Gondal: ભુણાવામાં બે જુથ વચ્ચે ધીંગાણું, 6 લોકો ગંભીર રીતે ઘાયલ

ગોંડલ તાલુકાનાં ભુણાવામાં બે જુથ વચ્ચે મારામારીની ઘટના બની હતી. ધંધાકીય બાબતે ચાલતી માથાકૂટમાં અગાઉ થયેલી મારામારીની ફરિયાદનો ખાર રાખીને ફરી બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું. જૂની અદાવતમાં બન્ને જૂથ વચ્ચે થયેલી મારામારીની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.ગોંડલ તાલુકાના ભુણાવા ગામે ધંધાકીય બાબતે ચાલતી માથાકૂટમાં અગાઉ થયેલી મારામારીની ફરિયાદનો ખાર રાખી ફરી બે જૂથ વચ્ચે ધોકા, પાઇપ અને છરી વડે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષના 6 લોકો ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે તાલુકા પોલીસે સામસામી 15 શખ્સો સામે મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગોંડલ તાલુકાના ભુણાવા ગામે રહેતા વિજયસિંહ બચુભા જાડેજાએ ભુણાવા ગામના સિધ્ધરાજસિંહ નિરુભા જાડેજા, નરેન્દ્રસિંહ નીરુભા જાડેજા, ભરતસિંહ બચુભા જાડેજા, રુદ્રરાજસિંહ સંજયસિંહ જાડેજા, લખીરાજસિંહ જગુભા જાડેજા, યશપાલસિંહ સિધ્ધરાજસિંહ જાડેજા, અજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને મંગાભાઈ ચાવડાએ ધોકા અને પાઇપ વડે માર માર્યા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Gondal: ભુણાવામાં બે જુથ વચ્ચે ધીંગાણું, 6 લોકો ગંભીર રીતે ઘાયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગોંડલ તાલુકાનાં ભુણાવામાં બે જુથ વચ્ચે મારામારીની ઘટના બની હતી. ધંધાકીય બાબતે ચાલતી માથાકૂટમાં અગાઉ થયેલી મારામારીની ફરિયાદનો ખાર રાખીને ફરી બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું. જૂની અદાવતમાં બન્ને જૂથ વચ્ચે થયેલી મારામારીની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

ગોંડલ તાલુકાના ભુણાવા ગામે ધંધાકીય બાબતે ચાલતી માથાકૂટમાં અગાઉ થયેલી મારામારીની ફરિયાદનો ખાર રાખી ફરી બે જૂથ વચ્ચે ધોકા, પાઇપ અને છરી વડે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષના 6 લોકો ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે તાલુકા પોલીસે સામસામી 15 શખ્સો સામે મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ગોંડલ તાલુકાના ભુણાવા ગામે રહેતા વિજયસિંહ બચુભા જાડેજાએ ભુણાવા ગામના સિધ્ધરાજસિંહ નિરુભા જાડેજા, નરેન્દ્રસિંહ નીરુભા જાડેજા, ભરતસિંહ બચુભા જાડેજા, રુદ્રરાજસિંહ સંજયસિંહ જાડેજા, લખીરાજસિંહ જગુભા જાડેજા, યશપાલસિંહ સિધ્ધરાજસિંહ જાડેજા, અજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને મંગાભાઈ ચાવડાએ ધોકા અને પાઇપ વડે માર માર્યા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.