Gandhinagar: મંત્રી પ્રફુલ પાનસેરિયાની કામકાજમાં વાપસી, તબિયત સુધરતા સ્વર્ણિમ સંકુલમાં સંભાળ્યો ચાર્જ

Feb 16, 2026 - 11:00
Gandhinagar: મંત્રી પ્રફુલ પાનસેરિયાની કામકાજમાં વાપસી, તબિયત સુધરતા સ્વર્ણિમ સંકુલમાં સંભાળ્યો ચાર્જ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકારના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ લાંબી બીમારી બાદ આજે વિધિવત રીતે પોતાની જવાબદારીઓ સંભાળી લીધી છે. નાદુરસ્ત તબિયતના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી સારવાર હેઠળ હતા, જેના કારણે વહીવટી કામગીરીથી દૂર રહ્યા હતા.

મંત્રી પ્રફુલ પાનસેરિયા સ્વર્ણિમ સંકુલ-2 ખાતે પહોંચ્યા 

આજે સવારે મંત્રી પ્રફુલ પાનસેરિયા ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-2 ખાતે પહોંચ્યા હતા. પોતાની ચેમ્બરમાં પહોંચીને તેમણે પૂજા-અર્ચના બાદ ફરીથી પદભાર સંભાળ્યો હતો. મંત્રીની વાપસીથી તેમના વિભાગના અધિકારીઓ અને કાર્યકરોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.

મુખ્યમંત્રી પાસે હતો હવાલો

નોંધનીય છે કે, મંત્રી પ્રફુલ પાનસેરિયા બીમાર હોવાથી તેમના અંતર્ગત આવતા વિભાગો, ખાસ કરીને શિક્ષણ (રાજ્ય કક્ષા) અને અન્ય કામગીરીનો વધારાનો હવાલો મુખ્યમંત્રી દ્વારા સંભાળવામાં આવી રહ્યો હતો. હવે મંત્રી પોતે સ્વસ્થ થઈને પરત ફર્યા હોવાથી વહીવટી ગતિવિધિઓ ફરી વેગ પકડશે.

આ પણ વાંચો: Kutch: મુન્દ્રાથી હૈદરાબાદ મોકલાયેલું 16 લાખનું ઓઇલ સગેવગે, ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0