Gujarat Budget 2025 : બજેટમાં શિક્ષણ વિભાગ માટે 59, 999 કરોડની જોગવાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં આશરે ૩૬% વસ્તી યુવા છે. રાજ્યની આ યુવાશક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ, સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા સતત કાર્યરત છે. સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા ૮૧ લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ માટે ₹૪૮૨૭ કરોડની જોગવાઇ સૂચવું છું.
યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ ૧૦ જિલ્લાઓમાં કુલ ૨૦ સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બાંધવામાં આવશે. જેનો લાભ ૧૩ હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે. “ખેલે તે ખીલે”ના અભિગમ સાથે ગુજરાતના યુવાનો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓ સ્થાપવાનું આયોજન છે. યુવાનોને વિવિધ રમતગમત સ્પર્ધાઓ માટે તૈયાર કરવા ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે. અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને કરાઇ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓને ઉદ્યોગોની માંગ અનુરૂપ ટેકનોલોજી અને અદ્યતન સાધનોથી તાલીમ મળી રહે તે ઉદ્દેશથી આઇ.ટી.આઇ ને અપગ્રેડ કરવા ₹૪૫૦ કરોડની માતબર જોગવાઇ કરું છું. આ આયોજનથી આવનારા પાંચ વર્ષમાં અંદાજિત પાંચ લાખ તાલીમાર્થીઓ તેનો લાભ મેળવશે.
What's Your Reaction?






