Gujarat Budget 2025: ક્લાઈમેટ ચેન્‍જ વિભાગ માટે કુલ રૂપિયા 419 કરોડની જોગવાઈ

Feb 20, 2025 - 16:30
Gujarat Budget 2025: ક્લાઈમેટ ચેન્‍જ વિભાગ માટે કુલ રૂપિયા 419 કરોડની જોગવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

20 ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ રજુ કરવામાં આવ્યું છે, રાજ્ય સરકારના નાણાપ્રધાન કનુ દેસાઈએ 3.70 લાખ કરોડનું રાજ્યનું બજેટ ગુજરાત વિધાનસભામાં રજુ કર્યુ છે, બજેટમાં વિવિધ સેક્ટરોમાં વિકાસ માટે અલગ અલગ રકમની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે ગુજરાત રીન્યુએબલ એનર્જી તથા નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટકાઉ અને આબોહવા પ્રતિરોધક રાજ્ય બનવાની સાથે સાથે વર્ષ 2047માં ઝીરો કાર્બનની દિશામાં લક્ષ્યાંક સિદ્ધ કરવા આગળ વધી રહ્યુ છે.

સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે રૂપિયા 255 કરોડની ફાળવણી

રાજ્યની સરકારી કચેરીઓની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે રૂપિયા 255 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રીન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને રાજ્યમાં કલાઈમેટ ચેન્જ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત કલાઈમેટ ચેન્જ ફંડની સ્થાપના માટે રૂપિયા 25 કરોડની જોગવાઈ કરી છે. આ સિવાય ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે 70 જેટલી સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે રૂપિયા 12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યના નાગરિકોમાં મિશન લાઈફ પ્રવૃત્તિની જાગરૂકતા વધારવા માટે રૂપિયા 33 કરોડની જોગવાઈ

આ સિવાય ટ્રાયબલ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓ તથા સરકારી છાત્રાલયોમાં સોલાર વોટર હિટીંગ સિસ્ટમ બેસાડવા માટેનું પણ આયોજન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ' મંત્રને કેન્દ્રમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વમાં નાગરિકોના 'સમૃદ્ધ જીવન અને સમૃદ્ધ આવક' સાથે ગુજરાત વિકસિત ભારત 2047ના સંકલ્પને પરિપૂર્ણ કરવા વિકસિત ગુજરાત 2047ના રોડ મેપ પર આગળ વધી રહ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0