Morbiના જેતપર રોડ પર બેકાબૂ ડમ્પરે 2 રીક્ષાઓને લીધી અડફેટે, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ થયા વાયરલ

Oct 21, 2025 - 20:00
Morbiના જેતપર રોડ પર બેકાબૂ ડમ્પરે 2 રીક્ષાઓને લીધી અડફેટે, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ થયા વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબીના જેતપર રોડ પર આજે એક બેકાબૂ ડમ્પરના ચાલકે ગંભીર અકસ્માત સર્જીને નાસભાગ મચાવી દીધી હતી. ડમ્પર ચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવીને બે જેટલી સીએનજી રીક્ષાઓને અડફેટે લીધી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ અકસ્માત જેતપર રોડ પર પાવડિયારી પાસે બન્યો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડમ્પર ચાલક બેફિકરાઈથી ડમ્પર ચલાવી રહ્યો હતો અને નિયંત્રણ ગુમાવતા તેણે રસ્તા પર જતી બે રીક્ષાઓને જોરદાર ટક્કર મારી હતી.

જેતપર રોડ પર ડમ્પરચાલકે સર્જ્યો અકસ્માત

ટક્કર એટલી જોરદાર હતી કે રીક્ષાઓને મોટું નુકસાન પહોંચ્યું હતું. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ રીક્ષામાં સવાર મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની શક્યતા છે. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલકે માનવતા નેવે મૂકીને પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકી દીધું હતું અને પોતે ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક રીક્ષાઓમાં સવાર લોકોને મદદ કરી હતી. બીજી તરફ CCTV ફૂટેજ વાયરલ થતાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ડમ્પરચાલક અકસ્માત સર્જી થયો ફરાર

મોરબી પોલીસે આ ફૂટેજના આધારે ફરાર થયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માત બાદ ડમ્પર ચાલકનું ભાગી જવું એ ગંભીર ગુનો છે અને પોલીસ ટૂંક સમયમાં જ તેને ઝડપી પાડશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર ભારે વાહનોના બેફામ ડ્રાઇવિંગ પર અંકુશ મૂકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0