સુરતમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, BRTS ની રેલિંગ કૂદીને જતો યુવક બાઇક સાથે અથડાયો, બંનેના મોત

Surat Accident: હાલ ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે સુરતથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં સુરતના સરથાણામાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે.  જેમાં બીઆરટીએસ રૂટની રેલિંગ કૂદીને જઇ રહેલો યુવક બાઇક ચાલક સાથે ટકરાતાં બંનેના મોત નિપજ્યું હતા. આ ઘટનાના મામલે બંને મૃતકના પરિવારજનોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સરથાણામાં બીઆરટીસ રૂટની રેલિંગ કૂદીને સામે તરફ જઇ રહેલો યુવક બાઇક સવાર સાથે ટકરાયો હતો. જેથી બાઇક સવારે કાબૂ ગુમાવ્યો હતો અને બંને જણા જમીન પર પટકાયા હતા. જેથી આ અકસ્માતમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં રેલિંગ કૂદનાર યુવકની ઓળખ દિનેશ રાણા (ઉ.વ.38) તરીકે થઇ છે. પોલીસ તપાસ મુજબ દિનેશ રાણા મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે, તેની ચા હોટલ હતી.  સુરતમાં પોતાની પત્ની અને દિકરી સાથે રહેતો હતો. જ્યારે બાઇક ચાલકની ઓળખ સાહિત વસાવા તરીકે થઇ છે, જે સાડીના કારખાનામાં કામ કરતો હતો. સાહિલ વસાવા માતા-પિતા સાથે બરડીપાડામાં રહે હતો. આ મામલે બંનેના પરિવાજનોએ સામસામે એકબીજાની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને લઇને પોલીસ તપાસનો દૌર શરૂ કર્યો છે. 

સુરતમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, BRTS ની રેલિંગ કૂદીને જતો યુવક બાઇક સાથે અથડાયો, બંનેના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat Accident: હાલ ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે સુરતથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં સુરતના સરથાણામાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે.  જેમાં બીઆરટીએસ રૂટની રેલિંગ કૂદીને જઇ રહેલો યુવક બાઇક ચાલક સાથે ટકરાતાં બંનેના મોત નિપજ્યું હતા. આ ઘટનાના મામલે બંને મૃતકના પરિવારજનોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સરથાણામાં બીઆરટીસ રૂટની રેલિંગ કૂદીને સામે તરફ જઇ રહેલો યુવક બાઇક સવાર સાથે ટકરાયો હતો. જેથી બાઇક સવારે કાબૂ ગુમાવ્યો હતો અને બંને જણા જમીન પર પટકાયા હતા. જેથી આ અકસ્માતમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં રેલિંગ કૂદનાર યુવકની ઓળખ દિનેશ રાણા (ઉ.વ.38) તરીકે થઇ છે. 

પોલીસ તપાસ મુજબ દિનેશ રાણા મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે, તેની ચા હોટલ હતી.  સુરતમાં પોતાની પત્ની અને દિકરી સાથે રહેતો હતો. જ્યારે બાઇક ચાલકની ઓળખ સાહિત વસાવા તરીકે થઇ છે, જે સાડીના કારખાનામાં કામ કરતો હતો. સાહિલ વસાવા માતા-પિતા સાથે બરડીપાડામાં રહે હતો. આ મામલે બંનેના પરિવાજનોએ સામસામે એકબીજાની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને લઇને પોલીસ તપાસનો દૌર શરૂ કર્યો છે.