મુંબઈમાં એક કરોડનો ફ્લેટ, AUDI કાર...: ગુજરાતમાં ઝડપાયો ધનવાન ચોર, લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ

Millionaire Theif Arrested: આપણે દરરોજ ચોરીની ઘણી ઘટનાઓ વિશે સાંભળીએ છે. પરંતુ ગુજરાતના વાપીમાંથી ચોરીની એક એવી ઘટના સામે આવી છે જેણે સૌને ચોંકાવી દીધા છે. હકિકતમાં, ગુજરાતના વાપીમાં ચોરીની ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પરંતુ પોલીસે જ્યારે આ ચોર વિશે જાણકારી મેળવી તો ચોરના વૈભવી જીવન વિશે જાણી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસ મુજબ આરોપી ખૂબ જ વૈભવી જીવન જીવતો હતો અને આ માટે તે માસિક 1.50 લાખ કરતા પણ વધુ રૂપિયા ખર્ચતો હતો.શું છે મામલો?ગુજરાત પોલીસ (Gujarat Police)ના જણાવ્યા અનુસાર, પાછલા મહીને રોહિત કનુભાઇ સોલંકી નામના આરોપીએ વાપીમાં એક લાખ રૂપિયાની ચોરી આચરી હતી. આ મામલે જાણકારી મળ્યા બાદ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ત્યાર બાદ આરોપી મુંબઇમાં રહેતો હોવાની બાતમી મળતા પોલીસે મુંબઇથી આરોપીની ધરપકડ કરી હતી. દેશના વિવિધ રાજ્યોમાં કરી ચુક્યો છે ચોરીઆરોપી રોહિત સોલંકી અગાઉ પણ દેશના વિવિધ રાજ્યોમાં ચોરી કરી ચુક્યો છે. પુછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે કેવી રીતે તે ચોરીના રૂપિયાથી વૈભવી જીવન જીવી રહ્યો હતો. ઉપરાંત તેણે દેશના વિવિધ રાજ્યોમાં 19 જેટલી ચોરી કરી હોવાની કબુલાત પણ કરી હતી. જેમાંથી તેણે વલસાડમાં ત્રણ, સુરતમાં એક, પોરબંદરમાં એક, સેલવાલમાં એક, તેલંગાણાં બે, આંધ્રપ્રદેશમાં બે અને મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશમાં 6-6 ચોરીઓ આચરી હતી. આ કારણસર ઘણા રાજ્યોમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાયેલી છે.ચોર જીવે છે વૈભવી જીવનતપાસ દરમિયાન પોલીસને જાણ થઇ કે, આરોપીનું મુંબઇના મુંબ્રા વિસ્તારમાં રૂપિયા 1 કરોડથી વધુ કિંમતનુ આલીશાન ફ્લેટ છે. ઉપરાંત તેની પાસે ઓડી કાર પણ છે. વલસાડ પોલીસે જણાવ્યું કે, રોહિત ચોરી કરવા માટે લક્ઝ્યુરિયસ હોટલમાં રોકાતો હતો અને ફ્લાઇટથી ટ્રાવેલ કરતો હતો. આરોપી ડાન્સબાર અને નાઇટ ક્લબમાં પાર્ટી કરવાનો શોખીન છે અને તેનો માસિક ખર્ચ રૂપિયા 1.50 લાખ કરતા પણ વધુ છે.

મુંબઈમાં એક કરોડનો ફ્લેટ, AUDI કાર...: ગુજરાતમાં ઝડપાયો ધનવાન ચોર, લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rich Theif Rohit solanki


Millionaire Theif Arrested: આપણે દરરોજ ચોરીની ઘણી ઘટનાઓ વિશે સાંભળીએ છે. પરંતુ ગુજરાતના વાપીમાંથી ચોરીની એક એવી ઘટના સામે આવી છે જેણે સૌને ચોંકાવી દીધા છે. હકિકતમાં, ગુજરાતના વાપીમાં ચોરીની ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પરંતુ પોલીસે જ્યારે આ ચોર વિશે જાણકારી મેળવી તો ચોરના વૈભવી જીવન વિશે જાણી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસ મુજબ આરોપી ખૂબ જ વૈભવી જીવન જીવતો હતો અને આ માટે તે માસિક 1.50 લાખ કરતા પણ વધુ રૂપિયા ખર્ચતો હતો.


શું છે મામલો?

ગુજરાત પોલીસ (Gujarat Police)ના જણાવ્યા અનુસાર, પાછલા મહીને રોહિત કનુભાઇ સોલંકી નામના આરોપીએ વાપીમાં એક લાખ રૂપિયાની ચોરી આચરી હતી. આ મામલે જાણકારી મળ્યા બાદ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ત્યાર બાદ આરોપી મુંબઇમાં રહેતો હોવાની બાતમી મળતા પોલીસે મુંબઇથી આરોપીની ધરપકડ કરી હતી. 


દેશના વિવિધ રાજ્યોમાં કરી ચુક્યો છે ચોરી

આરોપી રોહિત સોલંકી અગાઉ પણ દેશના વિવિધ રાજ્યોમાં ચોરી કરી ચુક્યો છે. પુછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે કેવી રીતે તે ચોરીના રૂપિયાથી વૈભવી જીવન જીવી રહ્યો હતો. ઉપરાંત તેણે દેશના વિવિધ રાજ્યોમાં 19 જેટલી ચોરી કરી હોવાની કબુલાત પણ કરી હતી. જેમાંથી તેણે વલસાડમાં ત્રણ, સુરતમાં એક, પોરબંદરમાં એક, સેલવાલમાં એક, તેલંગાણાં બે, આંધ્રપ્રદેશમાં બે અને મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશમાં 6-6 ચોરીઓ આચરી હતી. આ કારણસર ઘણા રાજ્યોમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાયેલી છે.


ચોર જીવે છે વૈભવી જીવન

તપાસ દરમિયાન પોલીસને જાણ થઇ કે, આરોપીનું મુંબઇના મુંબ્રા વિસ્તારમાં રૂપિયા 1 કરોડથી વધુ કિંમતનુ આલીશાન ફ્લેટ છે. ઉપરાંત તેની પાસે ઓડી કાર પણ છે. વલસાડ પોલીસે જણાવ્યું કે, રોહિત ચોરી કરવા માટે લક્ઝ્યુરિયસ હોટલમાં રોકાતો હતો અને ફ્લાઇટથી ટ્રાવેલ કરતો હતો. આરોપી ડાન્સબાર અને નાઇટ ક્લબમાં પાર્ટી કરવાનો શોખીન છે અને તેનો માસિક ખર્ચ રૂપિયા 1.50 લાખ કરતા પણ વધુ છે.