Girnar પર ધોધમાર વરસાદ, ભવનાથના રસ્તા ઉપર 15થી વધારે બાઇક તણાયા

ગિરનાર પર ધોધમાર વરસાદ થયો છે. જેમાં ભવનાથના રસ્તા ઉપર 15થી વધારે બાઇક તણાયા છે. તેમાં ભારે વરસાદથી ભવનાથમાં ઘોડાપૂર આવ્યું છે. ભવનાથનાના રસ્તા ઉપર ધોધની જેમ વરસાદી પાણી વહી રહ્યાં છે. ધોધમાર વરસાદથી જનજીવનને અસર થઇ છે. સમગ્ર સોરઠ પંથકમાં વરસાદી વાતાવરણ ઊભુ થયુ ચોમાસુ પૂર્ણ થતા પૂર્વે ફરી એક વખત સમગ્ર સોરઠ પંથકમાં વરસાદી વાતાવરણ ઊભુ થયુ છે. જૂનાગઢ, તાલાલા, માળિયા અને કોડીનાર સહિત સોરઠના મોટાભાગના તાલુકાઓમાં ધીમી ધારે 1થી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં ચોમાસા જેવી ઠંડક પણ ફરી એક વખત ઉભી થાય છે, જેના કારણે લોકોએ ગરમીમાંથી થોડા ઘણા અંશે છુટકારો મેળવ્યો છે. તેમજ જૂનાગઢમાં 40 એમએમ વરસાદ નોંધાયો હતો. એવી જ રીતે ભેસાણમાં 33 એમએમ, મેંદરડામાં 31 એમએમ અને માળિયામાં જૂનાગઢ જિલ્લાનો સૌથી વધારે 51 એમએમ વરસાદ નોંધાયો છે. તેવી જ રીતે ગીર ગઢડામાં 64 એમએમ, તાલાલામાં 50 એમએમ, વેરાવળ પાટણમાં 39 એમએમ, કોડીનાર અને સુત્રાપાડામાં 85 એમએમ અને સૌથી વધારે ઉનામાં 93 એમએમ વરસાદ નોંધાયો છે. બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેને કારણે હજુ પણ વરસાદી માહોલ સમગ્ર સોરઠ પંથકમાં છવાયેલો રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજે પડેલા વરસાદથી ખેતી પાકો અને ખાસ કરીને મગફળીને ફાયદો થાય તેવી શક્યતા પણ છે. વરસાદ પડતા જ ભાદરવા મહિનાની આકરી ગરમીમાંથી લોકોને રાહત મળી છે. તેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાશે. ઉતર ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા ઉતર ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર સામાન્ય વરસાદ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી ઝાંપટાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી અને સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદની શક્યતા દર્શાવી હતી.

Girnar પર ધોધમાર વરસાદ, ભવનાથના રસ્તા ઉપર 15થી વધારે બાઇક તણાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગિરનાર પર ધોધમાર વરસાદ થયો છે. જેમાં ભવનાથના રસ્તા ઉપર 15થી વધારે બાઇક તણાયા છે. તેમાં ભારે વરસાદથી ભવનાથમાં ઘોડાપૂર આવ્યું છે. ભવનાથનાના રસ્તા ઉપર ધોધની જેમ વરસાદી પાણી વહી રહ્યાં છે. ધોધમાર વરસાદથી જનજીવનને અસર થઇ છે.


સમગ્ર સોરઠ પંથકમાં વરસાદી વાતાવરણ ઊભુ થયુ

ચોમાસુ પૂર્ણ થતા પૂર્વે ફરી એક વખત સમગ્ર સોરઠ પંથકમાં વરસાદી વાતાવરણ ઊભુ થયુ છે. જૂનાગઢ, તાલાલા, માળિયા અને કોડીનાર સહિત સોરઠના મોટાભાગના તાલુકાઓમાં ધીમી ધારે 1થી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં ચોમાસા જેવી ઠંડક પણ ફરી એક વખત ઉભી થાય છે, જેના કારણે લોકોએ ગરમીમાંથી થોડા ઘણા અંશે છુટકારો મેળવ્યો છે. તેમજ જૂનાગઢમાં 40 એમએમ વરસાદ નોંધાયો હતો. એવી જ રીતે ભેસાણમાં 33 એમએમ, મેંદરડામાં 31 એમએમ અને માળિયામાં જૂનાગઢ જિલ્લાનો સૌથી વધારે 51 એમએમ વરસાદ નોંધાયો છે. તેવી જ રીતે ગીર ગઢડામાં 64 એમએમ, તાલાલામાં 50 એમએમ, વેરાવળ પાટણમાં 39 એમએમ, કોડીનાર અને સુત્રાપાડામાં 85 એમએમ અને સૌથી વધારે ઉનામાં 93 એમએમ વરસાદ નોંધાયો છે.


બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી

બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેને કારણે હજુ પણ વરસાદી માહોલ સમગ્ર સોરઠ પંથકમાં છવાયેલો રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજે પડેલા વરસાદથી ખેતી પાકો અને ખાસ કરીને મગફળીને ફાયદો થાય તેવી શક્યતા પણ છે. વરસાદ પડતા જ ભાદરવા મહિનાની આકરી ગરમીમાંથી લોકોને રાહત મળી છે. તેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાશે.

ઉતર ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા

ઉતર ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર સામાન્ય વરસાદ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી ઝાંપટાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી અને સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદની શક્યતા દર્શાવી હતી.