Dahodના વરમખેડા ગામે ઘરકામ દરમિયાન સાપ કરડવાથી 70 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાહોદ જિલ્લાના વરમખેડા ગામમાં આજે એક અત્યંત કરૂણ અને દુઃખદ ઘટના બની છે. જ્યાં સાપ કરડવાને કારણે એક 70 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું છે. આ બનાવથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વરમખેડા ગામના 70 વર્ષીય વૃદ્ધ મહિલા પોતાના ઘરે ઘરકામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ત્યાંથી પસાર થયેલા સાપે તેમને ડંખ માર્યો હતો. સાપ કરડ્યા બાદ મહિલાની તબિયત તુરંત જ લથડવા લાગી હતી.
વરમખેડા ગામની 70 વર્ષની વૃદ્ધ મહિલાનું મોત
પરિવારજનોએ સમય બગાડ્યા વિના મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા મહિલાને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ સાપનું ઝેર શરીરમાં ફેલાઈ જતાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ દુર્ઘટના બાદ ગામના લોકો દ્વારા સાપને પકડી લેવામાં આવ્યો હતો અને તેને કોઈને નુકસાન ન થાય તે રીતે સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો.
સારવાર દરમિયાન વૃદ્ધ મહિલાનું થયું મોત
જોકે વૃદ્ધ મહિલાના મોતના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. ચોમાસા અને તેની આસપાસના સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં સાપ કરડવાના બનાવો વધી જતા હોય છે. ત્યારે સાવધાની રાખવી જરૂરી બની જાય છે.
What's Your Reaction?






