Gandhinagar: વિઝા કન્સલ્ટન્ટ બોરીસણાના યુવક સાથે એજન્ટની રૂ.1.02 કરોડની છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિઝા કન્સલટન્સીનું કામ કરતાં બોરીસણાના યુવક સાથે 1.02 કરોડની છેતરપીંડી થઈ છે. અન્ય એજન્ટે યુવકના 10 ક્લાયન્ટના જોબ સાથેના પીઆર વિઝા કરાવી આપવાના બહાને ઠગાઈ કરી હતી. જેમાં વિઝા, ડિપ્લોમા ડીગ્રી તથા સ્પોન્સર લેટર, પીઆર કાર્ડ, એલએમઆઈએ લેટર તથા અન્ય ડોક્યુમેન્ટ ખોટા બનાવીને પૈસા પડાવી લીધા હતા.
બોરીસણા રહેતાં ડિકેશ દિપકભાઈ ખમાર વિઝા કન્સલટન્સીનું કામ કરે છે. જેની ઓળખાણ મિત્ર મારફતે અમદાવાદ જગતપુર રહેતાં ઉર્જિત સત્ચીત કવિ સાથે થઈ હતી. જેમાં ઉર્જિતે ટીસીપી કોર્પેરેટ સોલ્યુસન્સ પ્રા. લી. કન્સલ્ટન્સી તથા ધ કેરીયર પ્રોફેસનલ્સના એજન્ટ તરીકેની ઓળખ આપી હતી. જેમાં યુવકે નવેમ્બર 2024માં પોતાના 10 ક્લાયન્ટની ફાઈલો ઓસ્ટ્રોલિયા, કેનેડા અને યુએસએના વિઝા તથા જોબ સાથેના પીઆર માટે ઉર્જિતને આપી હતી. કામગીરી માટે ઉર્જિત ટુકડે-ટુકડે પૈસા આપવાનું કહ્યું હતુ. જેમાં યુવકે ગાંધીનગર અને અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ ટુકડે-ટુકડે 1.02 કરોડ રૂપિયા ઉર્જિતને આપ્યા હતા. જે બાદ લાંબા સમય સુધી કોઈ કામગીરી ન થતાં યુવકે વારંવાર ફોન કરતાં ઉર્જિત વધારે કામ આપવા કહ્યું હતું, વધુ કામ નહીં મળે તો અગાઉની ફાઈલો અટકાવી દેવાની તેણે ધમકી આપી હતી.
ટુકડે ટુકકે પૈસા મળતા ત્યારે ઉર્જિત જેમાં વિઝા, ડિપ્લોમા ડીગ્રી તથા સ્પોન્સર લેટર, પીઆર કાર્ડ, એલએમઆઈએ લેટર વોટ્સએપ કરતો હતો. જેની યુવકે ખરાઈ કરતાં તે બનાવટી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે યુવકે આ અંગે ઉર્જિતને વાત કરતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને તમામ ફાઈલો પાછી આપી દીધી હતી. પૈસા તેણે 45 દિવસમાં આપી દેવાનું કહીને 10 જેટલા ચેક આપ્યા હતા. જે ચેક યુવકે પોતાના અને ક્લાયન્ટના ખાતામાં નાખતા બાઉન્સ થયા હતા. ઉર્જિતને વાત કરતાં તેણે ફરી નાખવાનું કહેતાં ફરી ચેક બાઉન્સ થયા હતા. જે બાદ તેણે બીજા 14 ચેક આપ્યા હતા, જે બેંકમાં ભરતા તે પણ બાઉન્સ થયા હતા. આખરે પૈસા પરત ન મળતાં યુવકે ઉર્જિત સત્ચીત કવિ (રહે-આકાક્ષા સેવી, સ્વરાજ ફેસ-1, ગોદરેજ ગાર્ડન સીટી) સામે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
What's Your Reaction?






