Jamnagarમાં બોલીવુડ સેલેબ્રિટીઝનો જમાવડો, જ્હાન્વી કપૂર અને આર્યન ખાનનું આગમન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતનું જામનગર શહેર હાલમાં દેશ-વિદેશની પ્રખ્યાત હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને બોલીવુડના તારલાઓની હાજરીથી ચમકી રહ્યું છે. આ પ્રસંગ છે રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવારના પ્રિન્સ આકાશ અંબાણી અને ઈશા અંબાણીના જન્મદિવસની ભવ્ય ઉજવણીનો જે હાલ જામનગરમાં ધામધૂમથી ચાલી રહી છે. આ ભવ્ય કાર્યક્રમના ભાગરૂપે જામનગર એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી સેલેબ્રિટીઓના આગમનનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે.
એરપોર્ટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા
મોડી સાંજે બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી જ્હાન્વી કપૂર અને બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું જામનગર એરપોર્ટ પર આગમન થયું હતું. આ બંને સ્ટાર્સનું આગમન થતાં જ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. આ સેલેબ્રિટીઝ એરપોર્ટ પરથી સીધા જ અંબાણી પરિવારના મહેમાન તરીકે રિલાયન્સ ટાઉન તરફ રવાના થયા હતા. જ્યાં તેઓ જન્મદિવસની આ ભવ્ય ઉજવણીમાં ભાગ લેશે.
હાઈ-પ્રોફાઇલ ઇવેન્ટનું કેન્દ્ર જામનગર
જામનગરમાં યોજાઈ રહેલા આ ગ્રાન્ડ સેલિબ્રેશનમાં ફિલ્મી દુનિયાના અનેક મોટા નામ હાજરી આપી રહ્યા છે. જેના કારણે હાલ જામનગરનું વાતાવરણ એક હાઈ-પ્રોફાઇલ ઇવેન્ટનું કેન્દ્ર બની ગયું છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે અંબાણી પરિવારના કાર્યક્રમોમાં દેશ અને દુનિયાભરની મોટી હસ્તીઓ નિયમિતપણે હાજરી આપે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

