Ahemdabad Airport પરથી રોજની 3 ફલાઈટ મક્કા જશે,કરાઈ ખાસ વ્યવસ્થા

આવતીકાલથી હજ યાત્રીઓ હજની યાત્રા માટે થશે રવાના હજ યાત્રીઓ માટે અમદાવાદ એરપોર્ટ ઉપર વિશેષ આયોજન દૈનિક 1200 જેટલાં યાત્રિકો હજ જવા રવાના થશે આવતીકાલથી હજ યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે,ત્યારે અમદાવાદ એરપોર્ટ પર 26 મે થી 09 જુન સુધી હજયાત્રીઓ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે,એરપોર્ટમાં એક સાથે 500 વાહનો પાર્ક થઈ શકે તે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે,સાથે સાથે મુસાફરી માટે વેઇટિંગ ડોમ, લગેજ ચેકીંગ અને ટર્મીનલ 2 પર જવા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે,વિશેષ ડોમમાં એર કુલર અને પંખાની પણ વ્યવસ્થા કરાઈ છે,રોજની 3 ફલાઈટ અમદાવાદથી મક્કા માટે રવાના થશે.સરકાર તરફથી 21 ફલાઈટો જયારે 5 ખાનગી ઓપરેટર્સ ફ્લાઇટની સુવિધા આપશે. હજ પરમિટ હશે તેને જ મક્કામાં જવા દેવાશે સાઉદી અરેબિયાની સરકારી સમાચાર એજન્સી સાઉદી પ્રેસ એજન્સીના જણાવ્યા મુજબ પ્રવાસી વીઝા પર સાઉદી અરેબિયા આવેલા વિદેશીઓને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ હજ સિઝન દરમિયાન મક્કાની યાત્રા ન કરે. મંત્રાલયે કહ્યું છે કે, મક્કામાં હજ કરવા ઈચ્છુક કોઈપણ વ્યક્તિ પાસે હજ પરમિટ હોવી ફરજીયાત છે, પરંતુ જો કોઈ વ્યક્તિ યાત્રા વીઝા હેઠળ હજ કરવા માંગશે તો તેને મંજૂરી અપાશે નહીં. એટલે કે જેની પાસે હજ પરમિટ હશે તેને જ મક્કામાં હજ કરવા જવા દેવાશે. ઉમરા માટેનું રજિસ્ટ્રેશન કરાયું બંધ મંત્રાલયને ટાંકીને સાઉદી ગેજેટના રિપોર્ટમાં જણાવાયું છે કે, હજ અને ઉમરા મંત્રાલયે હજ પરમિટ જારી કરતા ઑનલાઈન પોર્ટલ Nusuk એપ પરથી ઉમરા માટેનું રજિસ્ટ્રેશન બંધ કરી દીધું છે. સાઉદી અધિકારીઓએ કહ્યું છે કે, યાત્રા વીઝા પર મક્કામાં પ્રવેશ કરનારાઓને કડક ફટકારાશે અને તેમણે મોટો દંડ ચૂકવવો પડશે. હજના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કડક દંડ કરાશે મંત્રાલયે આ સપ્તાહની શરૂઆતમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે,હજના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કડક દંડ કરાશે. જેઓ હજ પરમિટ વગર મક્કા અને પવિત્ર સ્થળો પરથી પકડાશે તો તેમને $2,666 (2 લાખ, 22 હજાર, 651 રૂપિયા)નો દંડ ફટકારાશે. આ નિયમ અને દંડ તમામ નાગરિકો, સાઉદીમાં રહેતા લોકો અને વિદેશથી આવનારા લોકો પર લાગુ કરાયો છે. જો કોઈ વારંવાર ઉલ્લંઘન કરશે તો તેને બમણો દંડ ફટકારાશે. જો સાઉદીમાં રહેતા વિદેશીઓ નિયમ તોડશે તો તેમને તેમના દેશમાં પરત મોકલાશે અને સાઉદીમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાશે.  

Ahemdabad Airport પરથી રોજની 3 ફલાઈટ મક્કા જશે,કરાઈ ખાસ વ્યવસ્થા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આવતીકાલથી હજ યાત્રીઓ હજની યાત્રા માટે થશે રવાના
  • હજ યાત્રીઓ માટે અમદાવાદ એરપોર્ટ ઉપર વિશેષ આયોજન
  • દૈનિક 1200 જેટલાં યાત્રિકો હજ જવા રવાના થશે

આવતીકાલથી હજ યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે,ત્યારે અમદાવાદ એરપોર્ટ પર 26 મે થી 09 જુન સુધી હજયાત્રીઓ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે,એરપોર્ટમાં એક સાથે 500 વાહનો પાર્ક થઈ શકે તે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે,સાથે સાથે મુસાફરી માટે વેઇટિંગ ડોમ, લગેજ ચેકીંગ અને ટર્મીનલ 2 પર જવા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે,વિશેષ ડોમમાં એર કુલર અને પંખાની પણ વ્યવસ્થા કરાઈ છે,રોજની 3 ફલાઈટ અમદાવાદથી મક્કા માટે રવાના થશે.સરકાર તરફથી 21 ફલાઈટો જયારે 5 ખાનગી ઓપરેટર્સ ફ્લાઇટની સુવિધા આપશે.

હજ પરમિટ હશે તેને જ મક્કામાં જવા દેવાશે

સાઉદી અરેબિયાની સરકારી સમાચાર એજન્સી સાઉદી પ્રેસ એજન્સીના જણાવ્યા મુજબ પ્રવાસી વીઝા પર સાઉદી અરેબિયા આવેલા વિદેશીઓને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ હજ સિઝન દરમિયાન મક્કાની યાત્રા ન કરે. મંત્રાલયે કહ્યું છે કે, મક્કામાં હજ કરવા ઈચ્છુક કોઈપણ વ્યક્તિ પાસે હજ પરમિટ હોવી ફરજીયાત છે, પરંતુ જો કોઈ વ્યક્તિ યાત્રા વીઝા હેઠળ હજ કરવા માંગશે તો તેને મંજૂરી અપાશે નહીં. એટલે કે જેની પાસે હજ પરમિટ હશે તેને જ મક્કામાં હજ કરવા જવા દેવાશે.

ઉમરા માટેનું રજિસ્ટ્રેશન કરાયું બંધ

મંત્રાલયને ટાંકીને સાઉદી ગેજેટના રિપોર્ટમાં જણાવાયું છે કે, હજ અને ઉમરા મંત્રાલયે હજ પરમિટ જારી કરતા ઑનલાઈન પોર્ટલ Nusuk એપ પરથી ઉમરા માટેનું રજિસ્ટ્રેશન બંધ કરી દીધું છે. સાઉદી અધિકારીઓએ કહ્યું છે કે, યાત્રા વીઝા પર મક્કામાં પ્રવેશ કરનારાઓને કડક ફટકારાશે અને તેમણે મોટો દંડ ચૂકવવો પડશે.

હજના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કડક દંડ કરાશે

મંત્રાલયે આ સપ્તાહની શરૂઆતમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે,હજના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કડક દંડ કરાશે. જેઓ હજ પરમિટ વગર મક્કા અને પવિત્ર સ્થળો પરથી પકડાશે તો તેમને $2,666 (2 લાખ, 22 હજાર, 651 રૂપિયા)નો દંડ ફટકારાશે. આ નિયમ અને દંડ તમામ નાગરિકો, સાઉદીમાં રહેતા લોકો અને વિદેશથી આવનારા લોકો પર લાગુ કરાયો છે. જો કોઈ વારંવાર ઉલ્લંઘન કરશે તો તેને બમણો દંડ ફટકારાશે. જો સાઉદીમાં રહેતા વિદેશીઓ નિયમ તોડશે તો તેમને તેમના દેશમાં પરત મોકલાશે અને સાઉદીમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાશે.