Dabhoiની આંગણવાડીમાં બાળકોને નમાઝ પઢાવતા વિવાદ વકર્યો

યાત્રાધામ કરનાળીના આંગણવાડીના ફોટા વાયરલ બાળકોને નમાઝ પઢાવતા હોવાનું સામે આવ્યું આંગણવાડીમાં ઈદની ઉજવણી કરતા વિવાદ ડભોઇમાં આંગણવાડીમાં નમાઝ પઢાવતા વિવાદ થયો છે. જેમાં યાત્રાધામ કરનાળીના આંગણવાડીના ફોટા વાયરલ થયા છે. તેમાં બાળકોને નમાઝ પઢાવતા હોવાનું સામે આવ્યું છે. આંગણવાડીમાં ઈદની ઉજવણી કરતા વિવાદ થયો છે. તેમાં MLA શૈલેષ મહેતાએ શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે. આંગણવાડીમાં નમાઝના પાઠ ભણાવતા ચકચાર ફેલાઇ ડભોઇની આંગણવાડીમાં નમાઝના પાઠ ભણાવતા ચકચાર ફેલાઇ છે. જેમાં ડભોઇનાં યાત્રાધામ કરનાળીનાં આંગણવાડીનાં ફોટા વાયરલ થયા છે. તેમાં બાળકોને નમાઝમાં પાઠ ભણાવતા હોવાનું સામે આવ્યું છે. ઈદની ઉજવણી કરતા નાના ભૂલકાઓને ઈદની નમાજ પઢાવતા ફોટા સોશિયલ મીડિયામાં મુકાયા છે. તેથી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને રજૂઆત કરી છે. તેમાં બાળકોને આંગણવાડીમાં નમાઝનાં પાઠ ભવાતા વિવાદ સર્જાયો છે. શૈક્ષણિક સંસ્થામાં આ પ્રકારનું શિક્ષણ યોગ્ય નથી: ધારાસભ્ય શૈલેષ મહેતાસમગ્ર મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન સામે આવ્યું છે જેમાં જણાવ્યું છે  કે ઘટના ધ્યાને આવતા DDO, કલેક્ટરનો સંપર્ક કર્યો છે. આંગણવાડીને ક્યારે મદરેસા નહીં બનાવવા દઈએ. શિક્ષણમંત્રી અને CMOમાં આ મામલે જાણ કરી છે. શૈક્ષણિક સંસ્થામાં આ પ્રકારનું શિક્ષણ યોગ્ય નથી. આ ખૂબ જ ગંભીર બાબત છે. સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. સોમવારે આ બાબતે નિર્ણય લેવામાં આવે તેમજ નિર્ણય ન લેવાય તો અમે ઉગ્ર રજૂઆત કરીશું. ધો.2ના બાળક દ્વારા નમાજ નિદર્શન કરવાના મુદ્દે વિવાદ વકર્યો અગાઉ અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ સ્કૂલમાં ધો.2ના બાળક દ્વારા નમાજ નિદર્શન કરવાના મુદ્દે વિવાદ વકર્યો હતો. વિવાદ થતાં સ્કૂલ દ્વારા માફીપત્ર લખવામાં આવ્યું હતું પરંતુ, વિદ્યાર્થી સંગઠન ABVPના દ્વારા સ્કૂલ કેમ્પસમાં જ પોલીસના હાજરીમાં સંગીત શિક્ષકને દોડાવી દોડાવીને માર માર્યો હતો. ABVPના ખુલ્લી દાદાગીરી કરનારા શખ્સો સામે પોલીસ ફરિયાદ ન નોંધાતાં શિક્ષણ આલમમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો. કેલોરેક્સ સ્કૂલનું મેનેજમેન્ટ હંમેશા વિવાદોથી ઘેરાયેલું છે.

Dabhoiની આંગણવાડીમાં બાળકોને નમાઝ પઢાવતા વિવાદ વકર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • યાત્રાધામ કરનાળીના આંગણવાડીના ફોટા વાયરલ
  • બાળકોને નમાઝ પઢાવતા હોવાનું સામે આવ્યું
  • આંગણવાડીમાં ઈદની ઉજવણી કરતા વિવાદ

ડભોઇમાં આંગણવાડીમાં નમાઝ પઢાવતા વિવાદ થયો છે. જેમાં યાત્રાધામ કરનાળીના આંગણવાડીના ફોટા વાયરલ થયા છે. તેમાં બાળકોને નમાઝ પઢાવતા હોવાનું સામે આવ્યું છે. આંગણવાડીમાં ઈદની ઉજવણી કરતા વિવાદ થયો છે. તેમાં MLA શૈલેષ મહેતાએ શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે.

આંગણવાડીમાં નમાઝના પાઠ ભણાવતા ચકચાર ફેલાઇ

ડભોઇની આંગણવાડીમાં નમાઝના પાઠ ભણાવતા ચકચાર ફેલાઇ છે. જેમાં ડભોઇનાં યાત્રાધામ કરનાળીનાં આંગણવાડીનાં ફોટા વાયરલ થયા છે. તેમાં બાળકોને નમાઝમાં પાઠ ભણાવતા હોવાનું સામે આવ્યું છે. ઈદની ઉજવણી કરતા નાના ભૂલકાઓને ઈદની નમાજ પઢાવતા ફોટા સોશિયલ મીડિયામાં મુકાયા છે. તેથી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને રજૂઆત કરી છે. તેમાં બાળકોને આંગણવાડીમાં નમાઝનાં પાઠ ભવાતા વિવાદ સર્જાયો છે.

 શૈક્ષણિક સંસ્થામાં આ પ્રકારનું શિક્ષણ યોગ્ય નથી: ધારાસભ્ય શૈલેષ મહેતા

સમગ્ર મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન સામે આવ્યું છે જેમાં જણાવ્યું છે  કે ઘટના ધ્યાને આવતા DDO, કલેક્ટરનો સંપર્ક કર્યો છે. આંગણવાડીને ક્યારે મદરેસા નહીં બનાવવા દઈએ. શિક્ષણમંત્રી અને CMOમાં આ મામલે જાણ કરી છે. શૈક્ષણિક સંસ્થામાં આ પ્રકારનું શિક્ષણ યોગ્ય નથી. આ ખૂબ જ ગંભીર બાબત છે. સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. સોમવારે આ બાબતે નિર્ણય લેવામાં આવે તેમજ નિર્ણય ન લેવાય તો અમે ઉગ્ર રજૂઆત કરીશું.

ધો.2ના બાળક દ્વારા નમાજ નિદર્શન કરવાના મુદ્દે વિવાદ વકર્યો

અગાઉ અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ સ્કૂલમાં ધો.2ના બાળક દ્વારા નમાજ નિદર્શન કરવાના મુદ્દે વિવાદ વકર્યો હતો. વિવાદ થતાં સ્કૂલ દ્વારા માફીપત્ર લખવામાં આવ્યું હતું પરંતુ, વિદ્યાર્થી સંગઠન ABVPના દ્વારા સ્કૂલ કેમ્પસમાં જ પોલીસના હાજરીમાં સંગીત શિક્ષકને દોડાવી દોડાવીને માર માર્યો હતો. ABVPના ખુલ્લી દાદાગીરી કરનારા શખ્સો સામે પોલીસ ફરિયાદ ન નોંધાતાં શિક્ષણ આલમમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો. કેલોરેક્સ સ્કૂલનું મેનેજમેન્ટ હંમેશા વિવાદોથી ઘેરાયેલું છે.