Suratના કામરેજમાં વાવ ગામ નજીક શેરડીના ખેતરમાં લાગી ભીષણ આગ, ખેડૂતને થયું લાખોનું નુકસાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામ નજીક આજે એક દુઃખદ ઘટના બની હતી. અહીંના એક ખેતરમાં ઊભા શેરડીના પાકને ભીષણ આગ લાગી હતી. જેના કારણે આશરે 8 વીંઘા જેટલો ઉભો પાક આગની ઝપેટમાં આવી ગયો હતો. સદભાગ્યે ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને કારણે વધુ નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું. આ આગ દિવાળીના તહેવારો દરમિયાન ફોડવામાં આવેલા ફટાકડાના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કામરેજ ફાયરની ટીમ ઘટના સ્થળે પોહચી
શેરડીના સૂકા અને ઊંચા પાકમાં પવનને કારણે આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ લાગવાની જાણ થતાં જ કામરેજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરના જવાનોએ પાણીનો મારો ચલાવીને અને સતત પ્રયાસો કરીને આ ભીષણ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગને કારણે ખેડૂતને મોટું નુકસાન થયું છે.
ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબુ મેળવ્યો
ફાયર વિભાગના આવતાં પહેલાં જ લગભગ ત્રણ વીંઘા જેટલો શેરડીનો ઉભો પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાને કારણે ખેડૂતને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. કારણ કે તૈયાર પાક નષ્ટ થવાથી તેમને મોટો ફટકો પડ્યો છે. દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાની બેદરકારીને કારણે ખેતરોમાં થતા નુકસાનનો આ બનાવ એક ગંભીર ઉદાહરણ છે. પોલીસે આગના ચોક્કસ કારણની તપાસ હાથ ધરીને ખેડૂતને યોગ્ય સરકારી સહાય મળે તે દિશામાં કાર્યવાહી કરવી જોઈએ.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

