Gir બોર્ડરના ગામોમાં સિંહોની ત્રાડથી ફફડાટ, જુઓ વીડિયો

ગીરસોમનાથના છાછર ગામ સિંહની ત્રાડે ગજાવ્યું ઘણા દિવસોથી આ વિસ્તારમાં સિંહોના ધામા સિંહોની ત્રાડના દ્રશ્યો ખેડૂતે મોબાઈલમાં કેદ કર્યા ગીર બોર્ડરના ગામોમાં સિંહોની ત્રાડથી ફફડાટ ફેલાયો છે. જેમાં ગીરસોમનાથના છાછર ગામે સિંહની ત્રાડે ગામ ગજાવ્યુ છે. ઘણા દિવસોથી આ વિસ્તારમાં સિંહોના ધામા છે. સિંહોની ત્રાડના દ્રશ્યો ખેડૂતે મોબાઈલમાં કેદ કર્યા છે. ગીર બોર્ડરના ગામોમાં સિંહોની ત્રાડ સાંભળવા મળી રહી છે. તેમાં ગીર સોમનાથના છાછર ગામને સિંહની ગર્જનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.આ વિસ્તારમાં ઘણાં દિવસોથી સિંહોના ધામા આ વિસ્તારમાં ઘણાં દિવસોથી સિંહોના ધામા છે. જેમાં સિંહોના હુંકારનાં દૃશ્યો સ્થાનિક ખેડૂતે મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે. હજુ ગઇકાલે જ સિંહ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરાઇ છે. જેમાં એશિયામાં એક માત્ર સૌરાષ્ટ્ર પંથકમાં સિંહોનો વસવાટ છે,સિંહ જંગલમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સૌરાષ્ટ્રમા ખુલ્લે આમ જોવા મળતા હોય છે.સિંહ પ્રેમી વિશ્વમાં ઘણા છે,પણ સિંહ દિવસની ઉજવણી કયારે શરૂ કરાઈ તેની આજે અમે તમને માહિતી આપીશુ.વિશ્વમાં 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની થાય છે ઉજવણી. ફલોરીડાનાં દંપતીએ કરી હતી વિશ્વસિંહ દિવસની ઉજવણી ડેરેક અને બેવેરલી જોબર્ટનું નામ દુનિયાનાં વાઈલ્ડ લાઈફનાં ક્ષેત્રમાં જાણીતું છે. આ પતિ - પત્નીએ આફ્રિકાનાં જંગલોમાં ફરીને સિંહ સહિતનાં પ્રાણીઓ વિશે ખુબ અભ્યાસ કર્યા બાદ બિલાડી કૂળની આ જાતીને બચાવવા એક મૂહિમ છેડી છે. સિંહોને બચાવવા હોય તો લોકોને સાથે જોડવા પડશે તેમ માનીને સૌ પહેલા તા.10 ઓગસ્ટ 2013 નાં દિવસથી વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી શરુ કરી હતી. ત્યારબાદ આ ક્ષેત્રમાં કામ કરતી અનેક સંસ્થાઓ જોડાઈ હતી. ભારતમાં અને ગુજરાતમાં વર્ષ 2013થી વન વિભાગ દ્રારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરુઆત કરવામાં આવી છે.

Gir બોર્ડરના ગામોમાં સિંહોની ત્રાડથી ફફડાટ, જુઓ વીડિયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગીરસોમનાથના છાછર ગામ સિંહની ત્રાડે ગજાવ્યું
  • ઘણા દિવસોથી આ વિસ્તારમાં સિંહોના ધામા
  • સિંહોની ત્રાડના દ્રશ્યો ખેડૂતે મોબાઈલમાં કેદ કર્યા

ગીર બોર્ડરના ગામોમાં સિંહોની ત્રાડથી ફફડાટ ફેલાયો છે. જેમાં ગીરસોમનાથના છાછર ગામે સિંહની ત્રાડે ગામ ગજાવ્યુ છે. ઘણા દિવસોથી આ વિસ્તારમાં સિંહોના ધામા છે. સિંહોની ત્રાડના દ્રશ્યો ખેડૂતે મોબાઈલમાં કેદ કર્યા છે. ગીર બોર્ડરના ગામોમાં સિંહોની ત્રાડ સાંભળવા મળી રહી છે. તેમાં ગીર સોમનાથના છાછર ગામને સિંહની ગર્જનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

આ વિસ્તારમાં ઘણાં દિવસોથી સિંહોના ધામા

આ વિસ્તારમાં ઘણાં દિવસોથી સિંહોના ધામા છે. જેમાં સિંહોના હુંકારનાં દૃશ્યો સ્થાનિક ખેડૂતે મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે. હજુ ગઇકાલે જ સિંહ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરાઇ છે. જેમાં એશિયામાં એક માત્ર સૌરાષ્ટ્ર પંથકમાં સિંહોનો વસવાટ છે,સિંહ જંગલમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સૌરાષ્ટ્રમા ખુલ્લે આમ જોવા મળતા હોય છે.સિંહ પ્રેમી વિશ્વમાં ઘણા છે,પણ સિંહ દિવસની ઉજવણી કયારે શરૂ કરાઈ તેની આજે અમે તમને માહિતી આપીશુ.વિશ્વમાં 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની થાય છે ઉજવણી.

ફલોરીડાનાં દંપતીએ કરી હતી વિશ્વસિંહ દિવસની ઉજવણી

ડેરેક અને બેવેરલી જોબર્ટનું નામ દુનિયાનાં વાઈલ્ડ લાઈફનાં ક્ષેત્રમાં જાણીતું છે. આ પતિ - પત્નીએ આફ્રિકાનાં જંગલોમાં ફરીને સિંહ સહિતનાં પ્રાણીઓ વિશે ખુબ અભ્યાસ કર્યા બાદ બિલાડી કૂળની આ જાતીને બચાવવા એક મૂહિમ છેડી છે. સિંહોને બચાવવા હોય તો લોકોને સાથે જોડવા પડશે તેમ માનીને સૌ પહેલા તા.10 ઓગસ્ટ 2013 નાં દિવસથી વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી શરુ કરી હતી. ત્યારબાદ આ ક્ષેત્રમાં કામ કરતી અનેક સંસ્થાઓ જોડાઈ હતી. ભારતમાં અને ગુજરાતમાં વર્ષ 2013થી વન વિભાગ દ્રારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરુઆત કરવામાં આવી છે.