Rajkot: ઉતરાયણ પર્વને લઇ તમામ બજારોમાં પતંગ રસિયાઓ ખરીદી કરવા ઉમટ્યા
ગુજરાતમાં ઉત્તરાયણ આવે એટલે પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. અનેક પતંગ બજારોમાં પતંગ અને દોરીની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તેવામાં રાજકોટમાં ઉતરાયણ પહેલા પતંગ દોરાની ધૂમ ખરીદી માટે રાજકોટના સદર બજારમાં ભારે ભીડ ઉમટી પડી છે.રાજકોટ, અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં ઉત્તરાયણની ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે. પણ હરખભેર ઉત્તરાયણના પર્વની ઉજવણી કરે છે. મકર સંક્રાતિના પર્વને લઈ બજારોમાં અવનવી રંગબેરંગી પતંગો આવી છે. પોરબંદરમાં પતંગનું ઉત્પાદન થતું નથી, આથી અમદાવાદ અને નડિયાદ સહિતના શહેરમાંથી પંતગોની ખરીદી કરવામાં આવે છે. તેવામાં રાજકોટમાં 100 વર્ષથી ભરાતી સદર ખાતે પતંગ બજારમાં લોકોની ભારે ભીડ ઉમટી છે.રાજકોટમાં ઉતરાયણ પહેલા પતંગ-દોરાની ખરીદી માટે રાજકોટવાસીઓ સદર બજારમાં પહોંચ્યા છે. છેલ્લા 100 વર્ષથી સદર ખાતે પતંગ બજાર ભરાઈ છે. આજે દિવસ ભર તેમજ મોડી રાત્રીના પણ પતંગ દોરાની ધૂમ ખરીદી થશે. આ વખતે પતંગ અને દોરા બંનેમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે છતા પતંગ રસિકોમાં પણ ભારે હર્ષો ઉલ્લાસ સાથે ખરીદી કરી રહ્યા છે. લાખો રૂપિયાની પતંગ અને ફિરકીનું આજે વેંચાણ થશે. તમામ પતંગ સ્ટોરમાં લોકો પતંગની નવી-નવી જાતના પતંગ, ગુબારા અને ફિરકીની ખરીદી કરી રહ્યા છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પંતગના સ્ટોલ જોવા મળી રહ્યા છે. પતંગની વાત કરીએ તો કાગળ અને પ્લાસ્ટિકની જોવા મળી રહી છે. ફિલ્મી કલાકારો ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથની તસ્વીરોવાળી પતંગો આકર્ષણ જગાવ્યું છે. તો બાળકો માટે છોટાભીમ અને ડોરેમોનના ચિત્રોવાળી પતંગ બાળકોને પસંદ આવી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ઉત્તરાયણ આવે એટલે પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. અનેક પતંગ બજારોમાં પતંગ અને દોરીની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તેવામાં રાજકોટમાં ઉતરાયણ પહેલા પતંગ દોરાની ધૂમ ખરીદી માટે રાજકોટના સદર બજારમાં ભારે ભીડ ઉમટી પડી છે.
રાજકોટ, અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં ઉત્તરાયણની ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે. પણ હરખભેર ઉત્તરાયણના પર્વની ઉજવણી કરે છે. મકર સંક્રાતિના પર્વને લઈ બજારોમાં અવનવી રંગબેરંગી પતંગો આવી છે. પોરબંદરમાં પતંગનું ઉત્પાદન થતું નથી, આથી અમદાવાદ અને નડિયાદ સહિતના શહેરમાંથી પંતગોની ખરીદી કરવામાં આવે છે. તેવામાં રાજકોટમાં 100 વર્ષથી ભરાતી સદર ખાતે પતંગ બજારમાં લોકોની ભારે ભીડ ઉમટી છે.
રાજકોટમાં ઉતરાયણ પહેલા પતંગ-દોરાની ખરીદી માટે રાજકોટવાસીઓ સદર બજારમાં પહોંચ્યા છે. છેલ્લા 100 વર્ષથી સદર ખાતે પતંગ બજાર ભરાઈ છે. આજે દિવસ ભર તેમજ મોડી રાત્રીના પણ પતંગ દોરાની ધૂમ ખરીદી થશે. આ વખતે પતંગ અને દોરા બંનેમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે છતા પતંગ રસિકોમાં પણ ભારે હર્ષો ઉલ્લાસ સાથે ખરીદી કરી રહ્યા છે.
લાખો રૂપિયાની પતંગ અને ફિરકીનું આજે વેંચાણ થશે. તમામ પતંગ સ્ટોરમાં લોકો પતંગની નવી-નવી જાતના પતંગ, ગુબારા અને ફિરકીની ખરીદી કરી રહ્યા છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પંતગના સ્ટોલ જોવા મળી રહ્યા છે. પતંગની વાત કરીએ તો કાગળ અને પ્લાસ્ટિકની જોવા મળી રહી છે. ફિલ્મી કલાકારો ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથની તસ્વીરોવાળી પતંગો આકર્ષણ જગાવ્યું છે. તો બાળકો માટે છોટાભીમ અને ડોરેમોનના ચિત્રોવાળી પતંગ બાળકોને પસંદ આવી રહી છે.