આંદોલન પર ઉતરેલા ભાવિ શિક્ષકોનું આંદોલન સમેટાયું, શિક્ષણ મંત્રીએ ભરતીને લઇને કરી મોટી જાહેરાત

TET TAT Candidate Protest :  TAT હાયર સેકન્ડરીની ભરતી માટે 1 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર કરવાનું હતું, પરંતુ તે તારીખ મુજબ જાહેર ન થતાં ટેટ-ટાટના ઉમેદવારોએ શિક્ષક દિનના દિવસે ગાંધીનગર ખાતે ભેગા થયા હતા અને સચિવાલયને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ કેટલાક ઉમેદવારોની અટકાયત પણ કરી હતી. જોકે ત્યારબાદ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોળે ઉમેદવારોના પ્રતિનિધીઓને જણાવ્યું હતું કે સરકાર દ્વારા હાલ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી હોવાથી નવી ભરતીની જાહેરાત કરવામાં આવી નથી. આગામી સમયમાં દિવાળી પહેલાં શિક્ષકોની ભરતી માટે જાહેરાત કરવાની ખાતરી આપી હતી.  જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ (બુધવારે) ઉમેદવારોના પ્રતિનિધિ મંડળે સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે હજુ આર.આર. તૈયાર કરાયા નથી. ત્યારે આજે ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવતાં શિક્ષણ મંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે નવી ભરતીના આર.આર તૈયાર છે અને ટૂંક જાહેર કરવામાં આવશે.જાણો શું છે સમગ્ર મામલો? ગત મહિને TAT અને TETના ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવતા સરકારે 24,700 જેટલા શિક્ષકોની સરકારી શાળાઓમાં ભરતી કરવાની જાહેરાત કરી હતી, જેમાં કોમ્પ્યુટર જેવા વિષયના શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી ન હતી. TAT હાયર સેકન્ડરીની ભરતી માટે 1 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર કરવાનું હતું, પરંતુ તે તારીખ મુજબ જાહેર ન થતાં ટેટ-ટાટના ઉમેદવારોએ શિક્ષક દિનના દિવસે ગાંધીનગર ખાતે આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. ગાંધીનગર સચિવાલય ખાતે આંદોલન માટે પહોંચેલા 25 જેટલા ઉમેદવારોની ગેટ નંબર 1 પાસેથી અટકાયત કરી લેવામાં આવી હતી, જ્યારે અન્ય ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેલા ચ 3 સર્કલ પાસે ભેગા થયા હતા અને રસ્તા રોકો આંદોલન શરુ કરી દીધું હતું. ભરતી કરવાની, ભરતીમાં બેઠકો વધારવાની, કોમ્પ્યુટર શિક્ષકની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ઑગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ તબક્કે સંભવત: અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી કારવાની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં અમુક વિષયના શિક્ષકોની જાહેરાત ન થતાં અલગ અલગ વિષયના શિક્ષક સંગઠનો અને સંઘો સરકાર સામે લેખિત અને રૂબરૂ રજૂઆત કરવા આવી રહ્યા છે.

આંદોલન પર ઉતરેલા ભાવિ શિક્ષકોનું આંદોલન સમેટાયું, શિક્ષણ મંત્રીએ ભરતીને લઇને કરી મોટી જાહેરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


TET TAT Candidate Protest :  TAT હાયર સેકન્ડરીની ભરતી માટે 1 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર કરવાનું હતું, પરંતુ તે તારીખ મુજબ જાહેર ન થતાં ટેટ-ટાટના ઉમેદવારોએ શિક્ષક દિનના દિવસે ગાંધીનગર ખાતે ભેગા થયા હતા અને સચિવાલયને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ કેટલાક ઉમેદવારોની અટકાયત પણ કરી હતી. જોકે ત્યારબાદ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોળે ઉમેદવારોના પ્રતિનિધીઓને જણાવ્યું હતું કે સરકાર દ્વારા હાલ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી હોવાથી નવી ભરતીની જાહેરાત કરવામાં આવી નથી. આગામી સમયમાં દિવાળી પહેલાં શિક્ષકોની ભરતી માટે જાહેરાત કરવાની ખાતરી આપી હતી.  

જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ (બુધવારે) ઉમેદવારોના પ્રતિનિધિ મંડળે સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે હજુ આર.આર. તૈયાર કરાયા નથી. ત્યારે આજે ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવતાં શિક્ષણ મંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે નવી ભરતીના આર.આર તૈયાર છે અને ટૂંક જાહેર કરવામાં આવશે.

જાણો શું છે સમગ્ર મામલો? 

ગત મહિને TAT અને TETના ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવતા સરકારે 24,700 જેટલા શિક્ષકોની સરકારી શાળાઓમાં ભરતી કરવાની જાહેરાત કરી હતી, જેમાં કોમ્પ્યુટર જેવા વિષયના શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી ન હતી. TAT હાયર સેકન્ડરીની ભરતી માટે 1 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર કરવાનું હતું, પરંતુ તે તારીખ મુજબ જાહેર ન થતાં ટેટ-ટાટના ઉમેદવારોએ શિક્ષક દિનના દિવસે ગાંધીનગર ખાતે આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. 

ગાંધીનગર સચિવાલય ખાતે આંદોલન માટે પહોંચેલા 25 જેટલા ઉમેદવારોની ગેટ નંબર 1 પાસેથી અટકાયત કરી લેવામાં આવી હતી, જ્યારે અન્ય ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેલા ચ 3 સર્કલ પાસે ભેગા થયા હતા અને રસ્તા રોકો આંદોલન શરુ કરી દીધું હતું. ભરતી કરવાની, ભરતીમાં બેઠકો વધારવાની, કોમ્પ્યુટર શિક્ષકની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. 

નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ઑગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ તબક્કે સંભવત: અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી કારવાની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં અમુક વિષયના શિક્ષકોની જાહેરાત ન થતાં અલગ અલગ વિષયના શિક્ષક સંગઠનો અને સંઘો સરકાર સામે લેખિત અને રૂબરૂ રજૂઆત કરવા આવી રહ્યા છે.