Gir Somnath: વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ, દરિયાકાંઠે એલર્ટ

Oct 24, 2025 - 23:00
Gir Somnath: વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ, દરિયાકાંઠે એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પૂર્વ મધ્ય અરબ સાગરમાં એક ડિપ્રેશન સક્રિય થતાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેને પગલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.દરિયાકાંઠે પ્રતિકૂળ હવામાન અને જોખમને કારણે માછીમારોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને આગામી 25 અને 26 ઓક્ટોબરના રોજ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

40 થી 50 kmphની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હવામાન વિભાગે અહીં વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સિગ્નલ સૂચવે છે કે દરિયાકાંઠે 40 થી 50 kmphની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે LCS3 અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે DC1 સિગ્નલ પણ જાહેર કરાયા છે.હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 25 અને 26 ઓક્ટોબરના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0