Gandhinagarમાં ઈન્ફોસિટી પોલીસ મથકના બે કોન્સ્ટેબલે તોડ કરતા SPએ કર્યા સસ્પેન્ડ

ઇન્ફોસિટી પોલીસમથકના બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ કોબામાં બકરી ઈદના દિવસે ડ્રાઈવરનો કર્યો હતો તોડ પશુ ભરેલા વાહનચાલક પાસેથી લીધા હતા 35 હજાર ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ચંદ્રશેખર ગોપાલસિંહ અને જીતેન્દ્રસિંહ ભવાનસિંહને ગાંધીનગર એસપીએ કર્યા સસ્પેન્ડ.બકરી ઈદના દિવસે કોબા ખાતે પશુ ભરેલા વાહનનાં ચાલકનો 35 હજાર જેટલો તોડ કર્યો હતો જેને લઈ ભોગ બનનારે પોલીસમાં અરજી કરતા કરાયા સસ્પેન્ડ. પોલીસે તોડ કરતા સસપેન્ડ કરાયા બકરી ઈદના દિવસે ઈન્ફોસિટી પોલીસની હદમાં બકરા ભરેલી ગાડી જઈ રહી હતી તે દરમિયાન બે કોન્સ્ટેબલે ગાડી રોકી કેસ કરવાની ધમકી આપી હતી અને છેલ્લે 35 હજાર રૂપિયા લઈને ડ્રાઈવરને જવા દેવામાં આવ્યો હતો.ઈન્ફોસિટી પોલીસ મથકની પીસીઆર- 3 અને પીસીઆર- 1ના પોલીસ કર્મચારીઓ તોડ કર્યો હતો જેને લઈ સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા પાસે પહોંચ્યો હતો,ભોગ બનનારની અરજીના આધારે પોલીસે તપાસ કરતા સમગ્ર ઘટના સાચી હોવાનુ જાણવા મળ્યું હતુ. ભોગ બનનારે અરજી કરી એસપી કચેરીમાં બકરી ઈદનાં તહેવાર દરમ્યાન ઈન્ફોસિટી પોલીસ મથકની પીસીઆર - 3 અને પીસીઆર - 1 ના હેડ કોન્સ્ટેબલ ચંદ્રશેખર ગોપાલસિંહ તેમજ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ભવાનસિંહ કોબા વિસ્તારમાં હતા. એ વખતે ગેરકાયદેસર રીતે પશુની હેરાફેરીની શંકાએ ગૌ રક્ષકનાં કહેવાતા માણસોએ વાહન રોક્યું હતું. જેની જાણ થતાં બંને પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા. બાદમાં વાહનનાં ચાલકનો તોડ કરી લેવાયો હતો. એ વખતે ખાતાના એક મુસ્લિમ પોલીસ કર્મચારીએ ભલામણ પણ કરી હતી. તેમ છતાં પશુ ભરેલ વાહન ચાલકનો 35 હજાર જેટલો તોડ કરી લેવાયો હતો. જેમાથી 10 હજાર જેટલી રકમ બંને પોલીસ કર્મચારીઓએ લીધી હતી. અગાઉ પણ આ કોન્સ્ટેબલો વિરુદ્ધ અરજી આવી હતી સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડાની સમક્ષ પહોંચ્યો હતો. અને તપાસના અંતે બંને પોલીસ કર્મચારીઓ કાયદો વ્યવસ્થાની ફરજ સિવાયની કામગીરી કરતા હોવાનુ ધ્યાને આવતા પોલીસ વડાએ બંનેને સસ્પેન્ડ કરી દીધા છે. હેડ કોન્સ્ટેબલ ચંદ્રેશ અને કોન્સ્ટેબલ જીતેન્દ્રની અન્ય ફરીયાદો મળી હતી. જેની તપાસના અંતે બંનેને સસ્પેન્ડ કરી દીધા છે. આ પ્રકારની પ્રવૃતિઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે.  

Gandhinagarમાં ઈન્ફોસિટી પોલીસ મથકના બે કોન્સ્ટેબલે તોડ કરતા SPએ કર્યા સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઇન્ફોસિટી પોલીસમથકના બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ
  • કોબામાં બકરી ઈદના દિવસે ડ્રાઈવરનો કર્યો હતો તોડ
  • પશુ ભરેલા વાહનચાલક પાસેથી લીધા હતા 35 હજાર

ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ચંદ્રશેખર ગોપાલસિંહ અને જીતેન્દ્રસિંહ ભવાનસિંહને ગાંધીનગર એસપીએ કર્યા સસ્પેન્ડ.બકરી ઈદના દિવસે કોબા ખાતે પશુ ભરેલા વાહનનાં ચાલકનો 35 હજાર જેટલો તોડ કર્યો હતો જેને લઈ ભોગ બનનારે પોલીસમાં અરજી કરતા કરાયા સસ્પેન્ડ.

પોલીસે તોડ કરતા સસપેન્ડ કરાયા

બકરી ઈદના દિવસે ઈન્ફોસિટી પોલીસની હદમાં બકરા ભરેલી ગાડી જઈ રહી હતી તે દરમિયાન બે કોન્સ્ટેબલે ગાડી રોકી કેસ કરવાની ધમકી આપી હતી અને છેલ્લે 35 હજાર રૂપિયા લઈને ડ્રાઈવરને જવા દેવામાં આવ્યો હતો.ઈન્ફોસિટી પોલીસ મથકની પીસીઆર- 3 અને પીસીઆર- 1ના પોલીસ કર્મચારીઓ તોડ કર્યો હતો જેને લઈ સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા પાસે પહોંચ્યો હતો,ભોગ બનનારની અરજીના આધારે પોલીસે તપાસ કરતા સમગ્ર ઘટના સાચી હોવાનુ જાણવા મળ્યું હતુ.

ભોગ બનનારે અરજી કરી એસપી કચેરીમાં

બકરી ઈદનાં તહેવાર દરમ્યાન ઈન્ફોસિટી પોલીસ મથકની પીસીઆર - 3 અને પીસીઆર - 1 ના હેડ કોન્સ્ટેબલ ચંદ્રશેખર ગોપાલસિંહ તેમજ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ભવાનસિંહ કોબા વિસ્તારમાં હતા. એ વખતે ગેરકાયદેસર રીતે પશુની હેરાફેરીની શંકાએ ગૌ રક્ષકનાં કહેવાતા માણસોએ વાહન રોક્યું હતું. જેની જાણ થતાં બંને પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા. બાદમાં વાહનનાં ચાલકનો તોડ કરી લેવાયો હતો. એ વખતે ખાતાના એક મુસ્લિમ પોલીસ કર્મચારીએ ભલામણ પણ કરી હતી. તેમ છતાં પશુ ભરેલ વાહન ચાલકનો 35 હજાર જેટલો તોડ કરી લેવાયો હતો. જેમાથી 10 હજાર જેટલી રકમ બંને પોલીસ કર્મચારીઓએ લીધી હતી.

અગાઉ પણ આ કોન્સ્ટેબલો વિરુદ્ધ અરજી આવી હતી

સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડાની સમક્ષ પહોંચ્યો હતો. અને તપાસના અંતે બંને પોલીસ કર્મચારીઓ કાયદો વ્યવસ્થાની ફરજ સિવાયની કામગીરી કરતા હોવાનુ ધ્યાને આવતા પોલીસ વડાએ બંનેને સસ્પેન્ડ કરી દીધા છે. હેડ કોન્સ્ટેબલ ચંદ્રેશ અને કોન્સ્ટેબલ જીતેન્દ્રની અન્ય ફરીયાદો મળી હતી. જેની તપાસના અંતે બંનેને સસ્પેન્ડ કરી દીધા છે. આ પ્રકારની પ્રવૃતિઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે.