Gir Somnath : ઉના અકસ્માતમાં 3ના મોત, પેટ્રોલ પંપ સંચાલક સામે FIR

Feb 7, 2025 - 10:00
Gir Somnath : ઉના અકસ્માતમાં 3ના મોત, પેટ્રોલ પંપ સંચાલક સામે FIR

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથમાં ઉના નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. નેશનલ હાઇવે પર થયેલ ગંભીર અકસ્માતની તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન રોડ પાસેના તોડાયેલા ડિવાઈડરના કારણે અકસ્માત થયાનું સામે આવ્યું.સીમાસીના નાયરા પાસે આવેલ પેટ્રોલ પંપ સંચાલકે ગેરકાયદે રીતે ડિવાઈડર તોડ્યું હોવાનું ખૂલતા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જાડેજાએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા.જિલ્લા કલેક્ટરના આદેશ બાદ NHAIએ ફરિયાદ કરી.

  • સીમાસીના નાયરા પેટ્રોલ પંપ સંચાલક સામે FIR
  • તોડાયેલા ડિવાઈડરના કારણે અકસ્માત થયાનું ખૂલ્યું
  • 28 જાન્યુઆરીએ અકસ્માતમાં 3ના થયા હતા મોત
  • જિલ્લા કલેક્ટરના આદેશ બાદ NHAIએ કરી ફરિયાદ
  • ઉના પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

28 જાન્યુઆરીના રોજ ઉના નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 3 યુવકોનો મોત થયા હતા. જ્યારે 1 યુવક ગંભીરપણે ઘાયલ થયો હતો. ઉના નેશનલ હાઈવે પર પૂરપાટ વેગે આવતી ટ્રકે કારને ટક્કર મારી હતી. કરા અને ટ્રકની ધડાકાભેર અથડામણ થતા કાર રસ્તાની બહાર કાર ફંગોળાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર 4 યુવાનોમાંથી ગંભીર ઇજાને પગલે 3યુવાનના ઘટનાસ્થળ પર જ મોત નિપજયા હતા જયારે 1 યુવાનનો ચમત્કારિક બચાવ થયો હતો. ગંભીર અકસ્માતની પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.

પંપ સંચાલકે પોતાના લાભ ડિવાઈડર તોડ્યા

પોલીસ તપાસમાં પેટ્રોલપંપ દ્વારા તોડાયેલ ડિવાઈડરને કારણે આ ગંભીર અકસ્માત થયાનું સામે આવ્યું. અકસ્માત થયો હતો ત્યાં સીમાસી ગામ પાસે પેટ્રોલ પંપ આવેલ છે. નાયરાના પેટ્રોલ પંપ સંચાલકે પોતાના લાભ માટે રોડ પરના ડિવાઈડર તોડી કાઢ્યા હોવાનું તપાસમાં ખુલ્યું. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જાડેજાએ અકસ્માતને લઈને કડક કાર્યવાહીના આદેશ આદેશ બાદ NHAI દ્વારા નાયરાના પેટ્રોલ પંપ સંચાલક વિરુદ્ધ FIR નોંધવામાં આવી.ઉના પોલીસે પંપ સંચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0