Godhra: યુવાનને જાહેરમાં રિલ માટે વીડિયો બનાવવો ભારે પડ્યો

જાહેર સ્થળોએ વીડિયો બનાવતા પહેલાં ચેતજો ગોધરામાં વીડિયો બનાવતા યુવક સામે કાર્યવાહી યુવક ઈન્સ્ટાગ્રામ માટે બનાવતો હતો વીડિયો જાહેર સ્થળોએ વીડિયો બનાવતા પહેલા ચેતજો. જેમાં ગોધરામાં વીડિયો બનાવતા યુવક સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં યુવક ઈન્સ્ટાગ્રામ માટે વીડિયો બનાવતો હતો. ગોધરા પોલીસે યુવક સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં જાહેર સ્થળો અને માર્ગ ઉપર મોબાઈલમાં રીલ્સ બનાવતાં શોખીનો માટે લાલબત્તી સમાન સમાચાર છે. ગોધરાનો યુવક ઈન્સ્ટાગ્રામ માટે વીડિયો બનાવતો હતો ગોધરામાં બસ સ્ટેન્ડ, અટલ ગાર્ડન સહિતના સ્થળોએ ગોધરાનો યુવક ઈન્સ્ટાગ્રામ માટે વીડિયો બનાવતો હતો. જેમાં ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ દ્વારા જાહેર સ્થળોએ કોઈપણ પરવાનગી વિના અન્યને ખલેલ પહોંચે એ પ્રકારે વીડીયો બનાવતા આ યુવક સામે જીપી એક્ટ મુજબ એનસી ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ યુવક રિલ્સ બનાવી વધુ વ્યુ મળે અને આવક થાય એવા આશયથી રિલ્સ બનાવતો હોવાનું પોલીસને જણાવ્યું છે. મહિલા પોલીસે યુનિફોર્મમાં ફરજ પર હોય ત્યારે વીડિયો બનાવતી ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં એક પીઆરડી મહિલા પોલીસે યુનિફોર્મમાં ફરજ પર હોય ત્યારે વીડિયો બનાવતી હતી. મામલો બહાર આવ્યા બાદ ઉત્તરાખંડ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અભિનવ કુમારની સૂચના બાદ પોલીસ વિભાગ દ્વારા ઈન્ટરનેટ મીડિયા પોલિસી તૈયાર કરાઈ છે. તે પ્રમાણે વિભાગના તમામ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા પર મર્યાદા નક્કી કરાઈ છે. આ પોલિસી હેઠળ 41 પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકાયો છે. હવે પોલીસ વિભાગના કર્મચારીઓ યુનિફોર્મમાં ઓફિસમાં કે સરકારી વાહનો સાથે પોતાના ફોટા અને રીલ બનાવી શકશે નહીં. પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે હવે અમે આ વીડિયો જોયા બાદ આગળની કાર્યવાહી કરીશું ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લાના કિચ્છા કોતવાલી ખાતે પોસ્ટ કરાયેલાં પીઆરડી મહિલા પોલીસે ઘણાં સરકારી આદેશોનો ભંગ કર્યો છે. તેઓ ડ્યુટી પર હોય ત્યારે યુનિફોર્મમાં ફોટો અને વીડિયો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરે છે. તેમના ઘણાં ફોલોઅર્સ પણ છે. તેઓ પોતાના ચાહકોને ગિફ્ટ પણ આપે છે અને તેના પણ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરે છે. તેઓ સોશિયલ મીડિયામાં તેમના ચાહકોને પોતાની ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા અને તેને ફોલો કરવાની અપીલ પણ કરે છે. આ અંગે પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે હવે અમે આ વીડિયો જોયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરીશું.

Godhra: યુવાનને જાહેરમાં રિલ માટે વીડિયો બનાવવો ભારે પડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જાહેર સ્થળોએ વીડિયો બનાવતા પહેલાં ચેતજો
  • ગોધરામાં વીડિયો બનાવતા યુવક સામે કાર્યવાહી
  • યુવક ઈન્સ્ટાગ્રામ માટે બનાવતો હતો વીડિયો

જાહેર સ્થળોએ વીડિયો બનાવતા પહેલા ચેતજો. જેમાં ગોધરામાં વીડિયો બનાવતા યુવક સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં યુવક ઈન્સ્ટાગ્રામ માટે વીડિયો બનાવતો હતો. ગોધરા પોલીસે યુવક સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં જાહેર સ્થળો અને માર્ગ ઉપર મોબાઈલમાં રીલ્સ બનાવતાં શોખીનો માટે લાલબત્તી સમાન સમાચાર છે.

ગોધરાનો યુવક ઈન્સ્ટાગ્રામ માટે વીડિયો બનાવતો હતો

ગોધરામાં બસ સ્ટેન્ડ, અટલ ગાર્ડન સહિતના સ્થળોએ ગોધરાનો યુવક ઈન્સ્ટાગ્રામ માટે વીડિયો બનાવતો હતો. જેમાં ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ દ્વારા જાહેર સ્થળોએ કોઈપણ પરવાનગી વિના અન્યને ખલેલ પહોંચે એ પ્રકારે વીડીયો બનાવતા આ યુવક સામે જીપી એક્ટ મુજબ એનસી ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ યુવક રિલ્સ બનાવી વધુ વ્યુ મળે અને આવક થાય એવા આશયથી રિલ્સ બનાવતો હોવાનું પોલીસને જણાવ્યું છે.

મહિલા પોલીસે યુનિફોર્મમાં ફરજ પર હોય ત્યારે વીડિયો બનાવતી

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં એક પીઆરડી મહિલા પોલીસે યુનિફોર્મમાં ફરજ પર હોય ત્યારે વીડિયો બનાવતી હતી. મામલો બહાર આવ્યા બાદ ઉત્તરાખંડ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અભિનવ કુમારની સૂચના બાદ પોલીસ વિભાગ દ્વારા ઈન્ટરનેટ મીડિયા પોલિસી તૈયાર કરાઈ છે. તે પ્રમાણે વિભાગના તમામ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા પર મર્યાદા નક્કી કરાઈ છે. આ પોલિસી હેઠળ 41 પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકાયો છે. હવે પોલીસ વિભાગના કર્મચારીઓ યુનિફોર્મમાં ઓફિસમાં કે સરકારી વાહનો સાથે પોતાના ફોટા અને રીલ બનાવી શકશે નહીં.

પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે હવે અમે આ વીડિયો જોયા બાદ આગળની કાર્યવાહી કરીશું

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લાના કિચ્છા કોતવાલી ખાતે પોસ્ટ કરાયેલાં પીઆરડી મહિલા પોલીસે ઘણાં સરકારી આદેશોનો ભંગ કર્યો છે. તેઓ ડ્યુટી પર હોય ત્યારે યુનિફોર્મમાં ફોટો અને વીડિયો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરે છે. તેમના ઘણાં ફોલોઅર્સ પણ છે. તેઓ પોતાના ચાહકોને ગિફ્ટ પણ આપે છે અને તેના પણ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરે છે. તેઓ સોશિયલ મીડિયામાં તેમના ચાહકોને પોતાની ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા અને તેને ફોલો કરવાની અપીલ પણ કરે છે. આ અંગે પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે હવે અમે આ વીડિયો જોયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરીશું.