Gandhinagar: ગુજરાતના સાત IASની વિકલાંગતા ચકાસવા DOPT કેમ પગલાં લેતું નથી
કેન્દ્રના DOPTની કામગીરી શંકાના દાયરામાં : 4 IASની વિકલાંગતા શંકાસ્પદ હોવાની ચર્ચારાજ્યના 7 પૈકી કેટલાક આઇએએસની વિકલાંગતા શંકા પ્રેરક છે IASઅધિકારીઓ સામે તપાસ કરવાનો DOPTનો ડિરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસીસને આદેશ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ- ડીઓપીટીએ બોગસ વિકલાંગતા સર્ટિફિકેટના કારણે મહારાષ્ટ્ર કેડરના પૂજા ખેડકરનું આઇએએસ નોમિનેશન રદ કર્યું અને તેની સામે કેસ દાખલ કર્યો છે અને આવી જ રીતે શંકાસ્પદ વિકલાંગતા સર્ટિફિકેટ રજૂ કરનારા કેટલાંક આઇએએસ અધિકારીઓ સામે તપાસ કરવાનો એણે ડિરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસીસને આદેશ કર્યો છે ત્યારે વિકલાંગતા સર્ટિફિકેટના આધારે વિકલાંગ ક્વૉટામાં આઇએએસ થયેલા ગુજરાતના 7 આઇએએસ સામે ડીઓપીટીનું તંત્ર તપાસનો હુકમ કેમ નથી કરતું એ બાબત તપાસ માગી લે છે, કેમ કે રાજ્યના 7 પૈકી કેટલાક આઇએએસની વિકલાંગતા શંકા પ્રેરક છે. રાજ્યના જે 7 અધિકારીઓ વિકલાંગના ક્વૉટામાં આઇએએસ થયેલા છે તેમાં કેન્દ્રના સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા સોનલ મિશ્રા, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીના એમડી મનીષકુમાર બંસલ, ગીર-સોમનાથના ડીડીઓ સ્નેહલ ભાપકર, દાહોદના પ્રોબેશનરી આસિસ્ટન્ટ કલેક્ટર અમોલ અવાટે, કેન્દ્રના હાઉસિંગ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી રવિકુમાર અરોરા તથા સાબરકાંઠાના પ્રોબેશનરી આસિસ્ટન્ટ કલેક્ટર જયંત કિશોર મંકાલે સમાવિષ્ટ છે. આ પૈકી રવિ અરોરા અને જયંત મંકાલેની આંખના વિઝનને સંબંધિત તથા મનીષકુમાર બંસલની પોલિયોને સંબંધિત વિકલાંગતા જેન્યુઇન હોવાનું જણાવાઈ રહ્યું છે. આ સંજોગોમાં બાકીના ચાર અધિકારીઓની વિકલાંગતા તપાસવાનો ડીઓપીટીએ હુકમ કરવો જોઈએ, એવું અધિકારી વર્તુળો જણાવે છે. ડીઓપીટીએ અમુક અધિકારીઓની તપાસનો જે હુકમ કરેલો છે, તેમાં આ અધિકારીઓની વિકલાંગતા ઝીણવટભરી રીતે ચકાસી કન્ફર્મ કરવા માટે નવી દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલ તથા એઇમ્સ હૉસ્પિટલને જણાવ્યું છે. આવી રીતે રાજ્યના અધિકારીઓની તપાસ થાય તે ઉચિત છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કેન્દ્રના DOPTની કામગીરી શંકાના દાયરામાં : 4 IASની વિકલાંગતા શંકાસ્પદ હોવાની ચર્ચા
- રાજ્યના 7 પૈકી કેટલાક આઇએએસની વિકલાંગતા શંકા પ્રેરક છે
- IASઅધિકારીઓ સામે તપાસ કરવાનો DOPTનો ડિરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસીસને આદેશ
કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ- ડીઓપીટીએ બોગસ વિકલાંગતા સર્ટિફિકેટના કારણે મહારાષ્ટ્ર કેડરના પૂજા ખેડકરનું આઇએએસ નોમિનેશન રદ કર્યું અને તેની સામે કેસ દાખલ કર્યો છે અને આવી જ રીતે શંકાસ્પદ વિકલાંગતા સર્ટિફિકેટ રજૂ કરનારા કેટલાંક આઇએએસ અધિકારીઓ સામે તપાસ કરવાનો એણે ડિરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસીસને આદેશ કર્યો છે
ત્યારે વિકલાંગતા સર્ટિફિકેટના આધારે વિકલાંગ ક્વૉટામાં આઇએએસ થયેલા ગુજરાતના 7 આઇએએસ સામે ડીઓપીટીનું તંત્ર તપાસનો હુકમ કેમ નથી કરતું એ બાબત તપાસ માગી લે છે, કેમ કે રાજ્યના 7 પૈકી કેટલાક આઇએએસની વિકલાંગતા શંકા પ્રેરક છે.
રાજ્યના જે 7 અધિકારીઓ વિકલાંગના ક્વૉટામાં આઇએએસ થયેલા છે તેમાં કેન્દ્રના સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા સોનલ મિશ્રા, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપનીના એમડી મનીષકુમાર બંસલ, ગીર-સોમનાથના ડીડીઓ સ્નેહલ ભાપકર, દાહોદના પ્રોબેશનરી આસિસ્ટન્ટ કલેક્ટર અમોલ અવાટે, કેન્દ્રના હાઉસિંગ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી રવિકુમાર અરોરા તથા સાબરકાંઠાના પ્રોબેશનરી આસિસ્ટન્ટ કલેક્ટર જયંત કિશોર મંકાલે સમાવિષ્ટ છે. આ પૈકી રવિ અરોરા અને જયંત મંકાલેની આંખના વિઝનને સંબંધિત તથા મનીષકુમાર બંસલની પોલિયોને સંબંધિત વિકલાંગતા જેન્યુઇન હોવાનું જણાવાઈ રહ્યું છે. આ સંજોગોમાં બાકીના ચાર અધિકારીઓની વિકલાંગતા તપાસવાનો ડીઓપીટીએ હુકમ કરવો જોઈએ, એવું અધિકારી વર્તુળો જણાવે છે.
ડીઓપીટીએ અમુક અધિકારીઓની તપાસનો જે હુકમ કરેલો છે, તેમાં આ અધિકારીઓની વિકલાંગતા ઝીણવટભરી રીતે ચકાસી કન્ફર્મ કરવા માટે નવી દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલ તથા એઇમ્સ હૉસ્પિટલને જણાવ્યું છે. આવી રીતે રાજ્યના અધિકારીઓની તપાસ થાય તે ઉચિત છે.