Gandhinagar: ગુજરાતના BLO અને સુપરવાઇઝરો માટે મોટા સમાચાર, SIR ની કામગીરી માટે રૂ. 6,000 સુધીના વિશેષ ભથ્થાની જાહેરાત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ચૂંટણી પંચની મતદાર યાદી સુધારણા અને SIRની કામગીરીમાં રાત-દિવસ એક કરતા બૂથ લેવલ ઓફિસર (BLO) અને BLO સુપરવાઇઝરો માટે રાજ્ય સરકારે પ્રોત્સાહક નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આ અંગેનો સત્તાવાર લેખિત ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે.
સત્તાવાર લેખિત ઠરાવ જાહેર
https://epapercdn.sandesh.com/images/2026/08/17/IS8pn8Xed86jYgQlNssvlor4eYCniFbrsOxW958q.pdf
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો માટે મોટા સમાચાર
નાણાં વિભાગની મંજૂરી મળ્યા બાદ સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ કરાયો છે, જેનાથી રાજ્યભરના હજારો BLO અને સુપરવાઇઝરોને આર્થિક પ્રોત્સાહન મળશે.આ જાહેર કરાયેલા ઠરાવ મુજબ, BLO અને સુપરવાઇઝરોને દર વર્ષે મળતા નિયમિત વાર્ષિક માનદ વેતન ઉપરાંત આ વિશેષ વન-ટાઇમ ભથ્થું આપવામાં આવશે. આ ચુકવણું મેળવવા માટે મદદનીશ મતદાર નોંધણી અધિકારી (AERO) દ્વારા તમામ કર્મચારીઓની કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવશે.
SIR કામગીરી માટે વિશેષ ભથ્થાની જાહેરાત
બૂથ લેવલ ઓફિસર (BLO) ને રૂ. 4000/- અને BLO સુપરવાઇઝરને રૂ. 6000/- નું ભથ્થું અપાશે.કર્મચારીએ બજાવેલી ફરજના દિવસો અને કામગીરીની ગુણવત્તા ચકાસ્યા બાદ ચૂકવણીનો આખરી નિર્ણય લેવાશે.વાર્ષિક માનદ વેતનની રકમ અને આ વિશેષ ભથ્થાની રકમ પાત્રતા ધરાવતા કર્મચારીઓના ખાતામાં એકીસાથે જમા કરવામાં આવશે.
આ પણ વાંચો: Amreli: સાવરકુંડલાના છાપરી ગામે વરસાદી પાણીના ખાડામાં નાહવા પડેલા 17 વર્ષીય સગીરનું ડૂબી જતાં મોત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

