Junagadh શહેરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, યુવકને માર મારીને દુકાનમાં કરી તોડફોડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના મધુરમ બાયપાસ નજીક અસામાજિક તત્વોએ એક યુવકને બેરહેમીથી માર માર્યો હતો અને નજીકની દુકાનમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. મધુરમ બાયપાસ નજીક આવેલા ગિરનાર પાનની દુકાન પાસે કેટલાક અસામાજિક તત્વો એકઠા થયા હતા. તેઓએ કોઈક કારણોસર એક યુવકને પકડીને જાહેર રસ્તા પર જ બેફામ રીતે માર મારવાનું શરૂ કરી દીધું હતું.
મધુરમ બાયપાસ નજીક યુવકને માર્યો માર
આટલું જ નહીં, આ તત્વોએ દુકાનમાં પણ ઘૂસીને તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં આ તત્વોનો આતંક અને તેમની હિંમત સ્પષ્ટપણે જોઈ શકાય છે. દિવસ-રાત લોકોની અવરજવર વાળા વિસ્તારમાં આ રીતે અસામાજિક તત્વોએ આતંક મચાવતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
યુવકને માર મારતાં CCTV આવ્યા સામે
લોકોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે જાહેરમાં આ રીતે હુમલો અને તોડફોડ કરવાની હિંમત અસામાજિક તત્વોને પોલીસના ઢીલા વલણને કારણે જ મળે છે. આ ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજના આધારે આતંક મચાવનાર તત્વોની ઓળખ કરીને તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
What's Your Reaction?






