લાંગાના દુબઇમાં છુપાયેલા પરિવારને ઇ-મેઇલથી ત્રણ નોટિસ મોકલાઇ

અમદાવાદ,શનિવારગાંધીનગર તત્કાલિન કલેક્ટર એસ કે લાંગાની એસીબીએ અપ્રમાણસર મિલકત કેસમાં ધરપકડ કર્યા બાદ સઘન તપાસ શરૂ કરી છે. જેમાં પકવાન ચાર રસ્તા અને શેલા સ્કાય સીટીમાં આવેલા ફ્લેટમાં સર્ચ ઓપરેશન કરીને રૂપિયા ચાર કરોડ ઉપરાંતની મિલકતો મળી આવી હતી. બીજી તરફ એસ કે લાંગાના કરતુત સામે આવ્યા બાદ તેનો પુત્ર અને પત્ની સહિતનો પરિવાર દુબઇમાં જતો રહ્યો હતો. તેમને કેસની તપાસ માટે એસીબીએ ઇ-મેઇલથી ત્રણ નોટીસ મોકલી હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગાની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રૂપિયા ૧૧.૬૪ કરોડની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પકવાન ચાર રસ્તા પાસે આવેલા હર્ષવર્ધન એપાર્ટમેન્ટમાં તેમજ શેલા સ્કાય સીટીમાં આવેલા ફ્લેટમાં સર્ચ ઓપરેશન કરતા કુલ ૪.૧૫ કરોડની મિલકતો મળી આવી હતી. આ ઉપરાંત, એસ કે લાંગાના પરિવારના સભ્યોના બેંક લોકર અંગે વિગતો તપાસવામાં આવી રહી છે.  આ ઉપરાંત, આગામી દિવસોમાં અન્ય સ્થળોએ પણ તપાસ કરવામાં આવશે. આમ, અપ્રમાણસર મિલકતોનો આંક ૧૫.૭૫ કરોડ પર પહોંચ્યો છે. બીજી તરફ એસ કે લાંગાના કરતુત સામે આવ્યા બાદ તેનો પુત્ર પરિક્ષીત ગઢવી અને પત્ની દુબઇ જતો રહ્યો હોવાની વિગતો એસીબીને મળી છે. જેથી ઇ-મેઇલ પર ત્રણ નોટિસ મોકલવામાં આવી છે.

લાંગાના દુબઇમાં છુપાયેલા પરિવારને  ઇ-મેઇલથી ત્રણ નોટિસ મોકલાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

ગાંધીનગર તત્કાલિન કલેક્ટર એસ કે લાંગાની એસીબીએ અપ્રમાણસર મિલકત કેસમાં ધરપકડ કર્યા બાદ સઘન તપાસ શરૂ કરી છે. જેમાં પકવાન ચાર રસ્તા અને શેલા સ્કાય સીટીમાં આવેલા ફ્લેટમાં સર્ચ ઓપરેશન કરીને રૂપિયા ચાર કરોડ ઉપરાંતની મિલકતો મળી આવી હતી. બીજી તરફ એસ કે લાંગાના કરતુત સામે આવ્યા બાદ તેનો પુત્ર અને પત્ની સહિતનો પરિવાર દુબઇમાં જતો રહ્યો હતો. તેમને કેસની તપાસ માટે એસીબીએ ઇ-મેઇલથી ત્રણ નોટીસ મોકલી હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગાની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રૂપિયા ૧૧.૬૪ કરોડની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પકવાન ચાર રસ્તા પાસે આવેલા હર્ષવર્ધન એપાર્ટમેન્ટમાં તેમજ શેલા સ્કાય સીટીમાં આવેલા ફ્લેટમાં સર્ચ ઓપરેશન કરતા કુલ ૪.૧૫ કરોડની મિલકતો મળી આવી હતી. આ ઉપરાંત, એસ કે લાંગાના પરિવારના સભ્યોના બેંક લોકર અંગે વિગતો તપાસવામાં આવી રહી છે.  આ ઉપરાંત, આગામી દિવસોમાં અન્ય સ્થળોએ પણ તપાસ કરવામાં આવશે. આમ, અપ્રમાણસર મિલકતોનો આંક ૧૫.૭૫ કરોડ પર પહોંચ્યો છે. બીજી તરફ એસ કે લાંગાના કરતુત સામે આવ્યા બાદ તેનો પુત્ર પરિક્ષીત ગઢવી અને પત્ની દુબઇ જતો રહ્યો હોવાની વિગતો એસીબીને મળી છે. જેથી ઇ-મેઇલ પર ત્રણ નોટિસ મોકલવામાં આવી છે.