના કાફલામાં પણ ત્રણ કાર રાખશે.

આ પણ વાંચોઃ Kutchના નલિયામાં પેટ્રોલ-ડીઝલ માટે હાડમારી, હાઈવે સુધી વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિકજામ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0