Gujarat News: દિવાળીના દિવસે રાજ્યમાં આગ લાગવાથી 56 લોકો દાઝ્યા, અકસ્માતની ઘટનાના 108ને 918 કોલ મળ્યા

Oct 21, 2025 - 20:00
Gujarat News: દિવાળીના દિવસે રાજ્યમાં આગ લાગવાથી 56 લોકો દાઝ્યા, અકસ્માતની ઘટનાના 108ને 918 કોલ મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવાર દરમિયાન ઈમરજન્સીના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય છે. આ પ્રકારના બનાવો સામે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવતી હોય છે. ત્યારે અકસ્માત, આગ અને દાઝી જવા જેવી વિવિધ પ્રકારની ઈજાના બનાવો સામે પણ તૈયારીઓ કરવામાં આવતી હોય છે. આ વખતે પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. બીજી તરફ આ વખતની દિવાળી દરમિયાન ઈમરજન્સીના બનાવોમાં વધારો થયો છે.

આગ લાગવાના કોલ ફાયરબ્રિગેડની ટીમને મળ્યા

દિવાળીના દિવસે સમગ્ર રાજ્યમાં દાઝી જવાના કુલ 56 બનાવ સામે આવ્યા હતા. અમદાવાદમાં સૌથી વધારે 17 લોકો દાઝ્યા હતા.108 એમ્બ્યુલન્સને સામાન્ય દિવસો કરતાં 565 વધુ એટલે કે કુલ 5,389 ઇમર્જન્સી કોલ મળ્યા. રોડ અકસ્માતના 916 કોલ અને હવાની ગુણવત્તા ખરાબ થવાથી શ્વાસ લેવામાં તકલીફના 380 કોલ પણ મળ્યા હતા.સૌથી વધારે કચરા અને મકાનમાં આગ લાગવાના કોલ ફાયરબ્રિગેડની ટીમને મળ્યા હતા.

આખા દિવસમાં દાઝી જવાના 58 કોલ મળ્યા

108 એમ્બ્યુલન્સને દિવાળીના દિવસે આખા દિવસમાં દાઝી જવાના 58 કોલ મળ્યા હતાં. જેમાં અમદાવાદમાં 17, સુરતમાં 8, જામનગરમાં 5 અને નવસારીમાં 4 કોલ મળ્યા હતા. બાકીનાં શહેરોમાં 1થી 2 કોલ મળ્યા હતા. દિવાળીના દિવસે 108 એમ્બ્યુલન્સને 5,389 જેટલા કોલ ઈમર્જન્સીના મળ્યા હતા.સામાન્ય દિવસોમાં 5199 જેટલા કોલ મળતા હોય છે, જોકે દિવાળીના દિવસે 565 જેટલા વધુ કોલ મળ્યા હતા. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0