Gujarat Monsoon : રાજયમાં અત્યાર સુધી સિઝનનો 6.29% વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાકમાં રાજયમાં 27 જીલ્લામાં વરસાદ છેલ્લા 24 કલાકમાં રાજયમાં 84 તાલુકામાં વરસાદ સૌથી વધુ મોરબીના ટંકારામાં સાડા ચાર ઈંચ વરસાદ રાજયમાં અત્યારસુધી સિઝનનો 6.29 ટકા વરસાદ નોંધાયો છે.ચાર તાલુકામાં 3 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.3 તાલુકામાં 2 ઈંચ સુધી વરસાદ તો 13 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ,63 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. હળવદના બે વિસ્તારમાં વિજળી પડતા યુવાન-ભેંસનું મોત હળવદ તાલુકાના બે ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પડી હતી. જેમાં જોગડ નજીક આવેલા શક્તિપરા વિસ્તારમાં વાડીએ વીજળી પડતા અનિલ અર્જુનભાઈ નાયક ઉંમર વર્ષ 22 નામના શ્રમિકનું મોત નિપજ્યું હતું. અને વધુમાં મળેલ માહિતી મુજબ મૃતક અનિલભાઈ નાયકના થોડા દિવસો પહેલા જ પ્રેમ લગ્ન થયા હતા અને આવી જ રીતે ચિત્રોડી ગામે વીજળી પડતા એક ભેંસનું મોત થયેલ છે. શું કહે છે હવામાન વિભાગની આગાહી અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માછીમારો માટે ચેતવણી આપતા જણાવ્યુ છે કે, આજે ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવો. દરિયાકાંઠે 35થી 45 પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. અહીં મહત્તમ પવન 55 કિમીની ઝડપ સુધીનો ફૂંકાઇ શકે છે.આ સાથે તેમણે ગુજરાતમાં ચોમાસા અંગે જણાવ્યુ છે કે, સેન્ટ્રલ ગુજરાત પર સર્ક્યુલેશ સિસ્ટમ બનેલી છે તેના કારણે આજે વરસાદ થવાનો છે. ચોમાસું મુંદ્રાથી મહેસાણા સુધી પહોંચ્યુ છે. ત્રણ ચાર દિવસોમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે તેવી શક્યતા છે. આજે સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં વરસાદની આગાહી બનાસાકાંઠ નવસારી, વલસાડ, દણણ અને દાદરા નગર હવેલી માટે ગાજવીજ આજે ભારે વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ અને દ્વારકામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમા હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. સાત જિલ્લામાં 48 કલાકમાં ભારે વરસાદની સંભાવના નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ સાત જિલ્લાઓમાં ટીમો મોકલી છે, જ્યાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. એનડીઆરએફના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, જરોડ સ્થિત 6ઠ્ઠી બટાલિયન વડોદરાએ ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર, નર્મદા, વલસાડ, રાજકોટ અને કચ્છ જિલ્લામાં એક-એક ટીમ તૈનાત કરી છે. જાણો 28 જૂને કયા કરાઈ વરસાદની આગાહી આવતીકાલે સુરત, નવસારી ,વલસાડ, દમણ,દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો 29 જૂને કયા કરાઈ વરસાદની આગાહી ભરૂચ ,સુરત ,નવસારી ,વલસાડ,તાપી ,દમણ, દાદરાનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો 30 જૂને કયા કરાઈ વરસાદની આગાહી નવસારી ,વલસાડ,દમણ,દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

Gujarat Monsoon : રાજયમાં અત્યાર સુધી સિઝનનો 6.29% વરસાદ નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છેલ્લા 24 કલાકમાં રાજયમાં 27 જીલ્લામાં વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં રાજયમાં 84 તાલુકામાં વરસાદ
  • સૌથી વધુ મોરબીના ટંકારામાં સાડા ચાર ઈંચ વરસાદ

રાજયમાં અત્યારસુધી સિઝનનો 6.29 ટકા વરસાદ નોંધાયો છે.ચાર તાલુકામાં 3 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.3 તાલુકામાં 2 ઈંચ સુધી વરસાદ તો 13 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ,63 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

હળવદના બે વિસ્તારમાં વિજળી પડતા યુવાન-ભેંસનું મોત

હળવદ તાલુકાના બે ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પડી હતી. જેમાં જોગડ નજીક આવેલા શક્તિપરા વિસ્તારમાં વાડીએ વીજળી પડતા અનિલ અર્જુનભાઈ નાયક ઉંમર વર્ષ 22 નામના શ્રમિકનું મોત નિપજ્યું હતું. અને વધુમાં મળેલ માહિતી મુજબ મૃતક અનિલભાઈ નાયકના થોડા દિવસો પહેલા જ પ્રેમ લગ્ન થયા હતા અને આવી જ રીતે ચિત્રોડી ગામે વીજળી પડતા એક ભેંસનું મોત થયેલ છે.

શું કહે છે હવામાન વિભાગની આગાહી

અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માછીમારો માટે ચેતવણી આપતા જણાવ્યુ છે કે, આજે ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવો. દરિયાકાંઠે 35થી 45 પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. અહીં મહત્તમ પવન 55 કિમીની ઝડપ સુધીનો ફૂંકાઇ શકે છે.આ સાથે તેમણે ગુજરાતમાં ચોમાસા અંગે જણાવ્યુ છે કે, સેન્ટ્રલ ગુજરાત પર સર્ક્યુલેશ સિસ્ટમ બનેલી છે તેના કારણે આજે વરસાદ થવાનો છે. ચોમાસું મુંદ્રાથી મહેસાણા સુધી પહોંચ્યુ છે. ત્રણ ચાર દિવસોમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે તેવી શક્યતા છે.

આજે સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં વરસાદની આગાહી

બનાસાકાંઠ નવસારી, વલસાડ, દણણ અને દાદરા નગર હવેલી માટે ગાજવીજ આજે ભારે વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ અને દ્વારકામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમા હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.

સાત જિલ્લામાં 48 કલાકમાં ભારે વરસાદની સંભાવના

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ સાત જિલ્લાઓમાં ટીમો મોકલી છે, જ્યાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. એનડીઆરએફના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, જરોડ સ્થિત 6ઠ્ઠી બટાલિયન વડોદરાએ ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર, નર્મદા, વલસાડ, રાજકોટ અને કચ્છ જિલ્લામાં એક-એક ટીમ તૈનાત કરી છે.

જાણો 28 જૂને કયા કરાઈ વરસાદની આગાહી

આવતીકાલે સુરત, નવસારી ,વલસાડ, દમણ,દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણો 29 જૂને કયા કરાઈ વરસાદની આગાહી

ભરૂચ ,સુરત ,નવસારી ,વલસાડ,તાપી ,દમણ, દાદરાનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણો 30 જૂને કયા કરાઈ વરસાદની આગાહી

નવસારી ,વલસાડ,દમણ,દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.