Patan: ગણેશ વિસર્જન કરતી વખતે 7 લોકો પાણીમાં ડુબ્યા

પાટણમાં ગણેશ વિસર્જન કરતી વખતે મોટી દુર્ઘટના બની છે. સરસ્વતી બેરેજમાં આ દુર્ઘટના બની છે. ગણેશ વિસર્જન કરતી વખતે 7 લોકો બેરેજમાં સ્નાન કરતા ગયા અને પાણીમાં ડૂબી ગયા છે. ત્યારે હાલમાં એક વ્યક્તિનું પાણીમાં ડુબી જવાથી મોત થયું છે.જિલ્લાની 4 જેટલી 108ની ગાડીઓ અને ફાયબ્રિગેડની ટીમો સ્થળ પર હાજર પાણીમાં ન્હાવા પડેલા 7 વ્યક્તિઓમાંથી 1 યુવકનો મૃતદેહ મળી આવ્યો છે અને 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે હજુ પણ ત્રણ લોકો પાણીમાં ગરકાવ હોવાની શંકા છે. હાલમાં ઘટનાની જાણકારી મળતા જ જિલ્લાની 4 જેટલી 108 એમ્બ્લ્યુલન્સની ગાડીઓ અને ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને સતત ખડેપગે છે. હજુ પણ ત્રણ લોકો પાણીમાં ગરકાવ હોવાની શંકા બીજી તરફ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, SDM, મામલતદાર સહિતના અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. તમને જણાવી દઈએ કે બેરેજમાં ડુબેલા 3 લોકોની હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ ચાલી રહી છે. ધોરાજીમાં પણ ગણેશ વિસર્જન વખતે પગ લપસતાં યુવક ડુબ્યો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગણેશ વિસર્જનમાં પગ લપસતા યુવક ડુબ્યો છે. ધોરાજીના અનુસૂચિત સમાજ વણકર વાસ વિસ્તારમાંથી ગણેશ વિસર્જન માટે ભાદર 2 ડેમ નજીકના પટમાં ગણેશ વિસર્જન કરતી વખતે પગ લપસી જતા હિરેનભાઈ મુકેશભાઈ ભાસ્કર નામનો 22 વર્ષીય યુવક ડુબી જતાં મોત નીપજ્યું છે. હાલમાં મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને મૃતકના પરીવારજનો અને સમાજના આગેવાનો અને મિત્રો હોસ્પિટલમાં એકત્રિત થયા છે અને મૃતકના પરીવારજનોમાં શોકની લાગણી છવાઈ છે.

Patan: ગણેશ વિસર્જન કરતી વખતે 7 લોકો પાણીમાં ડુબ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણમાં ગણેશ વિસર્જન કરતી વખતે મોટી દુર્ઘટના બની છે. સરસ્વતી બેરેજમાં આ દુર્ઘટના બની છે. ગણેશ વિસર્જન કરતી વખતે 7 લોકો બેરેજમાં સ્નાન કરતા ગયા અને પાણીમાં ડૂબી ગયા છે. ત્યારે હાલમાં એક વ્યક્તિનું પાણીમાં ડુબી જવાથી મોત થયું છે.

જિલ્લાની 4 જેટલી 108ની ગાડીઓ અને ફાયબ્રિગેડની ટીમો સ્થળ પર હાજર

પાણીમાં ન્હાવા પડેલા 7 વ્યક્તિઓમાંથી 1 યુવકનો મૃતદેહ મળી આવ્યો છે અને 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે હજુ પણ ત્રણ લોકો પાણીમાં ગરકાવ હોવાની શંકા છે. હાલમાં ઘટનાની જાણકારી મળતા જ જિલ્લાની 4 જેટલી 108 એમ્બ્લ્યુલન્સની ગાડીઓ અને ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને સતત ખડેપગે છે.

હજુ પણ ત્રણ લોકો પાણીમાં ગરકાવ હોવાની શંકા

બીજી તરફ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, SDM, મામલતદાર સહિતના અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. તમને જણાવી દઈએ કે બેરેજમાં ડુબેલા 3 લોકોની હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ ચાલી રહી છે.

ધોરાજીમાં પણ ગણેશ વિસર્જન વખતે પગ લપસતાં યુવક ડુબ્યો

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગણેશ વિસર્જનમાં પગ લપસતા યુવક ડુબ્યો છે. ધોરાજીના અનુસૂચિત સમાજ વણકર વાસ વિસ્તારમાંથી ગણેશ વિસર્જન માટે ભાદર 2 ડેમ નજીકના પટમાં ગણેશ વિસર્જન કરતી વખતે પગ લપસી જતા હિરેનભાઈ મુકેશભાઈ ભાસ્કર નામનો 22 વર્ષીય યુવક ડુબી જતાં મોત નીપજ્યું છે. હાલમાં મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને મૃતકના પરીવારજનો અને સમાજના આગેવાનો અને મિત્રો હોસ્પિટલમાં એકત્રિત થયા છે અને મૃતકના પરીવારજનોમાં શોકની લાગણી છવાઈ છે.