Pavagadh: તળેટીનો ભદ્ર દ્વાર એક માસથી બંધ

યાત્રાધામ પાવાગઢ મુકામે ભારે અતી વરસાદને કારણે પાવાગઢ ગામ (તળેટી)માં અવરજવર કરવાનો મુખ્ય માર્ગ ભદ્ર દ્વાર પ્રાચીન કિલ્લાના દરવાજાની જમણી તરફ્ની તોતીંગ દીવાલ તા.21 ઓગષ્ટના રોજ ધરાશાયી થઈ ગઈ હતી. જે બાદ પુરાતત્વ વિભાગ દ્વાર તેનું સમારકામ નહી કરાતા બે દિવસ બાદ વધુ એક ગાબડુ પડયું હતું. જેથી આ દરવાજો છેલ્લા એક માસથી બંધ કરી દેવાયો છે, ત્યારે નવરાત્રિ પહેલા આ દ્વાર અવરજવર માટે ખુલ્લો કરવા માગ કરાઈ છે.પાવાગઢની તળેટીમાં આવેલો આ ભદ્ર દ્વાર છેલ્લા એક માસથી બંધ કરી દેવાયો છે. તેની આગળ બેરીકેડ મૂકી ઝાડી ઝાંખરા ગોઠવી દેવાયા છે. માત્ર પગપાળા નાગરિકો જ જઈ શકે તેવી સ્થિતિ છે. જેથી યાત્રાધામમાં આવતાં દર્શનાર્થીઓ તેમજ વર્લ્ડ હેરિટેજ સાઈટની મુલાકાતે આવતાં દેશના અને વિદેશી સહેલાણીઓને ઘણી તકલીફ પડે છે. જેને લઈને સ્થાનિક પ્રજા અને સહેલાણીઓ ભારે રોષ પ્રગટ કરી રહ્યાં છે. આગમી તા.3 ઓક્ટોબરથી આસો નવરાત્રિની શરૂઆત થનાર હોઇ તાત્કાલિક આ ભદ્ર દરવાજો ખુલ્લો કરવા માગ કરાઈ છે. આ બાબતે સ્થાનિક નાગરિકા દ્વાર વારંવાર રજુઆત કરવા છતાં કોઈ હકારાત્મક પરિણામ મળેલ ન હોવાથી આવનાર દિવસોમાં જન આંદોલનની પણ ચીમકી અપાઈ છે. ગ્રામજનો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી  પાવાગઢ ગામમાં આવેલી સરકારી ઓફ્સિો, બેંક ઓફ્ બરોડા, પોસ્ટ ઓફ્સિ, પુરાતત્વ ઓફ્સિ, ગ્રામ પંચાયત ઓફ્સિ, પ્રાથમિક શાળા, આંગણવાડી, ટેલીફોન એક્સચેન્જ, ઢોર દવાખાના વિગેરેના કર્મચારીઓને તેમજ આંગણવાડી અને પ્રાથમિક શાળાનાં અને હાલોલ અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓ અને આંગણવાડી નાના ભૂલકાઓને દરવાજો બંધ રહેતા મુશ્કેલી સહન કરવી પડે છે

Pavagadh: તળેટીનો ભદ્ર દ્વાર એક માસથી બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

યાત્રાધામ પાવાગઢ મુકામે ભારે અતી વરસાદને કારણે પાવાગઢ ગામ (તળેટી)માં અવરજવર કરવાનો મુખ્ય માર્ગ ભદ્ર દ્વાર પ્રાચીન કિલ્લાના દરવાજાની જમણી તરફ્ની તોતીંગ દીવાલ તા.21 ઓગષ્ટના રોજ ધરાશાયી થઈ ગઈ હતી.

જે બાદ પુરાતત્વ વિભાગ દ્વાર તેનું સમારકામ નહી કરાતા બે દિવસ બાદ વધુ એક ગાબડુ પડયું હતું. જેથી આ દરવાજો છેલ્લા એક માસથી બંધ કરી દેવાયો છે, ત્યારે નવરાત્રિ પહેલા આ દ્વાર અવરજવર માટે ખુલ્લો કરવા માગ કરાઈ છે.

પાવાગઢની તળેટીમાં આવેલો આ ભદ્ર દ્વાર છેલ્લા એક માસથી બંધ કરી દેવાયો છે. તેની આગળ બેરીકેડ મૂકી ઝાડી ઝાંખરા ગોઠવી દેવાયા છે. માત્ર પગપાળા નાગરિકો જ જઈ શકે તેવી સ્થિતિ છે. જેથી યાત્રાધામમાં આવતાં દર્શનાર્થીઓ તેમજ વર્લ્ડ હેરિટેજ સાઈટની મુલાકાતે આવતાં દેશના અને વિદેશી સહેલાણીઓને ઘણી તકલીફ પડે છે. જેને લઈને સ્થાનિક પ્રજા અને સહેલાણીઓ ભારે રોષ પ્રગટ કરી રહ્યાં છે. આગમી તા.3 ઓક્ટોબરથી આસો નવરાત્રિની શરૂઆત થનાર હોઇ તાત્કાલિક આ ભદ્ર દરવાજો ખુલ્લો કરવા માગ કરાઈ છે. આ બાબતે સ્થાનિક નાગરિકા દ્વાર વારંવાર રજુઆત કરવા છતાં કોઈ હકારાત્મક પરિણામ મળેલ ન હોવાથી આવનાર દિવસોમાં જન આંદોલનની પણ ચીમકી અપાઈ છે.

ગ્રામજનો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી

 પાવાગઢ ગામમાં આવેલી સરકારી ઓફ્સિો, બેંક ઓફ્ બરોડા, પોસ્ટ ઓફ્સિ, પુરાતત્વ ઓફ્સિ, ગ્રામ પંચાયત ઓફ્સિ, પ્રાથમિક શાળા, આંગણવાડી, ટેલીફોન એક્સચેન્જ, ઢોર દવાખાના વિગેરેના કર્મચારીઓને તેમજ આંગણવાડી અને પ્રાથમિક શાળાનાં અને હાલોલ અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓ અને આંગણવાડી નાના ભૂલકાઓને દરવાજો બંધ રહેતા મુશ્કેલી સહન કરવી પડે છે