Gujaratમાં કલા મહાકુંભ 2024-25 કુલ ચાર વયજૂથમાં યોજવામાં આવશે, વાંચો Inside Story
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,બનાસકાંઠા દ્વારા આ વર્ષે કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન થનાર છે. જેમાં રજીસ્ટ્રેશન (ઓફ લાઈન) ફોર્મ ભરવાની તા. ૦૧/૧૨/૨૦૨૪ થી તા. ૨૦/૧૨/૨૦૨૪ જાહેર કરાઈ છે. ૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકા કક્ષાએથી શરૂ થતી કુલ ૧૪ કૃતિ જેમાં સુગમ સંગીત, સમૂહ ગીત, લગ્નગીત, લોકગીત/ભજન, ગરબા, લોકનૃત્ય, રાસ, એક પાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ(હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ અને સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી કુલ ૦૯ કૃતિ જેમાં સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્ય લેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની) અને ઓરગન તેમજ સીધી પ્રદેશ કક્ષાએથી શરૂ થતી કુલ ૦૭ કૃતિ જેમાં ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન અને વાંસળી આ સાથે સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી કુલ ૦૭ કૃતિ જેમાં પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો વગેરે કૃતિઓ યોજાશે. યોજાશે અનેક સ્પર્ધા આ સ્પર્ધામાં બનાસકાંઠા જિલ્લાના વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોને આથી જણાવવામાં આવે છે કે, તાલુકા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ માટે તાલુકા કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે. જેથી જે તે તાલુકાના કલાકારોએ પોતાનું અરજીફોર્મ જે તે તાલુકાના કન્વીનરશ્રીઓને પહોચાડવાનું રહેશે. કોઈ પણ સ્પર્ધક એક જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, પ્રદેશ કક્ષા અને રાજ્ય કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બનાસકાંઠા જિલ્લા સેવા સદન-૨, S/૨૧, બીજો માળ, પાલનપુર ખાતેથી મેળવીને તારીખ: ૨૦/૧૨/૨૦૨૪ સુધીમાં જમા કરાવવાનું રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,બનાસકાંઠા દ્વારા આ વર્ષે કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન થનાર છે. જેમાં રજીસ્ટ્રેશન (ઓફ લાઈન) ફોર્મ ભરવાની તા. ૦૧/૧૨/૨૦૨૪ થી તા. ૨૦/૧૨/૨૦૨૪ જાહેર કરાઈ છે.
૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ
આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકા કક્ષાએથી શરૂ થતી કુલ ૧૪ કૃતિ જેમાં સુગમ સંગીત, સમૂહ ગીત, લગ્નગીત, લોકગીત/ભજન, ગરબા, લોકનૃત્ય, રાસ, એક પાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ(હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ અને સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી કુલ ૦૯ કૃતિ જેમાં સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્ય લેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની) અને ઓરગન તેમજ સીધી પ્રદેશ કક્ષાએથી શરૂ થતી કુલ ૦૭ કૃતિ જેમાં ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન અને વાંસળી આ સાથે સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી કુલ ૦૭ કૃતિ જેમાં પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો વગેરે કૃતિઓ યોજાશે.
યોજાશે અનેક સ્પર્ધા
આ સ્પર્ધામાં બનાસકાંઠા જિલ્લાના વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોને આથી જણાવવામાં આવે છે કે, તાલુકા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ માટે તાલુકા કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે. જેથી જે તે તાલુકાના કલાકારોએ પોતાનું અરજીફોર્મ જે તે તાલુકાના કન્વીનરશ્રીઓને પહોચાડવાનું રહેશે. કોઈ પણ સ્પર્ધક એક જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, પ્રદેશ કક્ષા અને રાજ્ય કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બનાસકાંઠા જિલ્લા સેવા સદન-૨, S/૨૧, બીજો માળ, પાલનપુર ખાતેથી મેળવીને તારીખ: ૨૦/૧૨/૨૦૨૪ સુધીમાં જમા કરાવવાનું રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.