Guajarat assembly by-election: કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ અર્જુન મોઢવાડિયાની ભવ્ય જીત

વિધાનસભા પેટાચૂંટણી્માં અર્જુન મોઢવાડિયાની 1.17 લાખ મતથી જીત કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાની થઈ હાર વિધાનસભાની પેટાચૂંટણીમાં 58 ટકા મતદાન નોંધાયું હતુંપોરબંદર વિધાનસભાની પેટાચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાની જીત થઈ છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા પોરબંદર વિધાનસભા બેઠક પર 1 લાખ 17 હજાર મતથી જીત મેળવી છે. પોરબંદર વિધાનસભા બેઠક પર 7 મેના રોજ ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું હતું. પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાએ મોટા માર્જિનથી કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને હરાવ્યા છે. પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 1,31,852 મત મળ્યા છે તો કોંગ્રસ ઉમેદવાર રાજુ ઓડેદરાને 16,094 મત મળ્યાં છે. અર્જુન મોઢવાડિયાની 1 લાખ 17 હજાર મતોની લીડથી ભવ્ય જીત થઈ છે. 5 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી ગુજરાત વિધાનસભા- 2024ની ચૂંટણીમાં 25 લોકસભા બેઠકોની સાથે-સાથે વિધાનસભની 5 બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. આ પાંચ વિધાનસભા બેઠકમાં પોરબંદર, વાઘોડિયા, માણાવદર, ખંભાત અને વીજાપુરનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ચાર કોંગ્રેસમાંથી આવેલા અને એક અપક્ષમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યો ચૂંટણી લડ્યા હતાં. આ પાંચેય બેઠકની આજે મતગણતરી પ્રક્રિયા યોજાઈ રહી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાને ભાજપ દ્વારા પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી હતી. કોણ છે અર્જુનભાઈ મોઢવાડિયા અર્જુનભાઈ વિદ્યાર્થીકાળથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને 40 વર્ષની તેમની આ આખી રાજકીય યાત્રા સંઘર્ષો અને પડકારોથી ભરપૂર હતી. 2002માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા એ સાથે જ તેમને વિધાનસભામાં દંડકની જવાબદારી સોંપવામાં આવી હતી. અમરસિંહ ચૌધરીએ સમયે વિરોધપક્ષના નેતા હતા. 2004માં તેમનું નિધન થતાં અર્જુનભાઈને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા. ધારાસભ્ય તરીકે આ તેમની પહેલી ટર્મ હતી અને સામે નરેન્દ્ર મોદી જેવા મુખ્યમંત્રી હતા. પણ નવા ધારાસભ્ય બનેલા અર્જુનભાઈએ વિપક્ષના નેતાની ભૂમિકા બખૂબી નિભાવી હતી. 2007માં તેમને પ્રમુખપદની જવાબદારી સોંપવામાં આવી. અર્જુનભાઈ મોઢવાડિયા 2007માં ફરી પોરબંદર વિધાનસભા બેઠક પર ફરી ધારાસભ્ય બન્યા હતા. ત્યાર બાદ 2012 અને 2017માં ભાજપના બાબભાઈ બોખરિયાએ અર્જુનભાઈ મોઢવાડિયાને હરાવ્યા હતા. 2012 અને 2017માં સતત બે વખત ચૂંટણી હાર્યા છતાં કોંગ્રેસ દ્વારા ફરી ટિકિટ આપવામાં આવાતા 2022માં અર્જુનભાઈ મોઢવાડિયા ત્રીજી વખત પોરબંદરના ધારાસભ્ય બન્યા હતા. ત્યાર બાદ 2024માં અર્જુનભાઈ મોઢવાડિયાએ 40 વર્ષ સુધી જે પક્ષને જીવન સમર્પિત કર્યુ તે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા અર્જુનભાઈએ રામમંદિર અંગે કોંગ્રેસના વલણનું કારણ આપી ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. પોરબંદર વિધાનસભાનો ઈતિહાસપોરબંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા થોડા સમય પહેલાં જ ભાજપમાં જોડાયા હતા અને તેમને ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યા. પોરબંદરની બેઠક પર મેર, લોહાણા અને બ્રાહ્મણ જ્ઞાતિનું વધુ મહત્ત્વ છે. અહીં છેલ્લી સાત ચૂંટણીમાંથી ચાર વખત ભાજપના બાબુ બોખીરિયા ચૂંટાતા આવ્યા છે અને ત્રણ વખતથી કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા ચૂંટાયા છે. પોરબંદર વિધાનસભા સીટ પર 2022માં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાને 82056 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર બાબુ બોખરિયાને 73875 મત મળ્યા. પોરબંદર વિધાસભાની પેટાચૂટણી અને પોરબંદર લોકસભા સીટ પર 7 મેના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણીમાં 58 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે પોરબંદર લોકસભા સીટ પર 51.76 ટકા મતદાન નોંધાયું હતું. 2022 વિધાસભા ચૂંટણીમાં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાનો 8181 મતથી વિજય થયો હતો.

Guajarat assembly by-election: કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ અર્જુન મોઢવાડિયાની ભવ્ય જીત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિધાનસભા પેટાચૂંટણી્માં અર્જુન મોઢવાડિયાની 1.17 લાખ મતથી જીત
  • કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાની થઈ હાર
  • વિધાનસભાની પેટાચૂંટણીમાં 58 ટકા મતદાન નોંધાયું હતું

પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાની જીત થઈ છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા પોરબંદર વિધાનસભા બેઠક પર 1 લાખ 17 હજાર મતથી જીત મેળવી છે. પોરબંદર વિધાનસભા બેઠક પર 7 મેના રોજ ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું હતું. પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાએ મોટા માર્જિનથી કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને હરાવ્યા છે. પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 1,31,852 મત મળ્યા છે તો કોંગ્રસ ઉમેદવાર રાજુ ઓડેદરાને 16,094 મત મળ્યાં છે. અર્જુન મોઢવાડિયાની 1 લાખ 17 હજાર મતોની લીડથી ભવ્ય જીત થઈ છે. 

5 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી

ગુજરાત વિધાનસભા- 2024ની ચૂંટણીમાં 25 લોકસભા બેઠકોની સાથે-સાથે વિધાનસભની 5 બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. આ પાંચ વિધાનસભા બેઠકમાં પોરબંદર, વાઘોડિયા, માણાવદર, ખંભાત અને વીજાપુરનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ચાર કોંગ્રેસમાંથી આવેલા અને એક અપક્ષમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યો ચૂંટણી લડ્યા હતાં. આ પાંચેય બેઠકની આજે મતગણતરી પ્રક્રિયા યોજાઈ રહી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાને ભાજપ દ્વારા પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી હતી.

કોણ છે અર્જુનભાઈ મોઢવાડિયા

અર્જુનભાઈ વિદ્યાર્થીકાળથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને 40 વર્ષની તેમની આ આખી રાજકીય યાત્રા સંઘર્ષો અને પડકારોથી ભરપૂર હતી. 2002માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા એ સાથે જ તેમને વિધાનસભામાં દંડકની જવાબદારી સોંપવામાં આવી હતી. અમરસિંહ ચૌધરીએ સમયે વિરોધપક્ષના નેતા હતા. 2004માં તેમનું નિધન થતાં અર્જુનભાઈને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા. ધારાસભ્ય તરીકે આ તેમની પહેલી ટર્મ હતી અને સામે નરેન્દ્ર મોદી જેવા મુખ્યમંત્રી હતા. પણ નવા ધારાસભ્ય બનેલા અર્જુનભાઈએ વિપક્ષના નેતાની ભૂમિકા બખૂબી નિભાવી હતી. 2007માં તેમને પ્રમુખપદની જવાબદારી સોંપવામાં આવી. અર્જુનભાઈ મોઢવાડિયા 2007માં ફરી પોરબંદર વિધાનસભા બેઠક પર ફરી ધારાસભ્ય બન્યા હતા. ત્યાર બાદ 2012 અને 2017માં ભાજપના બાબભાઈ બોખરિયાએ અર્જુનભાઈ મોઢવાડિયાને હરાવ્યા હતા. 2012 અને 2017માં સતત બે વખત ચૂંટણી હાર્યા છતાં કોંગ્રેસ દ્વારા ફરી ટિકિટ આપવામાં આવાતા 2022માં અર્જુનભાઈ મોઢવાડિયા ત્રીજી વખત પોરબંદરના ધારાસભ્ય બન્યા હતા. ત્યાર બાદ 2024માં અર્જુનભાઈ મોઢવાડિયાએ 40 વર્ષ સુધી જે પક્ષને જીવન સમર્પિત કર્યુ તે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા અર્જુનભાઈએ રામમંદિર અંગે કોંગ્રેસના વલણનું કારણ આપી ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો.

પોરબંદર વિધાનસભાનો ઈતિહાસ

પોરબંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા થોડા સમય પહેલાં જ ભાજપમાં જોડાયા હતા અને તેમને ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યા. પોરબંદરની બેઠક પર મેર, લોહાણા અને બ્રાહ્મણ જ્ઞાતિનું વધુ મહત્ત્વ છે. અહીં છેલ્લી સાત ચૂંટણીમાંથી ચાર વખત ભાજપના બાબુ બોખીરિયા ચૂંટાતા આવ્યા છે અને ત્રણ વખતથી કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા ચૂંટાયા છે. પોરબંદર વિધાનસભા સીટ પર 2022માં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાને 82056 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર બાબુ બોખરિયાને 73875 મત મળ્યા.

પોરબંદર વિધાસભાની પેટાચૂટણી અને પોરબંદર લોકસભા સીટ પર 7 મેના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણીમાં 58 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે પોરબંદર લોકસભા સીટ પર 51.76 ટકા મતદાન નોંધાયું હતું. 2022 વિધાસભા ચૂંટણીમાં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાનો 8181 મતથી વિજય થયો હતો.