Gandhinagar : હવે લીકર પરમીશન મેળવી લો ઓનલાઇન, નશાબંધી કચેરીમાં જવાની ઝંઝટ ગઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવે તમારે જો લીકરની પરમશીન જોઇતી હશે તો નશાબંધી અને આબકારી વિભાગની કચેરીએ નહીં જવું પડે. હવે નશાબંધી ખાતાએ લીકર પરમીટ ઓનલાઇન જ મળી જશે તેવી જાહેરાત કરી છે.
ટૂરિસ્ટ પરવાના અને ઇથેનોલ પરવાના ઓનલાઇન
લીકર પરમિટ હવે ઓનલાઇન આપવામાં આવશે. જાહેરાત મુજબ પ્રારંભિક તબક્કે ટૂરિસ્ટ પરવાના અને ઇથેનોલ પરવાના ઓનલાઇન કરવામાં આવ્યા છે. તમને પાંચ તબક્કામાં ઓનલાઇન પરમિશન મળશે
50 હજાર જેટલા પરવાના અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવ્યા
નશાબંધી ખાતાએ ચાલુ વર્ષના અંત સુધી મોટાભાગની પરમિશન ઓનલાઈન કરવા આયોજન કરાયું છે. એક અંદાજ મુજબ વર્ષે 50 હજાર જેટલા પરવાના અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવ્યા છે.
આ રીતે કરો પ્રક્રિયા
તમારે ઓનલાઇન લીકર મેળવવા માટે પહેલાં તો http://eps.gujarat.gov.in વેબસાઇટ પર જવું પડશે અને ત્યારબાદ પહેલા તમારે લોગ ઇન આઇડી જનરેટ કરવો પડશે ત્યારબાદ વિગતો ભરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે છેલ્લે તમારે ફી પણ ઓનલાઇન ભરવી પડશે
અત્યાર સુધી રુબરુ જવું પડતું
અત્યાર સુધી નશાબંધી અને આબકારી વિભાગમાં કોઇ પણ પરવાનો મેળવવો હોય તો ઓફલાઇન પ્રક્રિયા હતી અને લોકોએ રુબરુમાં જવું પડતું હતું. પણ હવે ઓનલાઇન પ્રક્રિયા શરુ કરી દેવાઇ છે અને ડિસેમ્બર સુધીમાં તો તમામ પરવાના ઓનલાઇન જ તમને મળી જશે.
ઓનલાઇન અરજીનો 10 દિવસમાં નિકાલ થશે
સૌ પહેલા નશાબંધી અને આબકારી કચેરીના તમામ કામો અને લાયસન્સ ફોર્મની પ્રક્રિયા ઓનસાઇન કરાઇ હતી અને ત્યારબાદ હવે ઇ પ્રોહિબીશન પેમેન્ટ પોર્ટલ પર તમામ પરવાના મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવાવામાં આવી છે. ઓનલાઇન જેટલી પણ અરજી આવશે તેનો નિકાલ 10 દિવસમાં કરી દેવાની સૂચના અપાઇ છે.
What's Your Reaction?






