Ahmedabad:રાજ્યમાં દિવાળીએ માર્ગ અકસ્માતમાં 73%, અને મારામારીના કેસમાં 144 ટકાનો વધારો

Oct 22, 2025 - 03:30
Ahmedabad:રાજ્યમાં દિવાળીએ માર્ગ અકસ્માતમાં 73%, અને મારામારીના કેસમાં 144 ટકાનો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં 20મી ઓક્ટોબરના દિવાળી દરમિયાન માર્ગ અકસ્માતના કેસમાં 73.18 ટકાનો વધારો નોંધાયો છે, સામાન્ય દિવસોમાં રોજના 529 અકસ્માતના કેસ નોંધાય છે જ્યારે દિવાળીના દિવસે 919 કેસમાં જે તે વ્યક્તિને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે ખસેડાયા હતા, બ્રેઈન સ્ટ્રોક, હાર્ટ એટેક, ફિવરને લગતાં કેસમાં ઘટાડો જોવાયો હતો.

ગુજરાતમાં દિવાળીએ વિવિધ પ્રકારની ઈમરજન્સીના 5406 કોલ્સ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને મળ્યા છે, જે સામાન્ય દિવસની સરખામણીએ 12 ટકા જેટલો વધારો દર્શાવે છે, સામાન્ય દિવસોમાં રોજના સરેરાશ 4825 કેસ આવતાં હોય છે જોકે દિવાળીએ 5406 કેસ આવ્યા હતા, આમ ઓવર ઓલ ઈમરજન્સીમાં 12 ટકા જેટલો ઉછાળો છે, જ્યારે મારામારીના કેસમાં 144 ટકાનો વધારો થયો હતો, આ પ્રકારના સૌથી વધુ કેસ દાહોદ, ગાંધીનગર, જામનગર, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ અને સુરત જિલ્લામાં નોંધપાત્ર કેસ છે. મહાનગરોમાં સુરતમાં 83.78 ટકા, રાજકોટમાં 85.68 ટકા માર્ગ અકસ્માત કેસ વધ્યા છે, નાના જિલ્લાઓમાં દાહોદ, પંચમહાલ, કચ્છ, ભાવનગર, આણંદ, ખેડા જિલ્લામાં નોંધપાત્ર કેસ સામે આવ્યા છે, દરેક જિલ્લામાં ઓછોમાં ઓછા 25 કે તેથી વધુ ઈમરજન્સી છે.

અમદાવાદમાં મારામારીના કેસમાં 92 ટકાનો વધારો

અમદાવાદમાં મારામારીના કેસમાં 92 ટકા જેટલો વધારો થયો છે, મારામારીના રોજના 41 કેસ સામે 79 ઈમરજન્સી નોંધાઈ હતી. અમરેલીમાં 213 ટકા, અરવલ્લીમાં 250 ટકા, ભરૂચમાં 127 ટકા, જામનગરમાં 292 ટકા જેટલા વધારે મારામારીના કેસ બન્યા હતા, જેમાં જે તે વ્યક્તિને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0