Gujarat Assembly 2025 : મહેસાણામાં છેલ્લા 2 વર્ષમાં ખેડૂતોને 1777 વીજ-કનેકશન અપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડૂતોને કૃષિવિષયક જોડાણો સત્વરે પુરા પાડવા રાજ્ય સરકારનો નિર્ધાર છે તેવું વિધાનસભા સત્રમાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈનું કહેવું છે,ખેડૂતોને ખેતીવાડી વીજ જોડાણ માટે વીજ લાઇન કે ટ્રાન્સફોર્મરનો કોઈ ખર્ચ લેવાતો નથી તેમજ તમામ ખર્ચના તફાવતના નાણાં સરકાર દ્વારા ફાળવવામાં આવે છે,મહેસાણા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં રૂપિયા ૩૯૦૭ લાખના ખર્ચે ૧૭૭૭ વીજ કનેકશનો અપાયા છે.
વીજ જોડાણ માટે આગવુ ટ્રાન્સફોર્મર આપવામાં આવે છે
આજે વિધાનસભા ખાતે મહેસાણા જિલ્લામાં કૃષિવિષયક વીજ જોડાણ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી એ ઉમેર્યું કે, ખેડૂતોને નવા કૃષિ વિષયક વીજ જોડાણ માટે આગવુ ટ્રાન્સફોર્મર આપવામાં આવે છે. એક નવા કૃષિ વિષયક વીજ જોડાણ માટે વીજ કંપનીને વીજ લાઇન અને ટ્રાન્સફોર્મરની કામગીરી માટે અંદાજિત સરેરાશ રૂ.૧.૭૩ લાખ જેટલો ખર્ચ થાય છે. પરંતુ ખેડૂત પાસેથી વીજ લાઇન કે ટ્રાન્સફોર્મરનો કોઈ ખર્ચ લેવામાં આવતો નથી અને તમામ ખર્ચના તફાવતના નાણાં સરકાર દ્વારા ફાળવવામાં આવે છે.
એનર્જી ડિપોજિટના નાણાં જ ભરવાના રહે
તેમણે ઉમેર્યું કે,સામાન્ય યોજના હેઠળ વીજ જોડાણ માટે ખેડૂત પાસેથી માત્ર સર્વિસ કનેક્શન ચાર્જ અને એનર્જી ડિપોજિટના નાણાં જ લેવામાં આવે છે. જે હેઠળ પાંચ હો.પા.ના વીજ જોડાણ માટે આ યોજના હેઠળ ખેડૂતે રૂ. ૭,૮૫૫ ભરપાઈ કરવાના થાય છે તથા ૧૦ હો.પા.ના વીજ જોડાણ માટે ખેડૂતે રૂ. ૧૪,૧૯૦ ભરપાઈ કરવાના થાય છે. સાગરખેડૂ યોજના હેઠળ પણ આજ રીતે ચાર્જ લેવામાં આવે છે. રાજ્યમાં સામાન્ય યોજના સિવાય ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ ખેતીવાડી વીજ જોડાણ આપવામાં આવે છે.મંત્રીએ અન્ય એક પૂરક પ્રશ્નના પ્રત્યુતરમાં જણાવ્યું કે, રાજ્યના આદિજાતિ વિસ્તારોના ખેડૂતોએ આ યોજના હેઠળ માત્ર એનર્જી ડિપોજિટના નાણાં જ ભરવાના રહે છે. એ જ રીતે રાજ્યના અનુસૂચિત જાતિના ખેડૂતોએ આ યોજના હેઠળ માત્ર એનર્જી ડિપોજિટના નાણાં જ ભરવાના રહે છે.
૫૭ હજારથી વધુ વીજ જોડાણો આપી દેવામાં આવ્યા
મંત્રીએ ઉમેર્યું કે, અગાઉ ખેડૂતોને નવા ખેતીવાડી વીજ જોડાણ માટે ૧૦-૧૫ વર્ષ સુધી રાહ જોવી પડતી હતી પિતાજી એ અરજી કરી હોય તો પુત્રને વીજ જોડાણ મળે તેવી સ્થિતિ હતી પરંતુ હાલમાં રાજ્ય સરકારની પ્રો એકટીવ નીતિના પરિણામે ૩ થી ૬ માસમાં મંજૂરી આપી દેવામાં આવે છે. છેલ્લા દશ વર્ષમાં વર્ષે સરેરાશ ૮૫ હજારથી વધુ નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે.છેલ્લા ત્રણ વર્ષમાં જોઈએ તો વર્ષ ૨૦૨૧-૨૨ માં ૬૨,૯૭૭ વર્ષ ૨૦૨૨-૨૩માં ૭૨,૭૩૪ અને ૨૦૨૩-૨૪માં ૮૩,૯૪૧ નવીન ખેતીવાડી વીજ જોડાણો પુરા પડાયા છે. વર્ષ ૨૦૨૪-૨૫માં જાન્યુઆરી - ૨૦૨૫ની સુધીમાં ૫૭ હજારથી વધુ વીજ જોડાણો આપી દેવામાં આવ્યા છે.
વીજ જોડાણોની ૪૭૭ અરજીઓ પડતર છે
તેમણે ઉમેર્યું કે, તા.૩૧.૧૨.૨૦૨૪ની સ્થિતિએ મહેસાણા જિલ્લામાં ખેતીવાડી વીજ જોડાણોની ૪૭૭ અરજીઓ પડતર છે. જે પૈકી ૩૫૦ અરજીઓ ડિસેમ્બર -૨૦૨૪માં નોંધાયેલ છે અને પડતર છે. જે પૈકી ૨૬૯ અરજીઓમાં બોર/કૂવો બનાવેલ ન હોવાથી આગળ પ્રક્રિયા થઈ શકી નથી જ્યારે ૮૧ અરજીઓમાં સૂક્ષ્મપિયત પધ્ધતિ માટે મંજૂરી હેઠળ હોઈ પડતર છે. ૩૨ અરજીઓમાં અરજદારશ્રી દ્વારા એસ્ટિમેટના નાણાં ભરપાઈ થયેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.૯૫ અરજીઓના નાણાં ઓક્ટોબર-૨૪ અને ત્યારબાદ ભરાયેલ છે અને તેની કામગીરી પ્રગતિમાં છે. જે પૈકી હાલની સ્થિતિએ ૩૬ અરજીઓના કામ બાકી છે જે માર્ચ-૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
એનર્જી ડિપોજિટના તફાવતના નાણાં જ લેવામાં આવ્યા
ખેડૂતોને વીજભાર વધારવા અંગેના પૂરક પ્રશ્નમાં મંત્રી એ કહ્યું કે,જો કોઈ ખેડૂત વીજભારમાં વધારો કરવા માટે અરજી નોધાવે તો નવા ખેતીવાડી વીજ જોડાણ પ્રમાણે જ એસ્ટિમેટ ભરવાનો હોય છે એટલે કે સામાન્ય યોજનાના ખેડૂતે ફિક્સ ચાર્જ તેમજ એનર્જી ડિપોજિટના તફાવતના નાણાં ભરવાના રહે છે. આદિજાતિ વિસ્તારના ખેડૂત અને અનુસૂચિતજાતિના ખેડૂતે માત્ર એનર્જી ડિપોજિટના તફાવતના નાણાં જ ભરવાના રહે છે. બાકીનો ખર્ચ સરકાર ભોગવે છે. વર્ષ ૨૦૨૩માં જાન્યુઆરી-૨૦૨૩ થી ઓગસ્ટ- ૨૦૨૩ના સમયગાળામાં લોડ વધારા માટે ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના જાહેર કરવામાં આવી હતી.આ યોજનામાં ખેડૂતને વધારાના વીજભાર માટે ફિક્સ ચાર્જના તફાવતના નાણાં ભરપાઈ કરવામાંથી મુક્તિ આપવામાં આવેલ અને ખેડૂત પાસેથી માત્ર એનર્જી ડિપોજિટના તફાવતના નાણાં જ લેવામાં આવ્યા છે. આ યોજનાનો ૫૦,૦૮૬ ખેડૂતોએ લાભ લીધો છે જેમાં ફિક્સ ચાર્જમાં રૂ.૪૦ કરોડ જેટલી રકમની રાહત આપવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું
What's Your Reaction?






