Dahod: આદિવાસી સમાજનું વિશિષ્ટ વ્યંજન દાલપાનિયું પ્રવાસીઓને આકર્ષે છે

ખળખળ વહેતા ઝરણા અને અનન્ય વનસંપદાની કુદરતી ભેટ ધરાવતા દાહોદ જિલ્લાના નયનરમ્ય દ્રશ્યો તો પ્રવાસીઓને આકર્ષે જ છે, સાથે હવે આદિવાસી ખાનપાન સંસ્કૃતિના એક વ્યંજને પણ પ્રવાસીઓને ઘેલું લગાડયું છે. આ વ્યંજન છે દાલ પાનિયુ. આનંદના પ્રસંગોમાં બનતું આ વ્યંજન આદિવાસી સંસ્કૃતિ સાથે અભિન્ન રીતે જોડાયેલું છે.આજકાલ આ પાનિયું સ્વાદપ્રિય પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને વન પરિભ્રમણ માટે નળધા કેમ્પ સાઇટ ખાતે આવતા પ્રવાસીઓ પાનિયાને ભરપેટ આરોગે છે. દરેક પ્રદેશ-પ્રાંતની ખાનપાનની આગવી ઓળખ, પરંપરા હોય છે. દાલપાનિયુ એ દાહોદના આદિવાસીઓની સંસ્કૃતિ સાથે જોડાયેલું વિશિષ્ટ વ્યંજન છે. પાનિયુ નામ જેટલું સરળ લાગે છે, એટલી જ તેને તૈયાર કરવાની પ્રક્રીયા જટીલ છતાં સરળ છે. નળધા કેમ્પ સાઇટ ખાતે ભોજન પ્રબંધ કરતી પરિસરીય પ્રવાસન વિકાસ મંડળી સાથે જોડાયેલા કલ્પેશ ડામોર છેલ્લા ચાર વર્ષથી પાનિયા તૈયાર કરે છે. પાનિયુ બનાવવાની વિધિની તે સમજ આપતા કહે છે, પાનિયા બનાવવા માટે દેશી મકાઇના લોટમાં જીરૂ, સ્વાદનુસાર મીઠું અને ખાંડ નાખી તેમાં પાણી અથવા દૂધ નાખી સારી રીતે મસળવામાં આવે છે. લોટ બંધાઇ જાય તે બાદ તેના ગોળ પિંડા કરી ખાખરા કે આંકડાના પાનમાં પિંડાની બન્ને સાઇડ સારી રીતે ઢંકાઇ જાય એ રીતે બંધ કરી દેવામાં આવે છે. પાનિયુ બનાવવા બહુધા ખાખરાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પાન જંગલમાં પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. ખાખરાના પાનનો ઉપયોગ કરવાથી તેમાં રહેલા ઔષધીય ગુણો પાનિયામાં આવે છે. આ પાનમાં ઉક્ત પિંડાને મૂકી અડાયા છાણાના ઈંગારા (ભઠ્ઠા) અંદર શેકવામાં આવે છે. ઈંગારામાં ધીમે ધીમે શેકાયા બાદ પાન બળી જાય એ પછી થોડી વાર પાનિયાને ખુલ્લુ કરી શેકવામાં આવે છે. પાનિયામાં આછા લાલ કલરની ઝાંય ન આવે ત્યાં સુધી શેકવામાં આવે છે. આ રીતે તૈયાર થાય છે પાનિયું. આવી પરંપરાગત પદ્ધતિથી બનતા પાનિયાની સોડમ જઠરાગ્નિને પ્રદીપ્ત કરી દે એવી હોય છે. પર્ણમાં બાંધીને બનાવવામાં આવતું હોવાથી આ વ્યંજનનું નામ પાનિયુ પડયું હશે. આ પ્રદેશમાં મકાઇ અને અડદની સરળ ઉપલબ્ધતાને કારણે સદીઓથી આદિવાસીઓ ખાસ પ્રસંગોમાં દાલપાનિયા બનાવે છે. પાનિયાને રાજસ્થાની દાલબાટીની જેમ ખવાય છે પાનિયાને આરોગવાની રીતે રાજસ્થાની દાળબાટી જેવી છે. પાનિયાને ચોળી તેમાં ઘી સાથે અડદની દાળ સાથે ચોળી અથવા તો બટકે ચઢાવીને પણ ખાઇ શકાય છે. પ્રકૃત્તિના ખોળે બેસી તેને આરોગવાની લિજ્જત કંઇક ઓર છે. માત્ર બે પાનિયાથી તમારૂ પેટ ભરાઇ જાય ! વળી, પાનિયુ પચવામાં સરળ છે, અડદની દાળ પ્રોટીનથી ભરપૂર હોવાથી આરોગ્ય માટે હિતકારી છે. પાનિયાને આરોગવાની રીતે રાજસ્થાની દાળબાટી જેવી છે. પાનિયાને ચોળી તેમાં ઘી સાથે અડદની દાળ સાથે ચોળી અથવા તો બટકે ચઢાવીને પણ ખાઇ શકાય છે. પ્રકૃત્તિના ખોળે બેસી તેને આરોગવાની લિજ્જત કંઇક ઓર છે. માત્ર બે પાનિયાથી તમારૂ પેટ ભરાઇ જાય ! વળી, પાનિયુ પચવામાં સરળ છે, અડદની દાળ પ્રોટીનથી ભરપૂર હોવાથી આરોગ્ય માટે હિતકારી છે.

Dahod: આદિવાસી સમાજનું વિશિષ્ટ વ્યંજન દાલપાનિયું પ્રવાસીઓને આકર્ષે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખળખળ વહેતા ઝરણા અને અનન્ય વનસંપદાની કુદરતી ભેટ ધરાવતા દાહોદ જિલ્લાના નયનરમ્ય દ્રશ્યો તો પ્રવાસીઓને આકર્ષે જ છે, સાથે હવે આદિવાસી ખાનપાન સંસ્કૃતિના એક વ્યંજને પણ પ્રવાસીઓને ઘેલું લગાડયું છે. આ વ્યંજન છે દાલ પાનિયુ. આનંદના પ્રસંગોમાં બનતું આ વ્યંજન આદિવાસી સંસ્કૃતિ સાથે અભિન્ન રીતે જોડાયેલું છે.

આજકાલ આ પાનિયું સ્વાદપ્રિય પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને વન પરિભ્રમણ માટે નળધા કેમ્પ સાઇટ ખાતે આવતા પ્રવાસીઓ પાનિયાને ભરપેટ આરોગે છે.

દરેક પ્રદેશ-પ્રાંતની ખાનપાનની આગવી ઓળખ, પરંપરા હોય છે. દાલપાનિયુ એ દાહોદના આદિવાસીઓની સંસ્કૃતિ સાથે જોડાયેલું વિશિષ્ટ વ્યંજન છે. પાનિયુ નામ જેટલું સરળ લાગે છે, એટલી જ તેને તૈયાર કરવાની પ્રક્રીયા જટીલ છતાં સરળ છે. નળધા કેમ્પ સાઇટ ખાતે ભોજન પ્રબંધ કરતી પરિસરીય પ્રવાસન વિકાસ મંડળી સાથે જોડાયેલા કલ્પેશ ડામોર છેલ્લા ચાર વર્ષથી પાનિયા તૈયાર કરે છે. પાનિયુ બનાવવાની વિધિની તે સમજ આપતા કહે છે, પાનિયા બનાવવા માટે દેશી મકાઇના લોટમાં જીરૂ, સ્વાદનુસાર મીઠું અને ખાંડ નાખી તેમાં પાણી અથવા દૂધ નાખી સારી રીતે મસળવામાં આવે છે. લોટ બંધાઇ જાય તે બાદ તેના ગોળ પિંડા કરી ખાખરા કે આંકડાના પાનમાં પિંડાની બન્ને સાઇડ સારી રીતે ઢંકાઇ જાય એ રીતે બંધ કરી દેવામાં આવે છે.

પાનિયુ બનાવવા બહુધા ખાખરાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પાન જંગલમાં પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. ખાખરાના પાનનો ઉપયોગ કરવાથી તેમાં રહેલા ઔષધીય ગુણો પાનિયામાં આવે છે. આ પાનમાં ઉક્ત પિંડાને મૂકી અડાયા છાણાના ઈંગારા (ભઠ્ઠા) અંદર શેકવામાં આવે છે. ઈંગારામાં ધીમે ધીમે શેકાયા બાદ પાન બળી જાય એ પછી થોડી વાર પાનિયાને ખુલ્લુ કરી શેકવામાં આવે છે. પાનિયામાં આછા લાલ કલરની ઝાંય ન આવે ત્યાં સુધી શેકવામાં આવે છે. આ રીતે તૈયાર થાય છે પાનિયું. આવી પરંપરાગત પદ્ધતિથી બનતા પાનિયાની સોડમ જઠરાગ્નિને પ્રદીપ્ત કરી દે એવી હોય છે. પર્ણમાં બાંધીને બનાવવામાં આવતું હોવાથી આ વ્યંજનનું નામ પાનિયુ પડયું હશે. આ પ્રદેશમાં મકાઇ અને અડદની સરળ ઉપલબ્ધતાને કારણે સદીઓથી આદિવાસીઓ ખાસ પ્રસંગોમાં દાલપાનિયા બનાવે છે.

પાનિયાને રાજસ્થાની દાલબાટીની જેમ ખવાય છે

પાનિયાને આરોગવાની રીતે રાજસ્થાની દાળબાટી જેવી છે. પાનિયાને ચોળી તેમાં ઘી સાથે અડદની દાળ સાથે ચોળી અથવા તો બટકે ચઢાવીને પણ ખાઇ શકાય છે. પ્રકૃત્તિના ખોળે બેસી તેને આરોગવાની લિજ્જત કંઇક ઓર છે. માત્ર બે પાનિયાથી તમારૂ પેટ ભરાઇ જાય ! વળી, પાનિયુ પચવામાં સરળ છે, અડદની દાળ પ્રોટીનથી ભરપૂર હોવાથી આરોગ્ય માટે હિતકારી છે.

પાનિયાને આરોગવાની રીતે રાજસ્થાની દાળબાટી જેવી છે. પાનિયાને ચોળી તેમાં ઘી સાથે અડદની દાળ સાથે ચોળી અથવા તો બટકે ચઢાવીને પણ ખાઇ શકાય છે. પ્રકૃત્તિના ખોળે બેસી તેને આરોગવાની લિજ્જત કંઇક ઓર છે. માત્ર બે પાનિયાથી તમારૂ પેટ ભરાઇ જાય ! વળી, પાનિયુ પચવામાં સરળ છે, અડદની દાળ પ્રોટીનથી ભરપૂર હોવાથી આરોગ્ય માટે હિતકારી છે.