Gold-Silver Prices: સોના અને ચાંદીની ચમક વધી...જાણો અમદાવાદ-રાજકોટ-સુરત સહિતના શહેરોના લેટેસ્ટ રેટ

Nov 30, 2024 - 09:31
Gold-Silver Prices: સોના અને ચાંદીની ચમક વધી...જાણો અમદાવાદ-રાજકોટ-સુરત સહિતના શહેરોના લેટેસ્ટ રેટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવી દિલ્હીથી ન્યુયોર્ક સુધી સોનાના ભાવમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે નવી દિલ્હીમાં સોનાના ભાવમાં 700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ ચાંદીના ભાવમાં 1300 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ ન્યુયોર્કના કોમેક્સ માર્કેટમાં સોનામાં 16.20 ડોલર પ્રતિ ઔંસનો વધારો જોવા મળ્યો હતો. દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાની કિંમતમાં રૂ. 572નો વધારો જોવા મળ્યો છે. 

આજે આપણે તારીખ 30 નવેમ્બરના રોજ ભારતના અન્ય શહેરમાં સોનાનો શું ભાવ છે તેના વિશે જાણીશું. તમેં પણ આ સ્ટોરીમાં તમારા શહેરના ભાવ વિશે જાણી લો. ભારતમાં આજે સોનાની કિંમત 22 કેરેટના ભાવ રુપિયા 71,610 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 78,120 પ્રતિ 10 ગ્રામ છે.

  • અમદાવાદમાં સોનાનો ભાવ: 22 કેરેટ સોનાનો રુપિયા 71,660 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 78,170 પ્રતિ 10 ગ્રામ છે.
  • વડોદરામાં સોનાનો ભાવ: 22 કેરેટ સોનાનો રુપિયા 71,660 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 78,170 પ્રતિ 10 ગ્રામ છે.
  • સુરતમાં સોનાનો ભાવ: 22 કેરેટ સોનાનો રુપિયા 71,660 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 78,170 પ્રતિ 10 ગ્રામ છે.
  • રાજકોટમાં સોનાનો ભાવ: 22 કેરેટ સોનાનો રુપિયા 71,660 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 78,170 પ્રતિ 10 ગ્રામ છે.
  • મુંબઈમાં સોનાનો ભાવ: 22 કેરેટ સોના માટે રુપિયા 71,610 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 78,120 પ્રતિ 10 ગ્રામ છે.
  • દિલ્હીમાં સોનાનો ભાવ: 22 કેરેટ સોના માટે રુપિયા 71,770 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 78,270 પ્રતિ 10 ગ્રામ છે.
  • બેંગલુરુમાં સોનાનો ભાવ: 22 કેરેટ સોના માટે રુપિયા 71,610 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 78,120 પ્રતિ 10 ગ્રામ છે.
  • હૈદરાબાદમાં સોનાનો ભાવ: 22 કેરેટ સોના માટે રુપિયા 71,610 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 78,120 પ્રતિ 10 ગ્રામ છે.

સોના અને ચાંદીના ભાવ ઘણા પરિબળોથી પ્રભાવિત થાય છે, તેમાંના મુખ્ય જ્વેલર્સના ઇનપુટ છે. સોનાની વૈશ્વિક માંગ, ચલણમાં ભિન્નતા, વ્યાજ દરો અને સરકારી નીતિઓ જેવા તત્વો ભાવમાં ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત, વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ અને અન્ય કરન્સી સામે યુએસ ડૉલરની મજબૂતાઈ જેવા આંતરરાષ્ટ્રીય પરિબળો પણ ભારતીય બજારમાં સોનાના દરને પ્રભાવિત કરે છે.

મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0