Gujaratના DGP વિકાસ સહાય આજે થશે નિવૃત, 3 મહિનાનું એક્સટેન્શન મળવાની શક્યતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત રાજ્યના નવા પોલીસ વડાની આજે જાહેરાત થશે અને DGP વિકાસ સહાય આજે થઇ રહ્યાં છે નિવૃત, વિકાસ સહાયને 3 મહિના એક્સટેન્શન મળે તેવી અટકળો ચાલી રહી છે, તો નવા DGP તરીકે જી.એસ.મલિક અને સિનિયોરિટી પ્રમાણે કે.એલ.એન. રાવનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે.
રાજયના ડીજીપી આજે થશે નિવૃત
ગુજરાત રાજયના ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત થઈ રહ્યાં છે, ત્યારે વિકાસ સહાયને એકસટેન્શન આપવાની વાતો પણ ચાલી રહી છે, આમ જોવા જઈએ તો ડીજીપીનો ચાર્જ ઈન્ચાર્જ તરીકે પણ કોઈ અધિકારીને સોપાઈ શકે છે, વિકાસ સહાય પછી સિનિયર અધિકારીની વાત કરીએ તો મનોજ અગ્રવાલનું નામ પણ છે, તો મનોજ અગ્રવાલને પણ ચાર્જ સોંપાઈ શકે છે, કેમકે મનોજ અગ્રવાલ સપ્ટેમ્બર મહિનામાં નિવૃત થઈ રહ્યાં છે, મનોજ અગ્રવાલને 3 મહિના માટે ડીજીપી બનાવી શકાય તેવી વાત પણ સૂત્રો તરફથી મળી રહી છે.
વિકાસ સહાયને 3 મહિનાનું એકસટેન્શન પણ મળી શકે છે
બીજી રીતે વાત કરીએ તો વિકાસ સહાયને 3 મહિનાનું એકસટેન્શન પણ મળી શકે છે, મનોજ અગ્રવાલ અને શમશેરસિંઘ સિનિયર અધિકારી છે, અને શમશેરસિંઘ ડેપ્યુટેશન પર છે અને તેઓ વર્ષ 2026માં નિવૃત થવાના છે, શમશેરસિંઘને નિવૃત થવામાં 9 મહિના જેટલો સમય બાકી છે, એટલે હાલમાં મનોજ અગ્રવાલ અને શમશેરસિંઘનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે, પોલીસ બેડામાં આ બે નામની ચર્ચાએ જોર પકડયું છે, પરંતુ સરકાર કોના નામ પર મહોર મારે છે તે જોવાનું રહ્યું.
What's Your Reaction?






